પીએનબી મેટલાઈફ રજૂ કરે છે GROW પ્લાન

Spread the love

જીવનના દરેક તબક્કા માટે વ્યાપક જીવન વીમા ઉકેલ

મુંબઈ ૨૪ એપ્રિલ ૨૦૨૫: ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓમાંથી એક પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે (પીએનબી મેટલાઈફ)પીએનબી મેટલાઈફ GROW પ્લાન (UIN: 117N167V01) લૉન્ચ કર્યો છે. આ નોન-લિન્કડ, પાર્ટિસિપેટિંગ, વ્યક્તિગત જીવન વીમા બચત પ્લાન આવક વધારવી, સીમાચિહ્ન-આધારિત ચૂકવણીઓ અથવા મૅચ્યોરિટી પર સામટી રકમ જેવા લવચિક વિકલ્પો ગ્રાહકોને ઑફર કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. અનેક પારંપારિક પ્લાન્સમાં મૅચ્યોરિટી પર જીવન કવચનો અંત આવે છે, તેનાથી વિપરિત GROW પ્લાન ગ્રાહકને મૅચ્યોરિટી પર મળતા લાભ બહુ પહેલા મેળવી લેવા સાથે તેમને આખા જીવનકાળ માટે કવચ પૂરૂં પાડે છે. પ્રીમિયમ ચૂકવવાની તેમની સહુલિયત પ્રમાણેનોગાળો, મૅચ્યોરિટી વય, અને ચુકવણીની આવૃત્તિ સાથે આ પ્લાન જીવનના વિવિધ તબક્કે વૈવિધ્યસભર આર્થિક ધ્યેયોને પહોંચી વળવા માટે તમારી જરૂરિયાતો પ્રમાણે ગોઠવી શકાય છે.

Grow પ્લાનની ચાવીરૂપ વિશિષ્ટતાઓમાં સમાવેશ થાય છેઃ

  • લવચિક મૅચ્યોરિટી વિકલ્પોઃ70, 75, 80, 85 અથવા 100 વર્ષની મૅચ્યોરિટી વયમાંથી પસંદગી કરો, સાથે પ્રીમિયમ ચુકવણીનો ગાળો સાતથી 15 વર્ષની વચ્ચેનો રહેશે
  • સીમાચિહ્ન આવક વિકલ્પઃ દર ચાર કે પાંચ વર્ષે સર્વાઈવલ બેનિફિટ મેળવો, શિક્ષણ, પ્રવાસ, અથવા મહત્વના વ્યક્તિગત પ્રસંગો જેવા મહત્વના જીવન ધ્યેયોને પહોંચી વળવા માટે આદર્શ
  • આવક વધારવાનો વિકલ્પઃ પૉલિસીના બીજા વર્ષના અંતથી મૅચ્યોરિટી સુધી દર વર્ષે વધતી આવકનો આનંદ માણો, સાથે જ આવકની શરૂઆતનું વર્ષ બદલવાની લવચિકતા પણ ખરી
  • જીવન કવર લંબાવવાનો વિકલ્પઃમૅચ્યોરિટી લાભ વહેલા મેળવવા સાથે જીવન કવચ 100 વર્ષની વય સુધી લંબાવો
  • પ્રીમિયમ પાછું મેળવોઃબધા પ્લાન વિકલ્પોમાં મૅચ્યોરિટી સમયે ચુકવેલું કુલ પ્રીમિયમ પાછું વાળે છે
  • શક્તિ લાભઃમાત્ર મહિલા પૉલિસીધારકો માટે વધારાના એક ટકાનો લાભ ઑફર કરતું સ્પેશિયલ ફીચર
  • ઍડ ઑન રાઈડર્સઃઍક્સિડેન્ટલ ડૅથ બેનિફિટ અને સિરિયસ ઈલનેસ રાઈડર જેવા રાઈડર્સ સાથે વધારાનું સંરક્ષણ

પીએનબી મેટલાઈફના ચિફ સ્ટ્રૅટેજી ઑફિસર અને હૅડ- પ્રોડક્ટ્સ મોહિત ગર્ગે જણાવ્યું હતું કે, “GROW પ્લાન પીએનબી મેટલાઈફની “સકર્લ ઑફ લાઈફ” ફિલસૂફીનું પ્રતિબિંબ પાડે છે, જે જીવનના સીમાચિહ્નો માટેના આયોજનો પાયો રચવાથી લઈ  ને લાંબા ગાળાની સુરક્ષા જેવા જીવનના દરેક તબક્કાના આર્થિક પ્રવાસ દરમિયાન ગ્રાહકોને આધાર આપવાના વિચારની આસપાસ કેન્દ્રિત છે. આ પ્લાન ગ્રાહકોને તેમની જરૂરિયાતને અનુરૂપ હોય એવા વિકલ્પોની પસંદગી કરવામાં મદદ કરે છે, અને આખા જીવન દરમિયાન તેમને સુરક્ષિત રહેવામાં મદદ કરે છે.”


Spread the love

Check Also

એનીટાઇમ ફિટનેસ દ્વારા કુડાસણ, ગાંધીનગરમાં નવા જીમનો શુભારંભ; ગુજરાતમાં વધુ 19 જીમ ખોલવાની યોજના

Spread the loveગુજરાત, ગાંધીનગર ૨૩ એપ્રિલ ૨૦૨૫: ભારતની સૌથી ઝડપથી વિકસતી ફિટનેસ ફ્રેન્ચાઇઝી, એનીટાઇમ ફિટનેસ, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *