ભારતમાં સ્વચ્છ સ્ટીલ નિર્માણને પ્રોત્સાહન: આર્સેલરમિત્તલના 1GW રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન વીજળી તેના ભારતીય સ્ટીલ નિર્માણ JV ને પ્રાપ્ત થવા લાગી

Spread the love

ગુજરાત, અમદાવાદ ૨૦ મે, ૨૦૨૫: દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં સ્થિત આર્સેલરમિત્તલના સૌથી મોટા નવીનીકરણીય ઉર્જા વેન્ચર, 1GW સૌર અને પવન પ્રોજેક્ટએ હાલમાં જ AM/NS ઇન્ડિયાને સ્વચ્છ વીજળી પૂરી પાડવાનું કામ શરૂ કર્યું છે. તે આર્સેલરમિત્તલના નિપ્પોન સ્ટીલ સાથેનું 60/40 ભારતીય સ્ટીલ નિર્માણ JV છે.

0.7 બિલિયન ડોલરનો આ પ્રોજેક્ટ, આર્સેલરમિત્તલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એએમ ગ્રીન એનર્જી દ્વારા વિકસિત, નિર્મિત અને કાર્યરત કરવામાં આવ્યો છે. તેનાથી AM/NS ઇન્ડિયાના કાર્બન ઉત્સર્જનમાં દર વર્ષે 1.5 મિલિયન ટનનો ઘટાડો થવાની આશા છે. જેનાથી અંતત: AM/NS ઇન્ડિયાના વર્ષ 2030 સુધીમાં (2021 ની બેઝલાઇનની તુલનાએ) ઉત્પાદિત સ્ટીલની કાર્બન તીવ્રતા 20% ઘટાડવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

“ધી ઈન્ડિયા રિન્યુએબલ પ્રોજેક્ટ”ને એક હાઇબ્રિડ પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે, જે 1GW સૌર અને પવન ક્ષમતાને તૃતીય-પક્ષ હાઇડ્રો પમ્પ્ડ સ્ટોરેજ સોલ્યુશન (હાલમાં પરીક્ષણ હેઠળ છે અને જૂન 2025 સુધીમાં કાર્યરત થવા માટે નિર્ધારિત છે) સાથે સંકલિત કરે છે, જેનાથી એ સુનિશ્ચિત થશે કે, આ પ્રોજેક્ટ આખરે ઓછામાં ઓછી 250MW ચોવીસ કલાક વીજળી પ્રદાન કરશે, જે સતત ઉર્જા ઉત્પાદન માટે ખુબજ મહત્વપૂર્ણ છે. તે ગુજરાતના હજીરામાં AM/NS ઇન્ડિયાના સ્ટીલ પ્લાન્ટમાં હાલની ઉર્જા જરૂરિયાતોના 20% થી વધુ પ્રદાન કરશે.

મોટાં વિશાળ કદનું, સૌર ઉર્જા સ્થળ 2,400 એકરમાં ફેલાયેલું છે, જે 1,700 થી વધુ FIFA કદના ફૂટબોલ મેદાનોને સમાવી શકે છે. આ ઉપરાંત, પવન ઉર્જા સ્થળ 700 એકરમાં ફેલાયેલું છે. હવે સંપૂર્ણપણે કાર્યરત અને નેમપ્લેટ ક્ષમતા પર કાર્યરત, લગભગ 1.5 મિલિયન સોલાર પેનલ અને 91 વિન્ડ ટર્બાઇન વાર્ષિક 2.5 અબજ કિલોવોટ-કલાક (kWh) વીજળી ઉત્પન્ન કરશે, જે અંદાજે 10 મિલિયન ભારતીય ઘરોને વીજળી આપવા બરાબર છે.

આર્સેલરમિત્તલના સીઈઓ આદિત્ય મિત્તલે કહ્યું હતું કે, “નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનમાં રોકાણ એ ખરેખર, આર્સેલરમિત્તલ માટે એક આકર્ષક નવો વ્યવસાય ક્ષેત્ર છે. તે અમારા સ્ટીલ ઉત્પાદન કામગીરી માટે ખર્ચ-અસરકારક સ્વચ્છ ઊર્જા સુરક્ષા પૂરી પાડે છે અને અમારા ડીકાર્બોનાઇઝેશન ઉદ્દેશ્યોને સમર્થન પણ આપે છે.”

તેમણે વધુમાં કહ્યું હતું કે, “ધી ઈન્ડિયા રિન્યુએબલ પ્રોજેક્ટ, અમારા મુખ્ય નવીનીકરણીય પ્રોજેક્ટ્સમાંનો પ્રથમ છે, જે કાર્યરત થઈ ગયો છે. આ એક વિશાળ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, જે લગભગ 18 મહિનામાં કાર્યક્ષમ અને સુરક્ષિત રીતે પૂર્ણ થયો છે. તે વાસ્તવમાં, ભારતમાં આ સ્તરના સૌથી ઝડપી પ્રોજેક્ટ્સમાંનો એક છે, જેના થકી હવે AM/NS ઇન્ડિયાને સ્વચ્છ વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં સામેલ દરેક વ્યક્તિને મારા ખૂબ-ખૂબ અભિનંદન. તેની સફળ ડિલિવરી ભારતમાં અમારી હાજરીને સુરક્ષિત અને ટકાઉ રીતે વધારવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

ધી ઈન્ડિયા રિન્યુએબલ પ્રોજેક્ટ, આર્સેલરમિત્તલ દ્વારા વિકસીત કરવામાં આવી રહેલા અનેક નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સમાંનો એક છે. કુલ મળીને, હાલમાં કંપની ભારત, બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં 2.3GW ના નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.

આ ઉપરાંત, તે આર્સેલરમિત્તલના વ્યૂહાત્મક વિકાસ પ્રોજેક્ટ્સના સમૂહનો પણ એક ભાગ છે, જેમાંથી કંપની વર્ષ 2027 ના અંત સુધીમાં પૂર્ણ થાય ત્યારે $1.9 બિલિયનનો વાર્ષિક EBITDA ઉત્પન્ન કરવાની અપેક્ષા રાખે છે.


Spread the love

Check Also

એચસીજી હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા એક અઠવાડિયા સુધી ચાલનારા બ્લડ પ્રેશર અને ઇસીજી ફ્રી સ્ક્રીનીંગ કેમ્પ થકી પ્રિવેન્ટિવ હાર્ટ હેલ્થને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ

Spread the loveઅમદાવાદ ૧૭ મે ૨૦૨૫: એચસીજી હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા વર્લ્ડ હાઇપરટેન્શન ડે-૨૦૨૫ના ઉદ્દેશોના સમર્થનમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *