આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયાએ અમદાવાદમાં ‘મોટો વૉલ્ટ’ સુપરબાઈકનો શોરૂમ ખોલ્યો અને QJ મોટર, ઝોનેટ્સ અને મોટો મોરિની પર ખાસ તહેવારોની ઑફર્સ

Spread the love

  • મોટો વૉલ્ટ એ ભારતની એકમાત્ર મલ્ટિ-બ્રાન્ડ સુપરબાઈક ફ્રેન્ચાઈઝી છે 
  • મોટો વૉલ્ટ મોટો મોરિની, ઝોનેટ્સ અને QJ મોટરની સાથે બીજી વધુ વર્લ્ડ કલાસ બ્રાન્ડ ઓફર કરશે 
  • મોટો વૉલ્ટ શોરૂમમાં એપેરલ અને એસેસરીઝની એક ખાસ રેન્જ પણ પ્રદર્શિત કરવામાં આવે છે 

અમદાવાદ 24 નવેમ્બર 2024: પોતાની પ્રીમિયમ મોબિલિટી ઓફરિંગના સ્પેક્ટ્રમને વિસ્તૃત કરવા માટે મહાવીર ગ્રૂપની કંપની , આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (AARI) એ અમદાવાદમાં તેના નવીનતમ વેન્ચર – મોટો વૉલ્ટ, એક મલ્ટી-બ્રાન્ડ સુપરબાઈક ફ્રેન્ચાઈઝી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત કંપનીની સમગ્ર ભારતમાં કેટલાંય ટચપોઇન્ટ સ્થાપિત કરવાાની પ્રતિબદ્ધતાના અનુરૂપ છે જેથી કરીને સુનિશ્ચિત કરી શકાય કે દરેક ગ્રાહકને શ્રેષ્ઠ સુપરબાઇક અનુભવ મળે. 

“દાથાવાલા ઓટોમોટિવ પ્રાઈવેટ લિમિટેડ” ના બેનર હેઠળનો અત્યાધુનિક શોરૂમ ટાઇટેનિયમ સ્કવેર, સરખેજ – ગાંધીનગર હાઈવે, પટેલ સોસાયટી, જય અંબે નગર, થલતેજ, અમદાવાદ, ગુજરાત 380054. આ મોટો મોરિની, ઝોનેટ્સ અને QJ મોટર જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની સુપરબાઈક્સની વૈશ્વિક રેન્જનું પ્રદર્શન કરે છે. વધુમાં AARI પોતાની મલ્ટી-બ્રાન્ડ ફ્રેન્ચાઇઝીના માધ્યમથી વધુ વિશ્વ-સ્તરની બ્રાન્ડ્સ રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આઉટલેટ્સને એન્ડ-ટુ-એન્ડ સેલ્સ, સર્વિસ અને સ્પેયર સપોર્ટ ઓફર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જ્યારે એપેરલ અને એસેસરીઝની એક ખાસ રેન્જ પણ પ્રદર્શિત કરે છે.

આ પ્રસંગ પર બોલતા આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિકાસ ઝાબાખે જણાવ્યું હતું કે, “આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયામાં અમારા મુખ્ય પ્રયાસોમાંનો એક અમારા ગ્રાહકો સાથેના સંબંધો દ્વારા મૂલ્યોનું નિર્માણ કરવાનો છે. આ દિશામાં અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવા માટે અમે અમદાવાદમાં એક અનોખી મલ્ટી-બ્રાન્ડ સુપરબાઈક ફ્રેન્ચાઈઝી – મોટો વૉલ્ટ લોન્ચ કરવાની જાહેરાત કરતાં ગર્વ અનુભવીએ છીએ. આ લોન્ચ અમારા પ્રતિષ્ઠિત ગ્રાહકોને પ્રોડક્ટ, સેલ્સ અને સર્વિસ સપોર્ટની વ્યાપક રેન્જને વિસ્તારવા માટેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. સમગ્ર ભારતમાં મોટો વૉલ્ટ શોરૂમ શરૂ કરવા પાછળનું અમારું વિઝન એ સુનિશ્ચિત કરવાનું છે કે સુપરબાઈકના શોખીનોને વૈશ્વિક સ્ત પર જાણીતી બ્રાન્ડ્સ અને તેમની વિશિષ્ટ પ્રોડક્ટ્સનો અનુભવ મળે.”

