ગેલેક્સી M56 5Gમાં ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેકશન અને અનેક અત્યાધુનિક ઈનોવેશન્સ
ગુરુગ્રામ, ભારત ૧૮ એપ્રિલ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેના સેગમેન્ટમાં સૌથી સ્લિમ સ્માર્ટફોન ગેલેક્સી M56 5G લોન્ચ કર્યાની ઘોષણા કરાઈ હતી. લોકપ્રિય ગેલેક્સી M સિરીઝમાં નવો ઉમેરો આગળ અને પાછળ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેકશન, OIS અને 12 MP ફ્રન્ટ HDR સાથે 50MP ટ્રિપલ કેમેરા અને એડવાન્સ્ડ AI એડિટિંગ ટૂલ્સ સાથે ઉત્કૃષ્ટ સ્માર્ટફોન અનુભવ આપે છે.
“અર્થપૂર્ણ ઈનોવેશન્સ પ્રદાન કરવાની અમારી મજબૂત કટિબદ્ધતાના ભાગરૂપ અમને અગાઉ ક્યારેય નહીં તે રીતે સ્ટાઈલ, ટકાઉપણું અને પરફોર્મન્સના શક્તિશાળી સંમિશ્રણ ગેલેક્સી M56 5Gની ઘોષણા કરવામાં ગૌરવની લાગણી થાય છે. આ તેના સેગમેન્ટમાં સૌથી સ્લિમ ફોન છે છતાં આગળ અને પાછળ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેકશન સાથે ટકાઉ બની રહે તે રીતે તૈયાર કરાયો હોઈ તેને આજ સુધીનો સૌથી મજબૂત M સિરીઝ ફોન બનાવે છે. તમે ફ્રન્ટ HDR કેમેરા સાથે યાદોને મઢી લેવા માગતા હોય કે આધુનિક AI એડિટિંગ ટૂલ્સ સાથે ક્રિયાત્મક શક્યતાઓની ખોજ કરવા માગતા હોય, ગેલેક્સી M56 5G તેની પાવર- પેક્ડ વિશિષ્ટતાઓ સાથે સ્માર્ટફોન અનુભવમાં નવો દાખલો બેસાડવા માટે તૈયાર કરાયા છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના ડાયરેક્ટર અક્ષય એસ રાવે જણાવ્યું હતું.
પ્રીમિયમ ડિઝાઈન અને ડિસ્પ્લે
પ્રીમિયમ ગ્લાસ બેક અને મેટલ કેમેરા ડેકો સાથે ગેલેક્સી M56 5G ગેલેક્સી M સિરીઝમાં રિફ્રેશિંગ અને પ્રીમિયમ ડિઝાઈન અપગ્રેડ લાવે છે. સેગમેન્ટમાં સૌથી સ્લિમ હોઈ ગેલેક્સી M56 5G ફક્ત 7.2mm સ્લિમ છે અને તેમાં આગળ અને પાછળ પણ કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસ® પ્રોટેકશન છે, જે તેને જેટલો સ્લીક છે તેટલો જ મજબૂત બનાવે છે. 6.7” ફુલ HD+ સુપર AMOLED+ ડિસ્પ્લેસાથે ગેલેક્સ M56 5G ગ્રાહકોને અદભુત વિઝ્યુઅલ્સ અને ઉચ્ચ સ્તરનો વ્યુઈંગ અનુભવ પ્રદાન કરે છે. વિશાળ ડિસ્પ્લે હાઈ બ્રાઈટનેસ મોડ (HBM) અને વિઝન બૂસ્ટર ટેકનોલોજીની 1200 નિટ્સ સાથે આવે છે, જે ઉપભોક્તાઓ ઘેરા સૂર્યપ્રકાશ હેઠળ પણ તેમની ફેવરીટ કન્ટેન્ટ સહજ રીતે માણી શકે તેની ખાતરી રાખે છે. 120Hz રિફ્રેશ રેટ ટેક- સાવી જન- Z અને મિલેનિયલ ગ્રાહકો માટે સોશિયલ મિડિયા થકી સ્ક્રોલિંગ અત્યંત સહજ બનાવે છે. ગેલેક્સી M56 5G બે મંત્રમુગ્ધ કરનારા રંગો- લાઈટ ગ્રીન અને બ્લેક સાથે આવે છે.
એડવાન્સ્ડ ફોટોગ્રાફી
ગેલેક્સી M56 5G હાઈ- રિઝોલ્યુશન અને શેક- ફ્રી વિડિયોઝ અને ફોટોઝ શૂટ કરવા માટે 50MP OIS ટ્રિપલ કેમેરા સાથે આવે છે, જે હાથની કંપારીઓ અથવા અકસ્માતે હલી જવાથી ઉદભવથી ઝાંખી છબિઓ ટાળે છે. તેમાં સમૃદ્ધ અને વાઈબ્રન્ટ સેલ્ફી માટે ફ્લેગશિપ- ગ્રેડ 12MP HDR ફ્રન્ટ કેમેરા છે. ગેલેક્સી M56 5G ઉપભોક્તાઓને ટ્રુ-ટુ-લાઈફ આઉટપુટ માટે કલર્સની વ્યાપક શ્રેણી મઢી લેતાં 10-bit HDRમાં 4K 30 FPS વિડિયોઝ રેકોર્ડ કરવાની અનુકૂળતા આપે છે. કેમેરા તેની મોટી પિક્સેલ ટેકનોલોજી, લો નોઈઝ મોડ અને AI ISPને આભારી ઓછા પ્રકાશમાં પણ વૈવિધ્યપૂર્ણ ફોટોઝ અને વિડિયોઝ માટે તૈયાર કરાયા છે, જે તેની નાઈટોગ્રાફીને નવી ઊંચાઈએ લઈ જાય છે. કેમેરા સિસ્ટમમાં રિયર કેમેરા પર 2X ઝૂમ સાથે પોર્ટ્રેઈટ 2.0 પણ છે, જે ક્રિસ્પ અને નૈસર્ગિક બોકેશ અસર અભિમુખ બનાવે છે. તેમાં આધુનિક AI-પાવર્ડ એડિટિંગ ટૂલ્સ પણ છે, જેનાં ઓબ્જેક્ટ ઈરેઝર, એડિટ સજેશન્સ જેવાં પાવર્ડ એડિટિંગ ટૂલ્સ દરેક શોટ સોશિયલ- રેડી હોય તેની ખાતરી રાખે છે.
મોન્સ્ટર પ્રોસેસર
ગેલેક્સી M56 5G, LPDDR5X સાથે 4nmઆધારિત Exynos 1480 પ્રોસેસર દ્વારા પાવર્ડ છે, જે ઉપભોક્તાઓને મલ્ટી- ટાસ્ક કરવાનું આસાન બનાવે છે. પ્રોસેસર હાઈ- ક્વોલિટી ઓડિયો અને વિઝ્યુઅલ્સ સાથે તેની ફ્લેગશિપ લેવલ વેપર કૂલિંગ ચેમ્બર સાથે મોન્સ્ટર મોબાઈલ ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે. 5Gની અલ્ટિમેટ સ્પીડ અને કનેક્ટિવિટી સાથે ઉપભોક્તાઓ જ્યાં પણ જાય ત્યાં સંપૂર્ણ કનેક્ટેડ રહેશે, જેથી ઝડપથી ડાઉનલોડ, સ્મૂધ સ્ટ્રીમિંગ અને અવિરત બ્રાઉઝિંગ અનુભવી શકે છે.
ફાસ્ટ ચાર્જિંગ સાથે મોન્સ્ટર બેટરી
ગેલેક્સી M56 5Gમાં 5000mAh બેટરી પેક છે, જે બ્રાઉઝિંગ, ગેમિંગ અને બિન્જ વોચિંગનાં લાંબા સત્રો અભિમુખ બનાવે છે. ગેલેક્સી M56 5G ઉપભોક્તાઓને સતત સ્ટે, કનેક્ટેડ, એન્ટરટેઈન્ડ અને પ્રોડક્ટિવ રહેવાની અનુકૂળતા આપે છે. ગેલેક્સી M56 5G ઓછા સમયમાં વધુ પાવર આપતા 45W સુપર-ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
ગેલેક્સી અનુભવો
નવા ઉદ્યોગનાં ધોરણો સ્થાપિત કરતાં ગેલેક્સી M56 5G એન્ડ્રોઈડ અપગ્રેડ્સની સેગમેન્ટમાં ઉત્તમ 6 જનરેશન્સ અને 6 વર્ષની સિક્યુરિટી અપડેટ્સ ઓફર કરે છે, જે ભાવિ તૈયાર અનુભવની ખાતરી રાખે છે. ગેલેક્સી M56 5G, One UI7આઉટ ઓફ ધ બોક્સ આવે છે. One UI 7 સરળ, પ્રભાવશાળી અને ભાવનાત્મક ડિઝાઈન સાથે આવે છે, જે ગેલેક્સી ઉપભોક્તાઓ માટે સ્ટ્રીમલાઈન્ડ અને કોહેસિવ અનુભવ લાવે છે. સરળ બનાવાયેલું હોમ સ્ક્રીન, નવેસરથી ડિઝાઈન કરાયેલા One UI વિજેટ્સ અને લોક સ્ક્રીન ઉપભોક્તાઓને તેમનાં ડિવાઈસીસ જ્ઞાનાકાર અને સહજ રીતે કસ્ટમાઈઝ કરવાની અનુકૂળતા આપે છે.
વધારાની સુવિધા માટે હવે બાર લોક સ્ક્રીન પર સૌથી મહત્ત્વપૂર્ણ અસલ સમયની અપડેટ્સ પૂરી પાડે છે. આથી સવારે રન દરમિયાન ઉપભોક્તાઓ આસાનીથી તેમની પ્રગતિ તપાસી શકે છે અને તમારા ગેલક્સી બડ્સમાં ગયું ગીત વાગી રહ્યું છે તે જોઈ શકે. બસ સ્વાઈપ કરો અને ફોન અનલોક કર્યા વિના તે જોઈ શકાય છે. ઉપરાંત ઊંડા ગૂગલ જેમિની ઈન્ટીગ્રેશન સાથે ડિવાઈસનું નિયંત્રણ મિત્ર સાથે વાત કરવા જેટલું આસાન છે.
ગેલેક્સી M56 5Gમાં સેમસંગના સૌથી ઈનોવેટિવ સિક્યુરિટી ફીચર્સમાંથી એક છે, જેમાં સેમસંગ નોક્સ વોલ્ટનો સમાવેશ થાય છે. આ હાર્ડવેર આધારિત સલામતી પ્રણાલી હાર્ડવેર અને સોફ્ટવેર હુમલા સામે પણ વ્યાપક રક્ષણ આપે છે.
પ્રોડક્ટ | વેરિયન્ટ | આરંભિક કિંમત | ઓફર |
ગેલેક્સી M56 5G |
8GB+128GB | INR 24999 | INR 3000ના ઈન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ સહિત |
8GB+256GB | INR 27999 | INR 3000 ઈન્સ્ટન્ટ બેન્ક ડિસ્કાઉન્ટ સહિત |