24102024DzireBooking Open

સેડાન સેગમેન્ટમાં ક્રાંતિ લાવવા માટે તદ્દન નવી ડિઝાયર તૈયાર; હવે પ્રી-બુકિંગ ખુલી ગયું છે

Spread the love

દિલ્હી 04 નવેમ્બર 2024: ભારતની અગ્રણી પેસેન્જર વાહન ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL) દ્વારા આજે તેની અત્યંત રાહ જોવાઈ રહેલી ચોથી જનરેશનની ડિઝાયરનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ભારતની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ સેડાન*, તદ્દન નવી ડિઝાયર તેની પ્રગતિશીલ ડિઝાઇન, આ સેગમેન્ટ પ્રથમ વખત આપવામાં આવતા ફીચર અને કિંમતમાં પ્રમાણમાં અજોડ પ્રોડક્ટ રજૂ કરીને આ સેગમેન્ટમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે.

ડિઝાયર બ્રાન્ડના નોંધપાત્ર વારસાને આધારે, આ નવી જનરેશનનું મોડલ મારુતિ દ્વારા ભારતીય બજારમાં અસાધારણ વાહનો રજૂ કરવાની કંપનીની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર છલાંગ હોવાનું દર્શાવે છે.

આ જાહેરાત અંગે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના માર્કેટિંગ અને સેલ્સ વિભાગના સિનિયર એક્ઝિક્યુટીવ ઓફિસર શ્રી પાર્થો બેનર્જીએ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “2008થી ડિઝાયરની અસામાન્ય સફરમાં 27 લાખ કરતાં વધુ ગ્રાહકોનો વિશ્વાસ જીતીને અમે તેને ભારતની સૌથી મનપસંદ સેડાન બનાવી શક્યા છીએ. તદ્દન નવી ડિઝાયરમાં અમે એવું કંઈક તૈયાર કર્યું છે, જે તેના સેગમેન્ટમાં સૌથી શ્રેષ્ઠ હોવાની સાથે-સાથે તેની પાસેથી રાખવામાં આવતી પરંપરાગત અપેક્ષાઓ કરતાં પણ ઘણું વધારે છે. તેની આધુનિક ડિઝાઇન ફિલોસોફી, ઉત્કૃષ્ટ આરામદાયકતા અને અત્યાધુનિક ટેક્નોલોજી ગ્રાહકોને ડિઝાયરમાં જે ગમે છે અને તેઓ આધુનિક સેડાનમાં જે કંઈ ઇચ્છે છે તેનું પરફેક્ટ સંમિશ્રણ રજૂ કરે છે. એડવાન્સ્ડ પાવરટ્રેન વિકલ્પોને વિચારપૂર્વક તૈયાર કરવામાં આવેલા ફીચર સાથે જોડીને તદ્દન નવી ડિઝાયર અસામાન્ય અનુભવ આપવા માટે તૈયાર છે.”

ગ્રાહકો કોઈપણ અરેના શોરૂમ પર જઈને અથવા www.marutisuzuki.com/dzire પર લૉગ ઇન કરીને ₹11000ની પ્રારંભિક ચુકવણી દ્વારા તદ્દન નવી ડિઝાયરનું પ્રી-બુકિંગ કરી શકે છે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *