સ્ટડી ગ્રુપના યુકે યુનિવર્સિટી ડિસ્કવરી ડેને અદભુત પ્રતિસાદઃ ગુજરાતમાં સેંકડો વિદ્યાર્થીઓએ અગ્રણી યુકે યુનિવર્સિટીઓમાં ભણવાના વિકલ્પો જોયા અને મૂલ્યવાન ઈનસાઈટ્સ પ્રાપ્ત કરી

Spread the love

મુખ્ય હાઈલાઈટ સ્ટાર સ્પીકર આઈએચઈ ખાતે બોર્ડના અધ્યક્ષ શ્રી જેમ્સ પિટમેન દ્વારા માહિતીસભર સત્ર હતું, જેમણે વિદ્યાર્થીઓને યુકેમાં શૈક્ષણિક પ્રવાસમાં આગળ કઈ રીતે વધવું તે વિશે માર્ગદર્શન આપ્યું હતું.

નવી દિલ્હી, જૂન24, 2024: – આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સફળતા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં વૈશ્વિક આગેવાન સ્ટડી ગ્રુપ દ્વારા તાજેતરમાં 13 જૂને, સુરત, 15 જૂને વડોદરા અને 16 જૂને અમદાવાદ સહિત ગુજરાતનાં ત્રણ મુખ્ય શહેરમાં બહુપ્રતિક્ષિત ભવ્ય યુકે યુનિવર્સિટી ડિસ્કવરી ડે ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ બહુશહેરી ઈવેન્ટમાં યુનાઈટેડ કિંગડમમાં ઉચ્ચ શિક્ષણની તકોનો લાભ લેવા માર્ગર્શન માટે સેંકડો ઊભરતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને નોકરિયાત વ્યાવસાયિકોને આકર્ષતાં અદભુત સફળતા મળી હતી.

ડિસ્કવરી ડેના વ્યાપક એજન્ડાએ વિદ્યાર્થીઓને વન-ઓન-વન પર્સનલાઈઝ્ડ કાઉન્સેલિંગ સત્રો અને શૈક્ષણિક માર્ગ પર ઊંડાણથી માહિતી, અભ્યાસક્રમોની પસંદગી, સ્કોલરશિપની તકો વગેરે વિશે ઊંડાણથી માહિતી આપી હતી. આ ઈવેન્ટની એક મુખ્ય હાઈલાઈટ એ હતી કે આઈએચઈ ખાતે બોર્ડના અધ્યક્ષ શ્રી જેમ્સ પિટમેનની આગેવાનીમાં માહિતીસભર સત્ર લેવાયું હતું, જેના થકી વિદ્યાર્થીઓને યુકેમાં તેમના શૈક્ષણિક પ્રવાસમાં આગળ વધવા માટે મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું હતું.

અગ્રણી યુકે યુનિવર્સિટીઓ, જેમ કે, યુનિવર્સિટી ઓફ હડર્સફિલ્ડ, ટીસ્સાઈડ યુનિવર્સિટી, લિવરપૂલ જોન મૂર્સ યુનિવર્સિટી અને અન્યોએ બૂથ સ્થાપિત કર્યાં હતાં, જેના થકી વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સાથે રૂબરૂ આદાનપ્રદાન કરવાનો મોકો મળ્યો હતો. આને કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયાઓ, અભ્યાસક્રમો, સ્કોલરશિપ, કેમ્પસ જીવન, નવીનતમ પ્રવાહો, વિઝા નિયમન વગેરેમાં ફર્સ્ટ- હેન્ડ ઈનસાઈટ્સ મળી હતી. ઉપરાંત ઈવેન્ટે વિદ્યાર્થીઓને તેમનાં વ્યાવસાયિક નેટવર્કને વિસ્તારવાની ઉત્તમ તક મળી હતી.

સ્ટડી ગ્રુપના સાઉથ એશિયાના રિજનલ ડાયરેક્ટર શ્રી કરણ લલિતે જણાવ્યું હતું કે, “અમને ગુજરાતમાં પ્રાપ્ત અતુલનીય પ્રતિસાદથી બેહદ ખુશી છે. અમારું લક્ષ્ય વિદ્યાર્થીઓને વ્યાપક ટેકો  અને યોગ્ય સાધનો આપીને યુકેમાં અભ્યાસ કરવા વિશે સુમાહિતગાર નિર્ણયો લેવા માટે સશક્ત બનાવવાનું છે. ઈવેન્ટે બ્રિટિશનું શિક્ષણ અને તેના વૈશ્વિક માનના ભરપૂર મૂલ્યને દર્શાવ્યું હતું.”

25+ વર્ષની નિપુણતા, પર્સનલાઈઝ્ડ અભિગમ, સિદ્ધ ટ્રેક રેકોર્ડ અને વ્યાપક સેવાઓ સાથે સ્ટડી ગ્રુપે તેમની શૈક્ષણિક આકાંક્ષાઓ હાંસલ કરવામાં ગુજરાતમાં વિદ્યાર્થીઓને સહાય કરવા માટે તેની કટિબદ્ધતા પર ભાર આપ્યો હતો.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *