- અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થતિમાં એશ્વર્યાએ ગરબાની રમઝટ બોલાવ્યા બાદ રાષ્ટ્રગીત પણ ગાયુ
- વિદેશ પ્રધાન એસ. જયશાંકરે સોશિયલ મીડિયા પર ઐશ્વયાનો વિડિયો શેર કયો
ન્યુયોર્ક 23 સપ્ટેમ્બર 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વોર્ડ દેશોની બેઠકમાં હાજરી આપી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે ગયા છે. સમગ્ર દુનિયા ની નજર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગતિવિધિ પર છે. અમેરિકા ની ત્રણ દિવસીય મુલાકાત દરમ્યાન નરેન્દ્ર મોદીએ ન્યુયોર્ક યોકાના લૉંગ આઇલેન્ડ સ્થિત નાસાઉ કોલીજિયમ ખાતે અમેરિકામાં વસતા ભારતીય નાગરિકો ને સાંબોધ્યા હતા. અમેરિકા ના વિવિધ રાજ્યોમાથી પંદર હજારથી વધુ ભારતીય મૂળના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા એ અગાઉ ભારતીય કલાકારો એ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિવિધ રાજ્યોના પાંચસો કરતા વધુ કલાકારોએ ભારતીય લોકગીતો પર આધારીત નૃત્યો રજૂ કર્યા હતા. જો કે કાર્યક્રમનું આકર્ષણ બની હતી. ગુજરાતની વિખ્યાત ગાયિકા એશ્વર્યા મજમુદાર.
અમેરિકામાં નવરાત્રિની ઉજવણી માટે ગયેલી ઐશ્વયા ત્યારે સાતમા આસમાનમાં વિહરવા લાગી જ્યારે દેશના વડાપ્રધાન ના ઇન્ડીયન ડાયસ્પોરા ના કાર્યક્રમ માં પરફોર્મન્સ કરવાનું આમાંત્રણ મળ્યું. હજારો લોકોની ઉપસ્થિતિ માં પરફોર્મન્સ કરવાનું ઐશ્વયા માટે કોઈ મોટી વાત નહોતી. પણ ભારતના વડાપ્રધાન ઉપસ્થિત રેહવાના હોય અને પંદર હજાર કરતા વધુ ભારતીયોની હાજરી હોય એ કાર્યક્રમ માં ગરબાની સાથે રાષ્ટ્રગીત રજૂ કરવું એ મારા જીવન ની સૌથી ગર્વ ની ધડી હતી.