નવી ડીલરશીપ લોન્ચ કરવા પર ટિપ્પણી કરતા મોટો વૉલ્ટ – અમદાવાદના ડીલર પ્રિન્સિપાલ શ્રી શનિલ હર્ષદકુમાર પડિયા એ   જણાવ્યું હતું કે, “અમને મોટો વોલ્ટ ઈન્ડિયા સાથે જોડાઈને આનંદ થાય છે. અમારા ગ્રાહક-લક્ષી અભિગમ સાથે અમે અમારા તમામ ગ્રાહકોને મુશ્કેલી-મુક્ત અને પ્રીમિયમ વેચાણ અને સેવાનો અનુભવ પૂરો પાડવાનો ધ્યેય રાખીએ છીએ કારણ કે મોટો વૉલ્ટ અમદાવાદના પ્રોફેશન્લસને કંપની દ્વારા વૈશ્વિક ધોરણો અનુસાર તાલીમ આપવામાં આવે છે, જેથી કરીને તેમને શ્રેષ્ઠ માલિકીનો અનુભવ કરાવી શકાય.”

મોટો વૉલ્ટ ગુજરાતના હૃદયમાં સુપરબાઈકિંગની રોમાંચક દુનિયાનો પરિચય કરાવતા આનંદ અનુભવે છે! અમે સમગ્ર ભારતમાં અમારું વિસ્તરણ પણ ફરી શરૂ કરી રહ્યા છીએ, એવા જોશાલી ભાગીદારોની શોધમાં છીએ જેઓ રાઇડિંગના અનુભવમાં ક્રાંતિકારી બદલાવ લાવવા માટેના અમારા જેવા પ્રેમને શેર કરતા હોય.

મોટો મોરિની

650cc મોટો મોરિની રેન્જમાં 4 મોડલ સામેલ છે: સિમેજ્જો રેટ્રો સ્ટ્રીટ, સિમેજ્જો સ્ક્રેમ્બલર, એક્સ-કેપ 650, અને એક્સ-કેપ 650X. એક્સ-કેપ 650 (ટૂરર)ની કિંમત હવે 5.99 લાખ રૂપિયા છે, જેમાં 1.31 લાખ રૂપિયાની બચત થશે, જ્યારે એક્સ-કેપ 650X (એડવેન્ચર) 6.49 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે, જેમાં 1.01 લાખ રૂપિયાની બચત થશે.

ઝોનેટ્સ

પોતાની નવીન ડિઝાઇન માટે જાણીતી ઝોનેટ્સ બાઈકની શરૂઆતની કિંમત 2.79 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, ભારત) છે, જેમાં 20,000 રૂપિયા સુધીના વિશિષ્ટ સર્વિસ લાભ સામેલ છે. 350cc રેન્જમાં 5 મોડલનો સમાવેશ થાય છે: 350R, 350X, GK350, 350T, અને 350T ADV.

QJ મોટર

SRC 250, SRC 500, SRV 300 અને SRK 400 સહિત QJ મોટર લાઇનઅપની કિંમત 1.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે વિન્ટેજ આકર્ષણ અને આધુનિક ટેકનોલોજીનું મિશ્રણ ઓફર કરે છે. SRC 250ની કિંમત હવે 30,000 રૂપિયાના લાભ સાથે ₹1.49 લાખ છે, જ્યારે SRC 500 40,000 રૂપિયાની બચત કરીને 1.99 લાખ  રૂપિયામાં ઉપલબ્ધ છે.

વધુ માહિતી માટે, motovault.com ની મુલાકાત લો.


Spread the love

Check Also

એમેઝોન બિઝનેસે 21 નવેમ્બરથી 06 ડિસેમ્બર સુધી બિઝનેસ વેલ્યૂ ડે સેલની જાહેરાત કરી; બિઝનેસ કસ્ટમર માટે 70% છૂટ અને રૂ. 9,999 સુધીના કૅશબેક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવશે

Spread the loveબિઝનેસ વેલ્યૂ ડે 16 દિવસની ઇવેન્ટ છે, જે બિઝનેસ ગ્રાહકોને લેપટોપ, એપ્લાયન્સિસ, સ્માર્ટ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *