અમદાવાદમાં 2018-2024 દરમિયાન મકાનોના ભાવ 49% વધ્યા, ગયા વર્ષે જ 16% વધારો નોંધાયો

Spread the love

H1 2024 દરમિયાન, અમદાવાદમાં 17,360+ નવા યુનિટ(એકમો) લોંચ થયા અને આશરે 22,850 યુનિટોનું વેચાણ જોવા મળ્યું હતું

H1 2024 સુધીમાં ઉપલબ્ધ ઇન્વેન્ટરી લગભગ 64,650 યુનિટ હતી – જે 2023 થી 8% નો ઘટાડો દર્શાવે છે

ઇન્વેન્ટરી ઓવરહેંગ H1 2024ના અંત સુધીમાં ઘટીને 17 મહિના રહી ગઈ, જે 2023ના અંત સુધીમાં 20 મહિના હતી, જે 2020 થી 46 મહિનાથી નોંધપાત્ર રીતે ઘણી ઓછી છે

સમગ્ર અમદાવાદમાં રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટના વેચાણનું પ્રમાણ 2023માં લગભગ 40,020 એકમોની અત્યાર સુધીની સૌથી વધુ ટોચે જોવા મળ્યું હતું

અગાઉના વર્ષના 36,515 એકમોની સરખામણીમાં, 2023માં લગભગ 42,310 એકમો લોન્ચ કરવામાં આવ્યા હતા, જે 2021ના શિખરથી નજીવા ઓછા હતા

વર્ષ 2018 થી 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની વચ્ચે મિલકતની સરેરાશ કિંમતો 49% વધી છે, છેલ્લા 12 મહિનામાં જ ભાવ 16% જેટલાં વધ્યા છે

અમદાવાદ, 29મી જુલાઈ 2024: તાજેતરના વર્ષોમાં અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આ વધારો ખરેખર ઘણી સરકારી નીતિની પહેલો અને પ્રોત્સાહક પગલાંને કારણે થયો છે, જેણે આ ક્ષેત્રના વિસ્તરણને ટેકો આપ્યો છે અને તેને લીધે ખાસ કરીને રોગચાળા પછીના સમયગાળા દરમિયાન રિકવરીમાં મદદ મળી છે.

CREDAI અમદાવાદ દ્વારા નોલેજ પાર્ટનર ANAROCK સાથે આયોજિત અમદાવાદ રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સમિટની પ્રથમ આવૃત્તિમાં ANAROCK ગ્રૂપ અને CREDAI અમદાવાદ દ્વારા સંયુક્ત રિપોર્ટ ‘અમદાવાદ રેસિડેન્શિયલ ઓવરવ્યૂ’ નું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે છેલ્લા એક દાયકામાં શહેરમાં નોંધપાત્ર ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ દર્શાવે છે. તેનાથી નોકરીની વિપુલ તકો ઉભી થઈ છે, જે વિવિધ પ્રદેશોની પ્રતિભાઓને આકર્ષે છે.

ઇવેન્ટને સંબોધતા, CREDAI અમદાવાદના પ્રમુખ શ્રી ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, “આ ઝડપી આર્થિક પ્રગતિએ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ નોંધપાત્ર વિકાસને વેગ આપ્યો છે. નવી વિકાસ પહેલ અને ઉન્નત કનેક્ટિવિટી શહેરના અગ્રણી વિસ્તારોમાં વધુ રોકાણ આકર્ષિત કરશે.”

આ સમિટમાં ANAROCKના ચેરમેન શ્રી અનુજ પુરી, CREDAI પ્રેસિડેન્ટ ઈલેક્ટ શ્રી શેખર પટેલ, CREDAI અમદાવાદના ચેરમેન શ્રી ચિત્રક શાહ, Bakeri Group મેનેજિંગ ડિરેક્ટર શ્રી પવન બકેરી વચ્ચે રસપ્રદ પેનલ ચર્ચા પણ થઈ હતી. પેનલના સભ્યોએ રિયલ એસ્ટેટ ક્ષેત્રના વર્તમાન અને ઉભરતા વલણો, નીતિ અને નિયમનકારી ફેરફારો, વૃદ્ધિની તકો અને પડકારો, ગ્રાહકોની પસંદગીઓ, ટેકનોલોજીનો ઉપયોગ અને ડિજિટલાઇઝેશન અને અન્ય વિષયો વિશે તેમના વિચારો શેર કર્યા હતા.

હાઉસીંગ સપ્લાય એન્ડ સેલ્સ(આવાસ પુરવઠો અને વેચાણ)

ANAROCK ગ્રૂપના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ – રેસિડેન્શિયલ (ગુજરાત), મંધીર વિનાઈક એ જણાવ્યું હતું કે, ANAROCK રિસર્ચ અનુસાર, અમદાવાદના રેસિડેન્શિયલ માર્કેટે રોગચાળા પછી મજબૂત વૃદ્ધિ દર્શાવી છે, જેમાં જાન્યુઆરી 2021 થી જૂન 2024 કુલ અંદાજે 1,41,570 નવા રહેણાંક એકમો લોંચ થયા છે અને 1,30,090 એકમોનું વેચાણ થયું છે. વર્ષ 2023 માં વેચાણ ટોચ પર જોવા મળ્યું હતું, જેમાં 40,020 થી વધુ એકમોનું વેચાણ થયું હતું. તે 2021 ના આંકડાની તુલનામાં 34% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

અમદાવાદ, ભારતના ટોચના સાત શહેરોની સરખામણીમાં સૌથી વધુ સસ્તું રહેણાંક બજારોમાંનું એક છે, જેમાં પુરવઠાની ગતિશીલતામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. એકંદર સપ્લાયમાં એફોર્ડેબલ સેગમેન્ટનો હિસ્સો 2018ના 54% થી ઘટીને 2024ના પહેલા છમાસિક ગાળામાં 28% થયો. આ ઉપરાંત, વર્ષ દરમિયાન કુલ પુરવઠામાં મિડ-એન્ડ પ્રોજેક્ટનો હિસ્સો 2018 બાદ, પ્રથમ વખત એફોર્ડેબલ સપ્લાયના હિસ્સાને વટાવી ગયો.

ભાવમાં નોંધનીય ઉછાળો

CREDAI અમદાવાદના પ્રેસિડેન્ટ શ્રી ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં રહેણાંક રિયલ એસ્ટેટની સરેરાશ કિંમત 2018 અને 2024ના પહેલા છ મહિનામાં 49% વધી છે. ગયા વર્ષે જ ભાવમાં 16% વધારો થયો હતો, જે શહેરના રિયલ એસ્ટેટ માર્કેટમાં સતત વધારાના વલણ દર્શાવે છે. રિપોર્ટ અનુસાર, સરેરાશ ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે વર્ષ 2018ના 3,975 પ્રતિ ચોરસ ફૂટ થી વધીને 2024 ના પ્રથમ અર્ધના અંત સુધીમાં રૂપિયા 5,925 પ્રતિ ચોરસ ફૂટ સુધી પહોંચી ગઈ છે.

ઉપલબ્ધ ઈન્વેન્ટરી

અહેવાલ મુજબ, શહેરમાં 64,650 થી વધુ રહેણાંક એકમો ઉપલબ્ધ છે. અગાઉના વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ઉપલબ્ધ પુરવઠામાં 13% નો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો અને પાછલા વર્ષના અંતથી 8% નો ઘટાડો થયો હતો. આ છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળા દરમિયાન ઊંચા વેચાણની ગતિ દર્શાવે છે. ઈન્વેન્ટરી ઓવરહેંગ પણ 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના અંતે ઘટીને 17 મહિના થઈ ગયું છે.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *