RNLIC Stacked Logo

RNLICએ 5.1 લાખથી વધુ પાર પોલિસીધારકોને લાભ કરતા રૂ. 346 કરોડના બોનસની ઘોષણા કરી

Spread the love

નવી પાર પ્રોડક્ટ RNL STAR લોન્ચ કરી, જે ચડીયાતા ગ્રાહક વળતર અને લાઇફ સ્ટેજ સોલ્યુશન્સની તેની પ્રતિબદ્ધતાને વેગ આપે છે 

મુંબઇ, 27 જૂન, 2024: રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમીટેડએ FY24 માટે પોતાના પાર્ટિસિપેટીંગ પોલીધારકો માટે રૂ. 346 કરોડનું બોનસ જાહેર કર્યુ છે. કંપનીએ નીચે જણાવેલ બાબતોમાં FYમાં તંદુરસ્ત નાણાંકીય પ્રદર્શન દર્શાવ્યુ છે:

  • નવી વેચાયેલ પોલિસીઓમાં 22%ની વૃદ્ધિ.
  • ઇન્ડિવિડ્યૂઅલ ન્યુ બિઝનેસ પ્રિમીયમમાં 10%ની વૃદ્ધિ
  • AUMમાં 16%ની વૃદ્ધિ અને
  • 13માં મહિના 5%ની સાતત્યતા

કંપનીએ FY23ની તુલનામાં 84% વૃદ્ધિ સાથે કરપૂર્વેનો નફો રૂ. 198 કરોડ જાહેર કર્યો છે.

જાહેરાત અનુસાર, 31 માર્ચ 2024ના રોજ દરેક લાયક પાર્ટિસિપેટીંગ પોલિસીઓને આ બોનસની જાહેરાતથ લાભ થયો છે. કંપની છેલ્લા 23 વર્ષથી સતત બોનસ જાહેર કરી રહી છે જે ગ્રાહકોને તેમના પ્રીમિયમની નિયમિત ચૂકવણી કરવા અને પોલિસીની સમગ્ર મુદત દરમિયાન રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. પાર્ટિસિપેટીંગ ફંડનું મજબૂત પ્રદર્શન ઇક્વિટીમાં સારી વ્યૂહાત્મક સંપત્તિ ફાળવણીને આભારી હોઈ શકે છે, જેણે વ્યાપક બજારની તુલનામાં નોંધપાત્ર રીતે ઉચ્ચ પ્રદર્શન આપ્યું છે. વધુમાં, અમારા ફ્લેગશિપ ULIP ઇક્વિટી ફંડ 3માં પણ મજબૂત કામગીરી જોવા મળે છે જેણે 26.4% વળતર આપ્યું છે, જે NIFTY 50 બેન્ચમાર્કને પાછળ રાખી છે*.

બોનસની જાહેરાત કરતા રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સના ઇડી અને સીઇઓ શ્રી આશિષ વોહરાએ જણાવ્યું હતુ કે, “અમે સાતત્યપૂર્ણ પ્રદર્શન, મજબૂત રોકાણ વ્યવસ્થાપન અને ઓપરેટિંગ કાર્યક્ષમતા પર તીક્ષ્ણ ફોકસ દ્વારા અમારા ગ્રાહકો માટે મૂલ્ય નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી, કંપની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા ગ્રાહક આનંદ, વિતરક સંતોષ અને કર્મચારીઓની સંલગ્નતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ પહેલોએ છેલ્લે સુધી પહોંચવામાં મદદ કરી છે જે અમને ગુણવત્તા પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને અમારા હાલના બજારોમાં વધુ ઊંડે સુધી પ્રવેશવા માટે પરવાનગી આપે છે, જે તંદુરસ્ત પ્રદર્શન પરિણામો તરફ દોરી જાય છે.”

ચડીયાતુ ગ્રાહક મૂલ્ય ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, કંપનીએ તાજેતરમાં એક નવું પાર્ટિસિપેટીંગ ઉત્પાદન, રિલાયન્સ નિપ્પોન લાઇફ સ્માર્ટ ટોટલ એડવાન્ટેજ રિટર્ન (RNL STAR) લોન્ચ કર્યું છે, જે આવકના બીજા પ્રવાહ, બાળકોનું શિક્ષણ, નિવૃત્તિ, અથવા વારસાની રચના જેવા જીવન તબક્કાના ઘણા ઉકેલો ઉકેલી શકે છે.

 


Spread the love

Check Also

સત્યા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના લોકો માટે મફત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Spread the loveસત્યા શક્તિ ફાઉન્ડેશને સત્યા માઇક્રોકેપિટલ લિમિટેડ સાથે મળીને મફત મેગા હેલ્થ ચેક-અપ અભિયાનનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *