આદિશ્વર ઓટો રાઇડ દ્વારા તેની બેનેલી અને ઝોન્ટેસ સુપરબાઇક્સની ગ્લોબલ રેન્જ પર વિશેષ ઑફર્સની જાહેરાત

Spread the love

 

  • ઝોનેટ્સની સમગ્ર 350cc લાઇન-અપ પર ₹20,000ની કિંમતની 2 વર્ષની કોમ્પ્લિમેન્ટરી સર્વિસ ઑફર આપવામાં આવે છે
  • બેનેલી TRK 502 અને TRK 502X પર ₹30,000ની કિંમતની 2 વર્ષની કોમ્પ્લિમેન્ટરી સર્વિસ આપવામાં આવે છે

હૈદરાબાદ 16 સપ્ટેમ્બર 2024: ભારતની અગ્રણી સુપર બાઇક બ્રાન્ડ્સમાંની એક આદિશ્વર ઓટો રાઇડ ઇન્ડિયા પ્રા. લિમિટેડે (AARI) તેમની બેનેલી અને ઝોન્ટેસ સુપર બાઇકની ખરીદી પર વિશિષ્ટ સર્વિસ લાભો આપીને તહેવારોની સિઝનની તૈયારી કરી છે.

સાહસિક સવારી પસંદ કરનારાઓને, તહેવારોની આ સિઝનમાં ₹30,000*ની કિંમતની 2 વર્ષની કોમ્પ્લિમેન્ટરી સર્વિસ સાથે, બેનેલીની આઇકોનિક TRK મોડલ રેન્જના માલિક બનવાની અજેય તક મળી રહી છે. તેની કિંમત ₹5.85 લાખ*થી શરૂ થાય છે.

તહેવારોની ઉજવણીમાં સામેલ કરાયેલી ઝોનેટ્સ, તેની ઇનોવેટિવ ડિઝાઇન અને ઉચ્ચ-સ્તરની વિશેષતાઓ માટે પ્રખ્યાત છે. ગ્રાહકો હવે 350R, 350X, GK350, 350T અને 350T ADV સહિત ઝોનેટ્સના 350cc મોડલની રેન્જની ખરીદી પર ₹20,000*ની કિંમતની 2 વર્ષની કોમ્પ્લિમેન્ટરી સર્વિસનો લાભ લઈ શકે છે. તેની કિંમતો ₹2.79 લાખ*થી શરૂ થાય છે.

તમારી નજીકની અધિકૃત ડીલરશીપની મુલાકાત લઈને આ આકર્ષક ઑફર્સનો મહત્તમ લાભ ઉઠાવો. આદિશ્વર ઓટો રાઇડ ઇન્ડિયા સાથે આ તહેવારોની સિઝનની ઉજવણી કરો!

*નિયમો અને શરતો લાગુ.


Spread the love

Check Also

ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન ના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યોની વર્ષ ૨૦૨૫-૨૬ માટે નિમણૂંક બાબત

Spread the love સવિનય જણાવવાનું કે ઇન્કમટેક્ષ બાર ઍસોસીએશન, અમદાવાદ ની તા. ૧૬/૦૫/૨૦૨૫ ના રોજ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *