Swastika Ghosh of U Mumba T in action during the match played between U Mumba TT and Ahmedabad SG Pipers in the Ultimate Table Tennis League - Season 6 held at EKA Arena in Ahmedabad on 2nd June 2025. Photos : Ankur Salvi / Focus Sports / UTT

યુ મુમ્બા એ અમદાવાદ એસજી પાઈપર્સ વિરુદ્ધ પ્રથમ જીત મેળવી

Spread the love

અમદાવાદ ૦૨ જૂન ૨૦૨૫: યુ મુમ્બા ટીટીએ શાનદાર અંદાજમાં વળતી લડત આપતા વેસ્ટર્ન ડર્બીમાં અમદાવાદ એસજી પાઈપર્સને 10-5થી મહાત આપી હતી. વર્લ્ડ નંબર-12 બર્નાડેટ સ્ઝોક્સ, લિલિયન બર્ડેટ અને યશસ્વની ઘોરપડે એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. લિલિયન બર્ડેટ એ પ્રથમ મુકાબલામાં સ્નેહિત સુરવજ્જુલાને 2-1 (11-4, 11-9, 4-11)થી હરાવ્યું, જે પછી યશસ્વની ઘોરપડે એ અહિકા મુખર્જીને 2-1 (8-11, 11-7, 11-4)થી મહાત આપી હતી. આકાશ પાલ/સ્ઝોક્સે રિકાર્ડો વોલ્થર/અયહિકા મુખર્જીની જોડીને 2-1 (11-4, 10-11, 11-6)થી હરાવી. જે પછી આકાશ પાલ રિકાર્ડો વૉલ્થર સામે 1-2 (11-8, 6-11, 5-11)થી હાર્યો. બર્નાડેટ સ્ઝોક્સે જ્યોર્જીયા પિકોલીનને 3-0 (11-4, 11-10, 11-9)થી હરાવી હતી.


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *