અમદાવાદ Amazon.in પર હોમ, કિચન અને આઉટડોર બિઝનેસ માટે બે આંકડામાં વૃદ્ધિનું સાક્ષી બન્યું

Spread the love

  • Amazon.in પર હોમ, કિચન અને આઉટડોર કેટેગરીમાં ગુજરાત અને અમદાવાદ વાર્ષિક ધોરણે 30% વૃદ્ધિ સાથે ટોચના પ્રદેશોમાં ઉભરી આવ્યા
  • Amazon.in પર ટકાઉક્ષમ અને આરોગ્યપ્રદ ઉત્પાદનોની માગણી કરતા ગ્રાહકોમાં વધારો થયો

અમદાવાદ 03 સપ્ટેમ્બર 2024: Amazon.in દ્વારા આજે કરવામાં આવેલી જાહેરાત અનુસાર ​​ગુજરાત અને અમદાવાદમાં હોમ, કિચન અને આઉટડોર બિઝનેસમાં વાર્ષિક ધોરણે 30%ની વૃદ્ધિ થવાની સાથે-સાથે સમગ્ર ભારતના આ સૌથી વિશ્વસનીય ઑનલાઇન ડેસ્ટિનેશન પર ખરીદી કરનારા નવા ગ્રાહકોમાં આશરે 20% વૃદ્ધિ થઈ છે. આ પ્રદેશમાં સ્પોર્ટ્સ અને ફિટનેસને લગતી પ્રોડક્ટ્સની માંગમાં 20%નો વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ હોવાથી ક્રિકેટ સંબંધિત ચીજવસ્તુઓમાં વાર્ષિક ધોરણે 60% વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત, ગ્રાહકો ફિટનેસ હવે અને માઇન્ડફુલનેસ માટે યોગ તરફ વધુને વધુ વળી રહ્યા હોવાથી, સમગ્ર રાજ્યમાં યોગ માટે આવશ્યક ચીજોની માંગમાં વાર્ષિક ધોરણે 40% વૃદ્ધિ થઈ છે.

એમેઝોન ઇન્ડિયાના હોમ, કિચન એન્ડ આઉટડોર વિભાગના ડાયરેક્ટર કે. એન. શ્રીકાંતે આ પ્રસંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “Amazon.in ખાતે અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોએ અમારા પર નિરંતર મૂકેલા વિશ્વાસથી કૃતજ્ઞ છીએ અને ભારતની સૌથી વિશ્વસનીય, મનપસંદ અને ગ્રાહકોના પ્રિય ઑનલાઇન માર્કેટપ્લેસ તરીકે અમે મેળવેલી સ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યાં છીએ. ‘હર મુસ્કાન કી અપની દુકાન’ બનવાની અમારી પ્રતિબદ્ધતા ટોચની બ્રાન્ડની પ્રોડક્ટ્સની વિશાળ રેન્જમાં વિવિધ પ્રાઇસ પોઇન્ટ્સ પર અવરોધરહિત ગ્રાહક અનુભવો પૂરા પાડવા માટે અમને પ્રેરિત કરે છે. અમદાવાદ અમારા માટે વિશેષ મહત્વ ધરાવે છે અને Amazon.inના હોમ અને કિચન એક્સપિરિયન્સ એરેનાને શહેરમાં રજૂ કરવા બદલ અમે રોમાંચિત છીએ. તહેવારોની આગામી સિઝન માટે હવે અમે તૈયારી કરી રહ્યા હોવાથી સુંદર રાજ્ય ગુજરાત અને બાકીના સમગ્ર ભારતમાં અમારા બ્રાન્ડ પાર્ટનરો, સેલર્સ અને ગ્રાહકોને આનંદ આપતી સેવાઓ પૂરી પાડવા બદલ અમે રોમાંચિત છીએ.”

Amazon.in પર ગુજરાત અને અમદાવાદમાં જોવા મળેલા કેટલાક શોપિંગ ટ્રેન્ડ અહીં રજૂ કર્યા છે:

  • ગ્રાહકો ટકાઉક્ષમ જીવન તરફ આગળ વધી રહ્યા છે: ગ્રાહકો પર્યાવરણ પ્રત્યે વધુ સભાન બનની રહ્યા હોવાથી 2024માંin પર 4,000 સોલાર પેનલનું સફળતાપૂર્વક વેચાણ કરવામાં આવ્યું છે અને હાલમાં ગુજરાતના 25+ શહેરોમાં 10 EV બ્રાન્ડ્સની મદદથી તે લાઇવ છે. રસપ્રદ વાત એ છે કે, Amazon.in પર શહેરમાં બજાજ ચેતક અને હીરો વિડા જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સમાંથી દરરોજ ઓછામાં ઓછું એક ઇલેક્ટ્રિક સ્કૂટર વેચાયું છે.
  • સગવડ, સુખાકારી અને સુરક્ષામાં લોકોની રુચિમાં વધારો: ગ્રાહકો રોબોટિક વેક્યુમ્સ અને એસેસરીઝ સહિતના ઑટોમેટેડ હોમ ક્લિનિંગ સોલ્યુશન્સ વધુને વધુ પ્રમાણમાં અપનાવી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં તેના વેચાણમાં લગભગ 95%નો નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં, એર પ્યુરિફાયર્સના વેચાણમાં 70% જેટલી વૃદ્ધિ જોવા મળી છે, જે આરોગ્યપદ જીવનશૈલી તરફ લોકો સ્થાનાંતરિત થઈ રહ્યાં હોવાનું દર્શાવે છે, જ્યારે કોફી મશીનો અને એર ફ્રાયર્સના વેચાણમાં અનુક્રમે 50% અને 45%ની વૃદ્ધિ થઈ છે. આ ઉપરાંત, ગ્રાહકો વધુ કડક અને સ્માર્ટ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડિજિટલ ડોર લૉક, વીડિયો ડોરબેલ અને સિક્યુરિટી કૅમેરા પસંદ કરી રહ્યા છે, જેના પરિણામે રાજ્યમાં તેના વેચાણમાં વાર્ષિક ધોરણે લગભગ 70%નો વધારો થયો છે.
  • પ્રીમિયમ લાઇફસ્ટાઇલને લગતી પ્રોડક્ટ્સની વધી રહેલી માંગ: અમદાવાદમાં મોટા ફર્નિચરની કેટેગરીમાં વાર્ષિક ધોરણે લગભગ 35%ની વૃદ્ધિ જોવા મળી છે, જેમાં સોફા સેટ અને કપડા જેવી પ્રીમિયમ વસ્તુઓના વેચાણમાં અનુક્રમે 50% અને 45%નો નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત, ડ્રેસિંગ ટેબલ અને ફોલ્ડિંગ ખુરશીઓની સાથે-સાથે શૂ રેક્સ અને ઓર્ગેનાઇઝર સહિતની નાના અને ઉભરતા ફર્નિચરની કેટેગરીમાં વાર્ષિક ધોરણે અનુક્રમે 50%, 65% અને 50%ની પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી છે. તેમજ, ગુજરાતમાં, બાથરૂમ ફિટિંગ માટે in પસંદગીનું સ્થળ બની ગયું હોવાથી આ કેટેગરીમાં વાર્ષિક ધોરણે 45%નો વધારો થયો છે અને સિંક, ટોઇલેટ તેમજ બાથટબ જેવી પ્રોડક્ટ્સના વેચાણમાં વાર્ષિક ધોરણે 90% કરતાં વધુ વૃદ્ધિ નોંધાઈ છે.
  • DIY અને ઓટો પ્રોડક્ટની પ્રાધાન્યતા વધી: અમદાવાદમાં, વોલ પેઇન્ટ્સ જેવી નવી કેટેગરીમાં વાર્ષિક ધોરણે 5 ગણી વૃદ્ધિ જોવા મળી છે, જે ઘરની સજાવટમાં ગ્રાહકોની રુચિ વધી રહી હોવાનું દર્શાવે છે. ગ્રાહકો દ્વારા વાહનો સંબંધિત પ્રોડક્ટ્સની માંગમાં પણ વધારો થયો છે, જેમાં કાર વેક્યૂમ ક્લિનર્સ સૌથી ઝડપથી વધી રહેલી કેટેગરી છે. આ કેટેગરીમાં વાર્ષિક ધોરણે લગભગ 60% વૃદ્ધિ થઈ છે. નોંધનીય રીતે, 60% સર્ચમાં ખાસ કરીને કોર્ડલેસ મોડલ્સ શોધવામાં આવ્યાં છે.

લખનઉ, ચંદીગઢ, દેહરાદૂન, ઇન્દોર અને ભુવનેશ્વરમાં શરૂ કરવામાં આવેલા હોમ એન્ડ કિચન એક્સપિરિયન્સ એરેનાને મળેલી સફળતા પછી, Amazon.in દ્વારા છેલ્લે અમદાવાદમાં આ ઇવેન્ટ યોજવામાં આવી છે જેમાં ફર્નિચર, હોમ એસેન્શિયલ્સ, કિચન અને એપ્લાયન્સિસ, હોમ ડેકોર અને લાઇટિંગ, સ્પોર્ટ્સ અને ફિટનેસ, ઇલેક્ટ્રિક વાહનો, ઓટો એસેસરીઝ, આઉટડોર અને ગાર્ડનિંગ કેટેગરીઝ સહિતની પ્રોડક્ટ્સ દર્શાવવામાં આવી હતી અને આ ઇવેન્ટને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. પોતાની રીતે અનોખા આ શૉકેસના કારણે મીડિયા તેમજ પાર્ટનર્સને એમેઝોન ઇન્ડિયાના નેતૃત્વ સાથે સંવાદ કરવાની સાથે-સાથે તેમની મનપસંદ બ્રાન્ડ અને પ્રોડક્ટ્સનો અનુભવ કરવાની તક પણ મળે છે. ગણેશ કિચનવેર, અર્બન સ્પેસ હોમ ડેકોર અને પ્લાન્ટેક્સ જેવા પ્રીમિયમ હોમ ઇમ્પ્રૂવમેન્ટ બ્રાન્ડના પ્રતિષ્ઠિત બ્રાન્ડ પાર્ટનર્સની સાથે-સાથે નવી લોન્ચ કરાયેલ DIY લિક્વિડ વૉલપેપર બ્રાન્ડ એલોક્સ જેવી બ્રાન્ડની ઉપસ્થિતિના કારણે આ ઇવેન્ટ વધુ આકર્ષક બની હતી.

ગુજરાત એક મહત્વપૂર્ણ બજાર છે અને એમેઝોન ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતના સૌથી પ્રિય માર્કેટપ્લેસ તરીકે આ ઇ-કોમર્સ માર્કેટપ્લેસ નવાં ટૂલ્સ, ટેક્નોલોજી, ઇનોવેશન અને પહેલો લાવીને રાજ્ય અને દેશમાં સ્થાનિક સ્ટોર્સ તેમજ MSME સાથે નિરંતર કામ કરવાનું ચાલુ રાખશે જે ભારતીય બિઝનેસની ઉદ્યમિતાની ભાવનાને ઉજાગર કરશે. Amazon.in રાજ્યમાં 2 લાખથી વધુ સેલર્સ, અને અમદાવાદમાં 1 અને સુરતમાં 1 સોર્ટેશન સેન્ટર સાથે 1 પરિપૂર્ણતા કેન્દ્ર છે.


Spread the love

Check Also

સુરતમાં પાયોનિયરના ‘કનેક્ટ’ કાર્યક્રમમાં શહેરના વધતા સર્વિસ નિકાસ ગ્રોથને દર્શાવે છે

Spread the loveસુરત 07 નવેમ્બર 2024: પાયોનિયર (NASDAQ: PAYO) નાણાંકીય ટેકનોલોજી કંપની જે દુનિયાના નાના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *