પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ઉત્તર પ્રદેશના નિર્માણાધીન ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ પર 24 કલાકમાં રોડ નિર્માણ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Spread the love

» હરદોઈ અને ઉન્નાવ વચ્ચે રેકોર્ડબ્રેક સમયમાં બનાવ્યો 6-લેન એક્સપ્રેસવે
» ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા માન્યતા પ્રાપ્ત
» 34.24 લેન કિલોમીટરની લંબાઈ

નેશનલ 20 મે 2025: પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ., (પટેલ) ગુજરાત, દેશના બાંધકામ ક્ષેત્રમાં ફાળો આપનારા અગ્રણીઓમાંથી એકે, 6 લેનવાળા ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટના સૌથી ઝડપી બાંધકામ માટે વર્લ્ડ રેકોર્ડ બનાવીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે, જો કે કોઇ રાજ્યની માલિકીવાળો ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે, જે ઉત્તર પ્રદેશના ગતિશીલ અને સ્વપ્નદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે.

આ વર્લ્ડ રેકોર્ડની અંતર્ગત 24 કલાકની અંદર નોન-સ્ટોપ કાર્ય કરતાં 20,105 મેટ્રિક ટન બિટ્યુમિનસ કોંક્રિટના ઉપયોગથી 1,71,210 ચોરસ મીટરનો વિસ્તાર આવરી લઇ 34.24 કિલોમીટર પર બિટ્યુમિનસ ક્રોંકિટ પાથરવામાં આવ્યો તથા પટેલ એન્સિલરી કંપની રોડ શિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 10 કિમીના મેટલ બીમ ક્રેશ બેરિયરનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું. આ સિદ્ધિને ત્રણ મુખ્ય પ્રતિષ્ઠિત સંસ્થાનો – ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર રીતે માન્યતા અને પ્રમાણિત કરવામાં આવી છે.

UPEIDA (ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી)ના સીઈઓ શ્રી મનોજ કુમાર સિંહના વિઝન અને દેખરેખ હેઠળ આ વર્લ્ડ રેકોર્ડ શક્ય બન્યો હતો. સ્થાનિક અને રાજ્ય સત્તાવાળાઓના સંપૂર્ણ સમર્થન સાથે – આ મહત્વપૂર્ણ માર્ગનું પૂર્ણ થવું સ્થાનિક ક્ષેત્ર અને ઉત્તર પ્રદેશ રાજ્ય બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે રાષ્ટ્રીય સંપર્કને સુદ્રઢ કરવાના અને પ્રાદેશિક વિકાસને વધારવામાં ઉલ્લેખનીય ભૂમિકા નિભાવશે.

આ રેકોર્ડ-સ્થાપિત કરવાનો પ્રયાસ પ્રતિષ્ઠિત ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ (ગ્રુપ-3) પર થયો, જે અદાણી રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ (ARTL)નો એક પ્રોજેક્ટ છે. જેનું નેતૃત્વ હરદોઇ અને ઉન્નાવ જિલ્લાઓની વચ્ચે UPIDA (ઉત્તર પ્રદેશ એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા કરાયું છે. આ કામગીરી 17 મે, 2025ના રોજ બરાબર સવારે 5:00 વાગ્યે શરૂ થઈ હતી અને લક્ષ્ય પ્રમાણે 18 મે, 2025 ના રોજ બરાબર સવારે 5:00 વાગ્યે પૂરી થઈ હતી. 24 કલાકની અંદર તેને સફળતાપૂર્વક તૈયાર કરવા માટે એન્જિનિયરો, આધુનિક મશીનરી, મટિરિયલ્સ અને કુશળ મજૂરોના અદભુત સમન્વય અને પ્રતિબદ્ધતાની સાથે કાર્ય કર્યું.

પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, “આવી ભવ્ય સિદ્ધિઓ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો અમને ગર્વ છે. આ માત્ર એક રેકોર્ડ નથી પરંતુ અમારી ટીમના અતૂટ જુસ્સાનું અને ભારતીય એન્જિનિયરોની ક્ષમતાનું પ્રમાણ છે.”


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *