IAS ટોપર્સના સફળતાના રહસ્યો: લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા અમદાવાદના દિનેશ હોલમાં નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

Spread the love

ગુજરાત, અમદાવાદ ૦૫ મે ૨૦૨૫: સમગ્ર ગુજરાતભરના ઉમેદવારો દિનેશ હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે યોજાયેલ UPSC GPSC કરિયર કાર્નિવલ ટોકમા ઉપસ્થિત રહયા હતા.

ધોરણ 12 અથવા કોલેજ રનીંગ વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ UPSC GPSC માં ટોચનું સ્થાન પ્રાપ્ત કરનાર સિવિલ સેવકોને રૂબરૂ મળવાની અને તેમનું યોગ્ય માર્ગદર્શન મેળવવાની તક આપી હતી.

આ સેમિનારમાં UPSC CSE 2024 માં સમગ્ર ભારતમાં બીજા રેન્ક પ્રાપ્ત કરનાર હર્ષિતા ગોયલ હાજર રહ્યા હતા તથા તેમણે સમગ્ર ભારતમાં આટલી મોટી સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત કરી તેની રણનીતિ તથા પોતાની સફળતાની મુસાફરીનો અનુભવ શેર કર્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ લેખક અને વક્તા જય વસાવડા પણ હાજર રહ્યા હતા, જેઓ તેમની પ્રેરણાદાયી વાર્તા કહેવાની શૈલી અને તીક્ષ્ણ સાંસ્કૃતિક ટિપ્પણી માટે જાણીતા છે. તેમની પાસેથી બૌદ્ધિક તીક્ષણતા અને વાસ્તવિક દુનિયાના માર્ગદર્શનની મિશ્ર બાબતો જાણવા મળી હતી જે ભારતના એવા યુવાનો કે જે સૌથી પડકારજનક અને અઘરી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે અતિશય ઉપયોગી સાબિત થઈ હતી.

આ કાર્યક્રમમાં શ્રી વિદ્યા સાગર (IAS, 2022), શ્રી પાર્થ ચાવડા (IRS, 2023), શ્રી અંકિત વાણિયા (AIR 607, 2024), અને કુ. વિશ્વા પાઠક (સહાયક કમિશનર, GPSC રેન્ક 3, 2025) સહિતના નિષ્ણાતોની એક શક્તિશાળી પેનલ પણ હતી — આ તમામ લોકોએ કેવી રીતે પરીક્ષાઓ પાસ કરી અને આજે કઈ વ્યૂહરચનાઓ ખરેખર ઉપયોગી થઈ શકે તે અંગેનો અનુભવ શેર કર્યા હતા.

લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા આયોજિત અને સ્ટોઈક્યોર દ્વારા સમર્થિત, આ પહેલ ગુજરાતના યુવાનોને કેન્દ્રિત કારકિર્દી માર્ગદર્શન અને માનસિક ક્ષમતાના વિકાસમાં સહાય પૂરી પાડવાના એક મોટા મિશનનો ભાગ છે.


Spread the love

Check Also

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S25 એજ માટે પ્રી-ઓર્ડર જાહેરઃ કિંમત INR 109,999થી શરૂ થાય છે

Spread the love⇒ ગ્રાહકો ગેલેક્સી S25 એજ પ્રી-ઓર્ડર કરે તો તેમને INR 12,000 મૂલ્યની મફત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *