કાઈનેટિક ગ્રીન દ્વારા ઈ-લુના પર ઉદ્યોગની પ્રથમ અનલિમિટેડ KM ‘‘એશ્યોર્ડ બાયબેક ઓફર’’ સાથે નવું ધોરણ સ્થાપિત કરાયું: ગ્રાહકો માટે એશ્યોરન્સ વધારાયું

Spread the love

  • આ મર્યાદિત સમયગાળાની ઓફર સર્વ ઈ-લુના માટે રૂ. 36,000/- બાયબેક મૂલ્યની બાંયધરી આપે છે.
  • બાયબેક અભૂતપૂર્વ ઉદ્યોગ પ્રથમ અનલિમિટેડ કિલોમીટરના કવરેજ સાથે 3 વર્ષ માટે વાહનની માલિકી પૂર્ણ થયા પછી ઉપલબ્ધ કરી શકાશે.

ગુજરાત, અમદાવાદ ૨૬ માર્ચ ૨૦૨૫: ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન દ્વારા ઈ-લુના માટે ખાસ ‘‘એશ્યોર્ડ બાય બેક ઓફર’’ની ઘોષણા કરવામાં આવી છે. આ મર્યાદિત સમયગાળાની ઓફર ગ્રાહક સંતોષ અને તેમના મનની અસમાંતર શાંતિ પ્રત્યે કાઈનેટિક ગ્રીનની કટિબદ્ધતા પર ભાર આપે છે.

આ અજોડ પહેલના ભાગરૂપે કાઈનેટિક ગ્રીન ઓફરના સમયગાળા દરમિયાન ખરીદી કરવામાં આવેલાં બધાં ઈ-લુના વાહનો માટે રૂ. 36,000/-ના બાયબેક મૂલ્યની બાંયધરી આપે છે. આ બાયબેક યોજના હેઠળ આવરી લેવાતા અનલિમિટેડ કિમી સાથે 3 વર્ષ માટે વાહનની માલિકી પૂર્ણ થયા પછી ઉપલબ્ધ કરી શકાય છે. આ પગલું ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની ઉત્તમ ગુણવત્તામાં કાઈનેટિક ગ્રીનનો આત્મવિશ્વાસ અધોરેખિત કરે છે અને ગ્રાહકો માટે સક્ષમ મોબિલિટી વધુ પહોંચક્ષમ અને પુરસ્કૃત બનાવવા સાથે e2Wના રિસેલ મૂલ્યની મુખ્ય ચિંતાઓને પણ પહોંચી વળે છે.

આ અવસરે બોલતાં કાઈનેટિક ગ્રીનના સંસ્થાપક અને સીઈઓ શ્રીમતી સુલજ્જા ફિરોદિયા મોટવાનીએ જણાવ્યું હતું કે, “કાઈનેટિક ગ્રીનમાં અમે સક્ષમ અને કિફાયતી સમાધાન સાથે શહેરી મોબિલિટીમાં નવો દાખલો બેસાડવા માટે કટિબદ્ધ છીએ. ઈ-લુના પરિવર્તનકારી છે અને એશ્યોર્ડ પ્રોડક્ટ બાય બેક ઓફર સાથે અમે તેને અમારા ગ્રાહકો માટે વધુ આકર્ષક પસંદગી બનાવી છે. આ પહેલ મૂલ્યની બાંયધરી રાખવા સાથે વૃદ્ધિ પામતી ઈલેક્ટ્રિક વેહિકલ ઈકોસિસ્ટમમાં વિશ્વાસને પણ મજબૂત બનાવે છે. અમે ગ્રાહકોને આ વિશેષ ઓફરનો લાભ લેવા અને હરિત ક્રાંતિનો હિસ્સો બનવા માટે આમંત્રિત કરીએ છીએ.’’

અશ્યોર્ડ પ્રોડક્ટ બાય બેક ઓફર ભારતભરમાં સર્વ કાઈનેટિક ગ્રીન ઓથોરાઈઝ્ડ ડીલરશિપ્સમાં ખાસ ઉપલબ્ધ બનશે, જે ગ્રાહકોને આસાન અને સુવિધાજનક ખરીદી અનુભવ પૂરો પાડશે. આ પહેલ સાથે કાઈનેટિક ગ્રીન પર્યાવરણ અનુકૂળ અને કિફાયતી મોબિલિટી સમાધાનને પ્રોત્સાહિત કરવાના તેના ધ્યેયને આગળ ધપાવવાનું ચાલુ રાખવ માગે છે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *