ગુજરાત, અમદાવાદ ૧૨ મે ૨૦૨૫: ગત તારીખ ૮/૫/૨૫ના રોજ ઉતરકાશી પાસે ગંગોત્રી ધામ જતું હેલિકોપ્ટર દુર્ધટનાગ્રસ્ત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર દરેક વર્ષે હેલિકોપ્ટર દ્વારા ચારધામની યાત્રાએ જતા યાત્રિકોની સંખ્યા વધી રહી છે. ઉત્તરાખંડના વિવિધ સ્થળોથી યાત્રીઓ હેલિકોપ્ટર મારફતે ચારધામની યાત્રા કરે છે. ૮ મી મેના દીવસે એક ખાનગી કંપનીના હેલિકોપ્ટરે દેહરાદૂન થી ગંગોત્રી નજીકનાં ખરસાલી જવા ઉડાન ભરી હતી અને તે દરમિયાન હેલિકોપ્ટર ઉતરકાશી પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ કરુણ ઘટનામાં હેલિકોપ્ટમાં સવાર લોકોનાં મોત નિપજયા હતા.
પૂજ્ય મોરારીબાપુએ આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. મળતી માહિતી મુજબ પાયલોટ સહીત ચાર લોકોનાં પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. આ રાશિ કથાના શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવશે.