અકાસા એરે તેના કૉમર્શિયલ ઓપરેશનનું બીજું વર્ષ સફળતાપૂર્વક પૂરું કર્યું

Spread the love

1.1 કરોડ મુસાફરોને સેવા પૂરી પાડીને એરલાઇન આ દાયકાના અંત સુધીમાં વિશ્વની ટોચની 30 એરલાઇન્સમાંથી એક બનવાના માર્ગે અગ્રેસર છે

રાષ્ટ્રીય, 07 ઑગસ્ટ, 2024: ભારતની સૌથી ઝડપથી વિકસી રહેલી એરલાઇન અકાસા એરે આજે તેની બીજી એનિવર્સરી નિમિત્તે તેની અસાધારણ સિદ્ધિઓની ઉજવણી કરી ઉડ્ડયનના ઇતિહાસમાં કોઈ ભારતીય એરલાઇન દ્વારા હાંસલ કરવામાં આવેલા નોંધપાત્ર સીમાચિહ્નોનો પુરાવો આપ્યો હતો. આ એરલાઇને તેની પ્રથમ કૉમર્શિયલ ફ્લાઇટનું સંચાલન 07 ઑગસ્ટ, 2022ના રોજ મુંબઈથી અમદાવાદ માટે કર્યું હતું. તેણે તેની સહાનુભૂતિપૂર્ણ સેવાના માહોલ, વિશ્વસનીય સંચાલન અને પરવડે તેવા ભાડા દ્વારા ભારતીય એરલાઇનની છબી બદલી નાંખી છે.

અકાસા એર સાતત્યપૂર્ણ રીતે ભારતની સૌથી સમયસર એરલાઇન છે. તેની સાથે-સાથે સંચાલનની કાર્યક્ષમતા અને ગ્રાહકોના ખૂબ જ હકારાત્મક પ્રતિભાવોને કારણે તે તેની શરૂઆતથી જ ભારતમાં 1.1 કરોડથી પણ વધારે મુસાફરોની પસંદગીનો વિકલ્પ બની ગઈ છે. લોકો, સંસ્કૃતિઓ અને વિવિધ પ્રદેશોને જોડીને ભારતમાં હવાઈ મુસાફરીની વધતી જઈ રહેલી માંગને પૂરી કરવાના તેના પ્રયાસોને અનુરૂપ અકાસા એરે ત્રણ આંકડાંમાં વિકાસ નોંધાવ્યો છે અને તેણે ઉડ્ડયનના વૈશ્વિક ઇતિહાસમાં સૌથી ઝડપથી વિકસી રહેલી એરલાઇન તરીકેનો પોતાનો દરજ્જો જાળવી રાખ્યો છે.

આ સિદ્ધિની ઉજવણી નિમિત્તે અકાસા એરના સ્થાપક અને સીઇઓ શ્રી વિનય દુબેએ જણાવ્યું હતું કે, ‘બે વર્ષ પહેલાં અમે હવાઈ મુસાફરીમાં ધરમૂળથી પરિવર્તન લાવવાના વિઝનની સાથે અમારી વિકાસયાત્રા શરૂ કરી હતી અને આજે હું ગર્વભેર કહી શકું છું કે અમે વિશ્વસનીયતા, શ્રેષ્ઠ સેવા અને પરવડે તેવા દરો પ્રત્યેની અમારી કટિબદ્ધતાઓ જાળવી રાખીને અમારા હેતુઓને સફળતાપૂર્વક પાર પાડી શક્યાં છીએ. અમે ભારતીય માર્કેટમાં સૌથી આરામદાયક સીટો, તદ્દન નવો ઇન-કેબિન એક્સપીરિયન્સ અને અમારા સહાનુભૂતિપૂર્ણ ક્રૂ દ્વારા સર્વ કરવામાં આવતી અમારી ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલી વાનગીઓની સાથે ઉડાનનો અજોડ અનુભવ પૂરો પાડીએ છીએ. ગત વર્ષે અમે ઇન્ડસ્ટ્રીમાં સંચાલનની વધુ સારી વિશ્વસનીયતા તથા ગ્રાહકોની સૌથી ઓછી ફરિયાદો અને કેન્સલેશનની નોંધણીની સાથે સમયસર સંચાલનના મામલે ભારતમાં સૌથી અગ્રણી રહ્યાં છીએ.’

4000 અકાસિયન્સના સમર્પણભાવ વગર આ સીમાચિહ્ન હાંસલ કરવું શક્ય નહોતું, જેમના નિરંતર પ્રયાસો અને જુસ્સો અમારી આ સામૂહિક સિદ્ધિઓ પાછળનું પ્રેરકબળ રહ્યાં છે.

અમારી સફળતા અમારા પાર્ટનરોના અડગ સમર્થન અને વિશ્વાસનું સીધું પરિણામ છે, જેમણે અમારા પ્લાનમાં અમને ટેકો પૂરો પાડ્યો છે. આ ઉદ્યોગના વિકાસને વેગ આપવા માટે મક્કમ નિર્ધાર દાખવનારા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએના અમે ખૂબ આભારી છીએ. અમારા સપનામાં વિશ્વાસ રાખવા બદલ તથા તેમના નિરંતર સમર્થન અને માર્ગદર્શન બદલ અમે અમારા શૅરધારકોના પણ આભારી છીએ તથા અમે ભવિષ્ય અને આગળ રહેલી તકો માટે ખૂબ જ રોમાંચિત છીએ અને અમે એક એવી એરલાઇનનું નિર્માણ કરવાનું ચાલું રાખીશું, જે ભારતને ગર્વ અપાવે.’

શ્રી વિનયે આગળ જણાવ્યું હતું કે, ‘અકાસા એર હંમેશાથી માત્ર એક જગ્યાથી બીજી જગ્યાએ ઉડાન ભરનારી એક કૅરિયરથી પણ વિશેષ રહી છે. તે ભારતીય ભાવનાઓનું સાકાર સ્વરૂપ છે, તે એક ઉડ્ડયન માર્કેટ તરીકે ભારતની ક્ષમતાનો અજોડ પુરાવો પણ છે.’ 

સૌથી સમયસર એરલાઇન તરીકે ઉભરી

અકાસા એર સમયસર સંચાલનના મામલે એક અગ્રણી તરીકે ઉભરી આવી છે, જે સૌથી વિશ્વસનીય એરલાઇન બનવાની તેની કટિબદ્ધતાનો પુરાવો છે. શ્રેષ્ઠ સેવા પૂરી પાડવા અને કાર્યક્ષમ રીતે સંચાલન કરવા માટેના તેના સમર્પણભાવને લીધે અસાધારણ પરિણામો પ્રાપ્ત થઈ શક્યાં છે, જે સમયપાલન અને ખામીરહિત મુસાફરી પ્રત્યેની તેની અડગ કટિબદ્ધતાને દર્શાવે છે અને આ માટે તેને તેની સુદ્રઢ શિડ્યૂલિંગ અને મેઇન્ટેનન્સ કાર્યવાહીનું સમર્થન પ્રાપ્ત થયું છે.

ઝડપી કૉમર્શિયલ વિસ્તરણ

અકાસા એર હાલમાં 22 ડોમેસ્ટિક અને પાંચ ઇન્ટરનેશનલ શહેરો સાથે જોડાયેલી છે, જેમાં મુંબઈ, અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નઈ, કોચી, દિલ્હી, ગુવાહાટી, અગરતલા, પૂણે, લખનઉ, ગોવા, હૈદરાબાદ, વારાણસી, બાગડોગરા, ભુવનેશ્વર, કોલકાતા, પોર્ટ બ્લેર, અયોધ્યા, ગ્વાલિયર, શ્રીનગર, પ્રયાગરાજ, ગોરખપુર, દોહા (કતર), જેદ્દાહ, રિયાધ (કિંગડમ ઑફ સાઉદી અરેબિયા), અબુ ધાબી (યુએઈ) અને કુવૈતનો સમાવેશ થાય છે. આ એરલાઇન હાલમાં 22 ડોમેસ્ટિક અને પાંચ ઇન્ટરનેશનલ સ્થળોએ દર અઠવાડિયે 900 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, જેના પગલે તેણે બે વર્ષના ટૂંકા ગાળામાં 1.1 કરોડ મુસાફરોને સેવા પૂરી પાડવાની અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે.

તેના એરક્રાફ્ટ ઑર્ડર અને આંતરરાષ્ટ્રીય સંચાલનો દ્વારા ઇતિહાસ રચી રહી છે

જાન્યુઆરી 2024માં અકાસા એરે 150 એરક્રાફ્ટના ફર્મ ઑર્ડરની જાહેરાત કરી હતી, જેના પગલે તે સંચાલન શરૂ કર્યાના ફક્ત 17 મહિનાની અંદર આટલી મોટી સાઇઝનો ફર્મ ઑર્ડર બૂક કરાવીને નાગરિક ઉડ્ડયનના ઇતિહાસની એકમાત્ર ભારતીય એરલાઇન બની ગઈ છે. એરક્રાફ્ટ્સનો આ સીમાચિહ્નરૂપ ઑર્ડર એરલાઇનના મહત્વકાંક્ષી પ્લાનને સુદ્રઢ બનાવે છે અને તે તેના મજબૂત આર્થિક પાયાનો પુરાવો છે.

માર્ચ 2024માં અકાસા એર 19 મહિનાના વિક્રમજનક સમયગાળામાં વિદેશોમાં ઉડાન ભરનારી પ્રથમ ભારતીય એરલાઇન બની ગઈ હતી. ત્યારથી અકાસા એરે તેના વૈશ્વિક પદચિહ્નોને સતત વિસ્તાર્યા છે અને હવે તે આંતરરાષ્ટ્રીય ઉડાનના ફક્ત 120 દિવસની અંદર દોહા, રિયાધ, અબુ ધાબી, જેદ્દાહ અને કુવૈત એમ પાંચ સ્થળોએ દર અઠવાડિયે 35થી વધારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.

શ્રેષ્ઠ સેવાનું વચન

અકાસા એરનું સહાનુભૂતિપૂર્ણ અને યુવાન વ્યક્તિત્વ, કર્મચારીઓને અનુકૂળ આવે તેવો માહોલ, ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવાની વિચારધારા અને ટેકનોલોજીના બળે આગળ વધવાના અભિગમે તેને કરોડો ગ્રાહકોની પ્રથમ પસંદગીની એરલાઇન બનાવી દીધી છે. અકાસા એરે તેના સંચાલનની શરૂઆતથી જ ઇન્ડસ્ટ્રીમાં સૌપ્રથમ વખત રજૂ કરવામાં આવેલી અને ગ્રાહકોને અનુકૂળ આવનારી તેની અનેકવિધ સેવાઓની મદદથી ભારતમાં ઉડ્ડયનના અનુભવમાં ધરમૂળથી પરિવર્તન લાવી દીધું છે. ઉડાન ભરવાનો અજોડ અનુભવ પૂરો પાડવાની તેની અડગ કટિબદ્ધતાને સુદ્રઢ બનાવી અકાસા એરે ઘણી નવી પહેલ પણ રજૂ કરી છે. કાફે અકાસા કે જે એરલાઇનની ઑનબૉર્ડ ભોજનની સેવા છે, તે અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કુલ 3.8 ભોજન સર્વ કરી ચૂકી છે, જે ઇન્ડસ્ટ્રીમાં સૌપ્રથમ વખત રજૂ કરવામાં આવેલા ફ્યુઝન મીલ્સ, રીજનલ ટ્વિસ્ટ ધરાવતા એપેટાઇઝર્સ અને સ્વાદિષ્ટ મીઠાઈઓ પીરસીને ભોજન માણવાનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ પૂરો પાડે છે.

પાલતું પ્રાણીઓ માટેની તેની કૅરિયેજ પૉલિસી પેટ્સ ઑન અકાસાને તેના સમગ્ર નેટવર્કમાંથી મુસાફરો તરફથી ખૂબ જ પ્રોત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. ગ્રાહકોના આ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને એરલાઇને કેબિનમાં લઈ જવાની મંજૂરી ધરાવતા પાલતું પ્રાણીઓ માટેના વજનની મર્યાદાને અગાઉના 7 કિગ્રાથી વધારીને 10 કિગ્રા કરી દીધી છે. જ્યારથી આ સેવા શરૂ થઈ છે એટલે કે નવેમ્બર 2022થી અકાસા એરે તેના ડોમેસ્ટિક નેટવર્કમાં 3700થી પણ વધારે પાલતું પ્રાણીઓને લઇને ઉડાન ભરી છે.

અકાસા એર ગ્રાહકોને અસાધારણ સેવા પૂરી પાડવાના પોતાના વચનને પૂરું કરવા માટે 25+ આનુષંગિક ઉત્પાદનો પૂરાં પાડે છે, જેમ કે, અકાસા ગેટઅર્લી, સીટ એન્ડ મીલ ડીલ, એક્સ્ટ્રા સીટ અને અકાસા હોલિડેઝ, જેમાં ગ્રાહકો પર્સનલાઇઝેશન પણ કરી શકે છે, જે ખરેખર અદ્વિતીય છે. પોતાના ગ્રાહકોના કેબિન એક્સપીરિયેન્સને સતત સુધારી રહેલી અકાસા એરે કેટલીક ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર રજૂ કરવામાં આવી હોય તેવી સેવાઓ લૉન્ચ કરી છે, જેમ કે, સ્કાયસ્કૉર બાય અકાસા, સ્કાયલાઇટ્સ અને ક્વાયેટફ્લાઇટ્સ. 

ભવિષ્યનો માર્ગ

સંચાલન અને નાણાકીય શિસ્તના સમર્થનની સાથે કોસ્ટ લીડરશિપ પ્રત્યેની અકાસાની અડગ કટિબદ્ધતાને લીધે આ એરલાઇન્સ નફાકારકતાની દિશામાં સફળતાના માર્ગે આગળ વધી રહી છે. છેલ્લાં નાણાકીય વર્ષમાં અકાસાએ અવેલેબલ સીટ કિલોમીટર્સ (એએસકેએમ)માં 300%ની વૃદ્ધિ કરી એરલાઇન્સના વિકાસના મામલે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો અને તે ઉડ્ડયનના 122 વર્ષના વૈશ્વિક ઇતિહાસમાં સૌથી વધારે છે. આ એરલાઇને મજબૂત નાણાકીય આધારની રચના કરી હોવાને લીધે તે તેના અવેલેબલ સીટ કિલોમીટરમાં સાલ-દર-સાલ 50%ની વૃદ્ધિ કરે તેવી અપેક્ષા છે.


Spread the love

Check Also

સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the loveસત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *