Screenshot

કોકા-કોલા ફૂડમાર્કસ 2.0નું એનઆરએઆઈ ફૂડ ડિલિવરી સમિટ 2025 ખાતે પદાર્પણ

Spread the love

નવી દિલ્હી ૦૨ મે ૨૦૨૫: કોકા-કોલા ઈન્ડિયા દ્વારા નવી દિલ્હીની લી મેરિડિયન ખાતે આયોજિત એનઆરએઆઈ ફૂડ ડિલિવરી સમિટ 2025ની 4થી આવૃત્તિ ખાતે નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઈન્ડિયા (એનઆરએઆઈ) સાથે ભાગીદારીની ઘોષણા કરી છે. આ જોડાણ સાથે કોકા-કોલા ફૂડમાર્કસ 2.0નું વિધિસર લોન્ચ કરાયું છે, જે પહેલ ભારતનાં સૌથી આઈકોનિક ક્યુલિનરી ડેસ્ટિનેશન્સની ઉજવણી કરે છે. દરેક ફૂડમાર્ક એવા સ્થળો પર પ્રકાશ પાડે છે, જ્યાં પરફેક્ટ મીલ, પરફેક્ટ મોમેન્ટ અને આઈસ-કોલ્ડ કોકા-કોલા એકત્ર આવીને અવિસ્મરણીય ફૂડ લેન્ડમાર્કસ નિર્માણ કરે છે.

કોકા-કોલાનું રિયલ મેજિક દ્વારા પાવર્ડ અને સંસ્કૃતિથી પ્રેરિત ફૂડમાર્કસ 2.0 હૈદરાબાદમાં પેરેડાઈઝ અને દિલ્હી કોનોટ પ્લેસ ખાતે એમ્બેસી જેવી દંતકથા સમાન આસ્થાપનાઓ સાથે સફળ સહયોગ પર નિર્મિત છે. જોડાણ, સંસ્કૃતિ અને રિફ્રેશમેન્ટના અવસરો નિર્માણ કરતાં કોકા-કોલા અને એનઆરએઆઈ ક્યુલિનરી ડિસ્કવરી પ્રેરિત કરવા અને ભારતની ખાદ્ય સંસ્કૃતિને સમૃદ્ધ કરવા માટે ભારતની સૌથી વહાલી રેસ્ટોરાં સાથે જોડાણ કરીને કાર્યક્રમને નવી ઊંચાઈએ લઈ જાય છે. આ પહેલ ઉદ્યોગની ભાગીદારીઓ મજબૂત બનાવવા સાથે રેસ્ટોરાંઓને ભારતની ઉત્ક્રાંતિ પામતી સાંસ્કૃતિક ધરોહરનો હિસ્સો બનવા નવી ક્ષિતિજો ખોલી નાખે છે.

કોકા-કોલા ઈન્ડિયાના ચીફ કસ્ટમર ઓફિસર અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, “એનઆરએઆઈ સાથે આ ભાગીદારી ભારતના રેસ્ટોરાં ઉદ્યોગ માટે વૃદ્ધિ પ્રેરિત કરતાં મંચો નિર્માણ કરવાની અમારી કટિબદ્ધતા દર્શાવે છે. ફૂડમાર્કસ 2.0એ પ્રતિકાત્મક ડાઈનિંગ અનુભવોને સાંસ્કૃતિક ડેસ્ટિનેશન્સમાં ફેરવીને જોડાણ અને ખોજના અસલી જાદુને ઈંધણ આપ્યું છે. દરેક ફૂડમાર્કના હાર્દમાં ગરમ ભોજનની સાદી ખુશી છે, જે આઈ-કોલ્ડ કોકા-કોલા સાથે શેર કરાય છે. એકત્ર મળીને અમે રેસ્ટોરાંઓને ભારતની ક્યુલિનરી ક્ષિતિજમાં સીમાચિહન બનવા માટે નવી તકો નિર્માણ કરી છે.

વાવ! મોમો ફૂડ્સ પ્રા. લિ.ના સીઈઓ અને સહ-સંસ્થાપક અને એનઆરએઆઈના પ્રેસિડેન્ટ સાગર દરયાનીએ જણાવ્યું હતું કે, “રેસ્ટોરાં હંમેશાં તેમની રેસિપીઓ, તેમની વાર્તાઓ અને તેમના પ્રવાસમાં ગૌરવ લે છે. જોકે આજની દુનિયામાં ઉત્કૃષ્ટતા એકલી પૂરતી નથી, પરંતુ ખોજનું પણ તેટલું જ મહત્ત્વ છે. કોકા-કોલા ફૂડમાર્કસ દરેક રેસ્ટોરાંને વિશેષ બનાવે અને તેને આગળ લાવે તે ઉજવણી કરીને આ તકને પહોંચી વળે છે. આ વૈશ્વિક સફળતાને ધ્યાનમાં લેતાં અમે માનીએ છીએ કે ક્યુઝિન્સમાં ભારતની વૈવિધ્યતા ફૂડમાર્કસને વધુ મજબૂત રીતે ફિટ બનાવીને ઉદ્યોગ માટે અસલી કન્ટેન્ટ અને અસલી વિઝિબિલિટી પ્રદાન કરે છે.’’

ફૂડમાર્કસ 2.0 સાથે કોકા-કોલા ઈન્ડિયા અને એનઆરએઆઈ ભારતની ખાદ્ય સંસ્કૃતિમાં નવા અધ્યાયમાં પ્રવેશી રહ્યા છે. આઈસ-કોલ્ડ કોકા-કોલા સાથે દેશની વૈવિધ્યપૂર્ણ ફ્લેવર્સને એકત્રિત કરીને આ પહેલ લોકો સાથે સુમેળ સાધતાં ટકાઉ ફૂડ સીમાચિહન નિર્માણ કરે છે. કાર્યક્રમ વિસ્તરી રહ્યો છે તેમ તે લોકો, ફૂડ અને અસલ જાદુના શેર્ડ અવસરો- એક સમયે એક ફૂડમાર્ક વચ્ચે જોડાણને મજબૂત બનાવવાનું ચાલુ રાખશે.


Spread the love

Check Also

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ રોયલ્ટી” રજૂ કરે છે

Spread the loveઅમદાવાદ, ૧૬ મે ૨૦૨૫: ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *