નેસ્લે ઇન્ડિયાએ વેચાણમાં ડબલ ડિજીટ વૃદ્ધિ નોંધાવી

Spread the love

નેસ્લે ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આજે નાણાંકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામોને મંજૂરી આપી

નાણાંકીય પરિણામો પર ટિપ્પણી કરતા નેસ્લે ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનીષ તિવારીએ જણાવ્યું હતું કે, “મને એ જણાવતા આનંદ થાય છે કે સ્થાનિક વેચાણમાં ડબલ ડિજીટમાં વૃદ્ધિ નોંધાવી છે, જેનું મુખ્ય કારણ વોલ્યુમ ગ્રોથ છે. ચારમાંથી ત્રણ પ્રોડક્ટ ગ્રૂપે મજબૂત વોલ્યુમના આધાર પર ડબલ ડિજીટમાં વૃદ્ધિ નોંધાવી છે. અમારું સ્થાનિક વેચાણ 5,411 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે કોઈપણ ક્વાર્ટરમાં અત્યાર સુધીનું સૌથી વધુ છે. હું અમારા કર્મચારીઓની પ્રતિબદ્ધતા અને દ્રઢ સંકલ્પ માટે આભાર માનું છું.”

ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દરોમાં તાજેતરમાં જાહેર થયેલ સંશોધન ગ્રાહકો માટે એક સકારાત્મક પગલું છે. તેનાથી વપરાશને પ્રોત્સાહન મળશે, પોષણક્ષમતા વધશે અને FMCG ક્ષેત્ર અને અર્થતંત્રના સમગ્ર વિકાસમાં ફાળો મળશે તેવી અપેક્ષા છે. અમે અમારા ભાગીદારો, ડિસ્ટ્રીબ્યુટર્સ, જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વિક્રેતાઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ, જેથી અમારા પ્રોડક્ટસ ગ્રૂપમાં સુધારેલા GST દરોના લાભો અમારા ગ્રાહકો સુધી પહોંચાડી શકાય.

કન્ફેક્શનરી પ્રોડક્ટ ગ્રુપે નોંધપાત્ર વોલ્યુમ વૃદ્ધિને કારણે મજબૂત ડબલ ડિજીટના દરે વૃદ્ધિ કરી. કિટકેટ સૌથી મોટો ગ્રોથ ડ્રાઇવર રહ્યો અને તેણે બજાર હિસ્સામાં સતત વધારો કર્યો. સમગ્ર વિશ્વમાં ભારત નેસ્લે માટે બીજું સૌથી મોટું કિટકેટ બજાર રહ્યું છે. કિટકેટના આંકડાકીય ડિસ્ટ્રીબ્યુશન વિસ્તરણ, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોએ આ વૃદ્ધિમાં ફાળો આપ્યો. મંચ અને મિલ્કીબાર પણ ડબલ ડિજીટના દરથી વૃદ્ધિ પામ્યા.

પાવડર અને લિક્વિડ બેવરેજીસ પ્રોડક્ટ ગ્રુપે બીજા ક્વાર્ટરમાં હાઇ ડબલ-ડિજીટ વૃદ્ધિ નોંધાવી. નેસકાફે એ કોફી કેટેગરીમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો, બજારમાં પોતાનો હિસ્સો વધાર્યો અને ઘરોમાં પોતાની પહોંચ વધારી.
તૈયાર ડીશ અને કુકિંગ એડ્સ પ્રોડક્ટ ગ્રુપે વોલ્યુમ વૃદ્ધિમાં ઝડપી વધારો થવાને કારણે ડબલ ડિજીટમાં મજબૂત મૂલ્ય વૃદ્ધિ નોંધાવી. મેગી નૂડલ્સે ડબલ ડિજીટમાં વોલ્યુમ વૃદ્ધિ નોંધાવી, જ્યારે મસાલા-એ-મેજિકે તેની મજબૂત વૃદ્ધિ યથાવત રાખી.

મિલ્ક પ્રોડક્ટસ અને ન્યુટ્રિશીયન પ્રોડક્ટ ગ્રૂપનો દેખાવ મિશ્ર રહ્યો હતો, જેમાં કેટલાક સેગમેન્ટમાં વૃદ્ધિ જોવા મળી હતી જ્યારે અન્ય સેગમેન્ટમાં ધીમું પ્રદર્શન જોવા મળ્યું હતું. તેમ છતાં કેટલાક સેગમેન્ટમાં સુધારા તરફી ટ્રેન્ડથી અમને પ્રોત્સાહન મળ્યું છે.

પેટ ફૂડ બિઝનેસે ઉચ્ચ ડબલ ડિજીટમાં વૃદ્ધિ નોંધાવી છે, જે નેસ્લે ઇન્ડિયા બિઝનેસમાં એકીકરણ થયા પછીનું અત્યારસુધીનું સૌથી વધુ ટર્નઓવર છે. PURINA FRISKIES કેટ ફૂડ બ્રાન્ડે બે નવા વેરિઅન્ટ લોન્ચ કર્યા: મીટી ગ્રિલ્સ અને ઇન્ડોર ડિલાઇટ્સ.

નેસ્લે પ્રોફેશનલ આઉટ-ઓફ-હોમ (OOH) બિઝનેસે મજબૂત ડબલ ડિજીટમાં વૃદ્ધિ દર્શાવી. આ ફૂડ એન્ડ બેવરેજ સેકટરની અંદર ઓપરેટરની જરૂરિયાતો માટે એક વ્યાપક સોલ્યુશવ પ્રોવાઇડર તરીકે તેના પોર્ટફોલિયોને વિકસાવવા માટેના બિઝનેસ સમર્પણને પ્રતિબિંબિત કરે છે. ભારત આ ઝોનમાં નેસ્લે OOH બિઝનેસ માટે સૌથી ઝડપથી વિકસતું બજાર છે અને હવે ઝોન એશિયા, ઓશનિયા અને આફ્રિકામાં આકારની દ્રષ્ટિએ બીજા નંબરનું સૌથી મોટું બજાર છે.

અમારા ગ્રાહકોને સેવા આપવા માટે અમારી પાસે ઓમ્નિ-ચેનલ અભિગમ છે, જે સુનિશ્ચિત કરે છે કે અમારી બ્રાન્ડ્સ ગ્રાહકો માટે સૌથી અનુકૂળ સ્થળો અને ચેનલો પર ઉપલબ્ધ છે. ઈ-કોમર્સે તેની વૃદ્ધિ ગતિ જાળવી રાખી, જેને ઉત્સવના અનલોક, થીમેટિક હસ્તક્ષેપો અને KITKAT ડિલાઈટ્સ રેન્જ અને MAGGI ડબલ મસાલા જેવી નવી પ્રોડક્ટના લોન્ચથી સમર્થન મળ્યું. ખાસ કરીને ઈ-કોમર્સમાં મુખ્ય પ્લેટફોર્મ્સ સાથે ઉપલબ્ધતા અને વ્યૂહાત્મક ભાગીદારી સુનિશ્ચિત કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને આ ગતિ વધુ મજબૂત બની.

મને તમને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતની સાણંદ ફેક્ટરીમાં નવી મેગી નૂડલ્સ પ્રોડક્શન લાઇનનો ઉમેરો ભારતમાં પ્રોડક્ટ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ઝડપથી બદલાતી, જટિલ અને રોમાંચક દુનિયામાં પગ મૂકતા, અમે હાઇ-ક્વોલિટી પ્રોડક્ટસ પહોંચાડવાનું ચાલુ રાખીને અમારા ગ્રાહકો પર નિશ્ચિતપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમારા પ્રવેશ-આધારિત વોલ્યુમ ગ્રોથ સ્ટ્રેટેજી એ ખાતરી કરે છે કે અમે વિવિધ ભૌગોલિક ક્ષેત્રો અને પ્લેટફોર્મ પર હાજર રહીએ જેથી કરીને અમારી પ્રોડક્ટસ ગ્રાહકો જ્યાં પણ હોય ત્યાં સુલભ હોય. ગ્રાહકોની જરૂરિયાતોને સમજવાની આ પ્રતિબદ્ધતા અમને ભવિષ્ય માટે તૈયાર રહેવા માટે પ્રેરિત કરે છે, જે અમને અમારી પરિવર્તન યાત્રાની શરૂઆત કરતા પડકારોને અવસરમાં રૂપાંતરિત કરવા સક્ષમ બનાવે છે.

આ વિઝનને ટેકો આપવા માટે, અમે બ્રાન્ડ્સ અને મેન્યુફેકચરિંગ ક્ષમતામાં અમારા રોકાણોને વેગ આપીને વૃદ્ધિમાં રોકાણ કરીશું અને એવી નવીનતા લાવીશું જે વધુ સાહસિક, મોટા અને શ્રેષ્ઠ હોય. અમારા બધા પ્રયાસોમાં અમે ‘ઝડપી, કેન્દ્રિત, લવચીક’ રહીશું. બજારની ગતિશીલતા પ્રમાણે પોતાને ઢાળતા રહીશું.

નેસ્લે ઇન્ડિયામાં પોતાની દ્રઢ, મહેનતુ અને ઉત્સાહી ટીમની સાથે, હું અમારા ગ્રાહકો, ભાગીદારો, શેરધારકો અને માનનીય બોર્ડ પ્રત્યે તેમના વિશ્વાસ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું તમારા બધાની સાથે મળીને આપણા સહિયારા મૂલ્યો અને મહત્વાકાંક્ષાઓ તરફ કામ કરવા માટે આતુર છું. નેસ્લે ઇન્ડિયાના સુકાન પર મારું પ્રથમ ક્વાર્ટર પૂર્ણ કર્યા બાદ હું આ મહત્વપૂર્ણ સફર પર તમારા આશીર્વાદ ઇચ્છું છું કારણ કે અમે એક એવું ભવિષ્ય બનાવી રહ્યા છીએ જે અમારા સામૂહિક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.”

નાણાકીય હાઇલાઇટ્સ: ક્વાર્ટર 2, 2025-26

  • કુલ વેચાણ રૂ.5630.2 કરોડ
  • કુલ વેચાણ વૃદ્ધિ 10.9%, સ્થાનિક વેચાણ વૃદ્ધિ 10.8%
  • EBITDA વેચાણના 22.0%
  • કર પછીનો નફો રૂ.753.2 કરોડ
  • શેર દીઠ કમાણી (EPS) રૂ.3.90. ગયા વર્ષના સમાન સમયગાળામાં EPS રૂ.3.88 હતો, જે તે સમયગાળામાં અપવાદરૂપ જાહેર કરાયેલ રૂ.290.8 કરોડની બિઝનેસ ડિવેસ્ટિચર આવકના નોંધપાત્ર હકારાત્મક પ્રભાવને સામેલ કરવામાં આવ્યો નથી.

બિઝનેસ કોમેન્ટ – ક્વાર્ટર 2, 2025-26:

  • ઈ-કોમર્સ: ઉત્સવના એકીકરણ, પ્રોડક્ટસ લોન્ચ, ટાર્ગેટેડ ડિમાન્ડ જનરેશન અને સુધારેલ પ્લેટફોર્મ ઉપલબ્ધતા દ્વારા સમર્થિત ક્વિક કોમર્સમાં વેગ જોવા મળ્યો.
  • સંગઠિત વેપાર: તહેવારો દરમ્યાન સક્રિયતા અને નવી પ્રોડકટ લોન્ચના કારણે વિવિધ રેન્જમાં મજબૂત વ્યાપક-આધારિત વૃદ્ધિ થઈ.
  • આઉટ ઓફ હોમ (OOH): ઇનોવેશનનું વિસ્તરણ થયું. કિટકેટનો પ્રસાર શેફ અને ડેઝર્ટ ચેઇન ઓપરેટર્સની વચ્ચે ઝડપથી વધ્યો. અગ્રણી વૈશ્વિક અને રીજનલ શ્રૃંખલાઓની સાથે ભાગીદારી કરી અને ‘મેડ વિથ કિટકેટ’ રેન્જ રજૂ કરી, જે નવા વપરાશના પ્રસંગોમાં વિસ્તાર કરી રહી છે.
  • નિકાસ: વિભિન્ન પ્રોડક્ટ ગ્રૂપમાં મજબૂત માંગને કારણે હાઇ ડબલ ડિજીટમાં વૃદ્ધિ નોંધાવી. મેગી નૂડલ્સ અને તેના વિભિન્ન વેરિયન્ટસનું સતત પ્રદર્શન ચાલુ રાખ્યું. મધ્ય પૂર્વમાં નેસ્કાફે બલ્કનો વિસ્તાર કરીને અમારા પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો. સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, સિંગાપોર અને ન્યુઝીલેન્ડમાં નેસ્કાફે સનરાઇઝને રજૂ કર્યું. સિંગાપોરમાં કિટકેટ રેન્જ શરૂ કરી અને શ્રીલંકામાં MILKMAID Doypack રજૂ કર્યું.

પ્રોડક્ટ ગ્રુપ પર્ફોર્મન્સ (ડોમેસ્ટિક) – ક્વાર્ટર 2, 2025-26:

  • તૈયાર ડીશ અને કુકિંગ માટે સહાયક સામગ્રી: મેગી ડબલ મસાલા અને મેગી સ્પાઈસી રેન્જના ડિજિટલ-પ્રથમ લોન્ચથી શહેરી ગ્રાહકો માટે મૂલ્યવર્ધિત પોર્ટફોલિયો બનાવવાનું ચાલુ રહ્યું. મેગી નુડલ્સ પોર્ટફોલિયો માટે લક્ષિત મૂલ્ય નિર્ધારણ સ્ટ્રેટેજીએ ગ્રામીણ વિસ્તારોમાં બજાર હિસ્સો વધાર્યો. મીડિયા ખર્ચમાં વધારો થવાથી બ્રાન્ડ ઇક્વિટીમાં વધારો થયો અને ચોમાસાની ઋતુ સાથે સંકળાયેલા સંવેદનાત્મક અનુભવોનો લાભ ઉઠાવ્યો. મસાલા-એ-મેજિકે મીડિયા પહેલ, સેમ્પલિંગ અને ડિજિટલ ઇકોસિસ્ટમમાં વિસ્તૃત રેસીપી બેઝ દ્વારા ઘરગથ્થુ પ્રવેશને વિસ્તૃત કરીને તેનું ધ્યાન જાળવી રાખ્યું.
  • મિલ્ક પ્રોડક્ટ એન્ડ ન્યુટ્રિશિયન: મિલ્કમેઇડે મજબૂત વૃદ્ધિ નોંધાવી. નાના બાળકોની મિલ્ક પ્રોડક્ટસે બજાર હિસ્સામાં વધારા સાથે મજબૂત પ્રદર્શન કર્યું.
  • કન્ફેક્શનરી: ગ્રામીણ ક્ષેત્રોમાં ઝડપી, પ્રીમિયમાઇઝેશન અને ઝડપથી વધતા ક્વિક કોમર્સના લીધે ઘેર-ઘેર પહોંચવામાં વધારો જોવા મળ્યો. સોલ્ટેડ કારમેલ અને હેઝલનટ વેરિઅન્ટ્સના લોન્ચ સાથે પ્રીમિયમ કિટકેટ ડિલાઇટ્સ રેન્જનો વિસ્તાર કર્યો. પોલો શેરબેગ લોન્ચ કર્યો.
  • પાવડર અને લિક્વિડ બેવરેજીસ: સસ્તા દરમાં ઉપલબ્ધ પેક્સના કારણે થયેલી જબરદસ્ત વૃદ્ધિએ આ રેન્જમાં ગ્રાહકોને આકર્ષિત કર્યા છે, જ્યારે નેસ્કાફે એ રોસ્ટરી જેવી પ્રીમિયમ ઓફરો પ્રીમિયમ કોફી અનુભવ ઇચ્છતા ગ્રાહકોની વચ્ચે અપગ્રેડ લાવી રહ્યા છે. પ્રીમિયમ સેગમેન્ટમાં નેસ્પ્રેસ્સો હવે એમેઝોન પર આ સિવાય નેસ્પ્રેસ્સો વેબસાઇટ અને દિલ્હીમાં નેસ્પ્રેસ્સો બુટિક પર પણ ઉપલબ્ધ છે. નેસ્કાફે RTD એ મજબૂત વૃદ્ધિ પ્રદાન કરવાનું ચાલુ રાખ્યું.

કોમોડિટી આઉટલુક:
તહેવારોની સિઝન પછી દૂધના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે, જે ફ્લશ સીઝનની શરૂઆત સાથે સુસંગત છે. કોફીના ભાવ સ્થિર થવાની ધારણા છે અને વિયેતનામ અને ભારતમાં આગામી પાક સામાન્ય દેખાતા હોવાથી તેમાં ઘટાડો થઈ શકે છે. છેલ્લા બે વર્ષમાં માંગમાં થયેલા સુધારાને કારણે મુખ્યત્વે કોકો માટે વૈશ્વિક પુરવઠો અને માંગ સંતુલિત રહેવાનો અંદાજ છે. ખાદ્ય તેલના ભાવ સ્થિર રહેવાની ધારણા છે અને વૈશ્વિક સ્તરે માંગ અને પુરવઠામાં ઘટાડાને કારણે વધુ વધી શકે છે.

મહત્વનું નિવેદન:
આ પ્રેસ રિલીઝમાં વ્યકત કરાયેલા નિવેદનો, ખાસ કરીને જે કંપનીના દ્રષ્ટિકોણથી સંબંધિત છે તથા કંપનીના પ્રક્ષેપણો, આકરણી અને અપેક્ષાઓનું વર્ણન કરે છે, જે કંપનીના લાગુ કાયદા અને નિયમોના અર્થમાં ‘ફોરવર્ડ લુકિંગ સ્ટેટમેન્ટ’ના અર્થમાં માની શકાય છે. વાસ્તવિક પરિણામો સંજોગોના આધારે નિવેદનમાં વ્યક્ત અથવા ગર્ભિત પરિણામોથી ઘણા અલગ હોઈ શકે છે.


Spread the love

Check Also

છ મહિનાની ગર્ભવતી મહિલા, પછી થયો મોઢાના કેન્સરનો નિદાન… HCG કેન્સર સેન્ટર વડોદરાએ બચાવ્યા બે જીવ

Spread the loveવડોદરા, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | ગર્ભાવસ્થા દરમિયાન કેન્સરનું નિદાન થવું અત્યંત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *