ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંક માઇક્રોફાયનાન્સ અને વ્યક્તિગત લોન માટે સ્પર્ધાત્મક વ્યાજદરો ઓફર કરે છે

Spread the love

ગુજરાત, અમદાવાદ ૨૫ માર્ચ ૨૦૨૫: ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંક (ઉજ્જીવન) માઇક્રોફાયનાન્સ ક્ષેત્રની અંદર સૌથી વધુ સ્પર્ધાત્મક વ્યાજદરો પૈકીના એકને ઓફર કરીને નાણાકીય સમાવેશ પ્રત્યેની પોતાની વચનબદ્ધત્તાને મજબૂત કરવાનું જારી રાખે છે. પોષણક્ષમતા પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે બેંકે પોતાના વ્યાજદરોને વ્યુહાત્મક રીતે ઘટાડ્યા છે, જે ભારતમાં સેવાથી વંચિત રહેલા લોકો માટે વધુ નાણાકીય સશક્તિકરણ સુનિશ્ચિત કરે છે.

માઇક્રોફાયનાન્સ ઉદ્યોગ અને ઉજ્જીવન

ભારતમાં માઇક્રોફાયનાન્સ ઉદ્યોગમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, જેમાં સ્મોલ ફાયનાન્સ બેંકો (એસએફબી) સૂક્ષ્મ ઉદ્યોગસાહસિકો, નીચી આવક ધરાવતા પરિવારો અને નાના કારોબારો માટે ક્રેડિટ તફાવત દૂર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. જુલાઇ 2024માં માઇક્રોફાયનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ નેટવર્ક (એમએફઆઇએન-સ્વનિયમનકારી સંસ્થા) દ્વારા રજૂ કરવામાં આવેલા તાજેતરના ફેરફારો દ્વારા માઇક્રોફાયનાન્સ ઋણ લેનાર માટે સેવા આપનાર ધિરાણકર્તાઓની સંખ્યાને ચાર (એપ્રિલ 2025થી ત્રણ સુધી) સુધી મર્યાદિત કરી છે. આ પગલાંએ જવાબદાર ધિરાણકર્તા પ્રથાઓ માટેની આવશ્યકતાને વધુ રેખાંકિત કરી છે.

આ ફેરફારોના પ્રતિસાદમાં એસએફબીએ વધુ જવાબદારીપૂર્વક ધિરાણ આપવા માટે પોતાની ધિરાણ અને વસૂલાતની પ્રથાઓને પુનઃસંરેખિત કરી છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ગ્રાહકો બિનજરૂરી દેવાનાં બોજામાં ધકેલાય નહીં. ઉજ્જીવન જવાબદાર ધિરાણની હિમાયત કરવામાં મોખરે રહી છે અને પોતાના ગ્રાહકોને નીચા વ્યાજદરોના લાભ આપવા માટે આગળ પણ સક્રિય પગલાં ભર્યા છે. તેથી, સેવાથી વંચિત રહેલા સમયુદાયો માટે જવાબદાર અને સમાવેશક બેંકિંગ ભાગીદાર બનવાની તેની વચનબદ્ધત્તાની સાથે સંરેખિત થઈને તે પોતાના મૂલ્યવાન ગ્રાહકો માટે ઋણ વધુ વ્યાજબી અને પહોંચક્ષમ બનાવી રહી છે.

ભારતમાં વૃદ્ધિ ક્ષમતા

નીચી આવક ધરાવતા પરિવારોનાં મોટા આધારથી મધ્યમ આવક વર્ગનું વિસ્તરણ થવાની સાથે ભારતનું આર્થિક માળખું પરંપરાગત પિરામિડથી હીરાના આકારનાં માળખામાં નોંધપાત્ર પરિવર્તન દર્શાવી રહ્યું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અનુસાર વાર્ષિક આવક બ્રેકેટનું સામાન્ય વર્ગીકરણ નીચે પ્રમાણે છેઃ

  • નીચી આવકના પરિવારો – (< ₹2 લાખ)
  • મહત્ત્વકાંક્ષી મધ્યમ-વર્ગ – (₹ 2 – ₹ 5) લાખ
  • મધ્યમ-આવકના પરિવારો – (₹5 – ₹30) લાખ

ભારતનું આર્થિક માળખું વિકસી રહ્યું હોવાની સાથે એવી નાણાકીય પ્રોડક્ટ્સ માટેની જરૂરિયાત વધી રહી છે, જે વધી રહેલા મધ્યમ-આવક વર્ગને સેવા આપવાની સાથે સાથે નીચી આવક ધરાવતા પરિવારોને ટેકો આપવાનું જારી રાખે છે. ઉજ્જીવન આ પરિવર્તનને ઓળખે છે અને વ્યાજબી બેંકિંગ અને નાણાકીય સેવાઓ ઓફર કરીને નાણાકીય તફાવત દૂર કરવા માટે વચનબદ્ધ રહે છે. ઘટાડેલા વ્યાજદરો અને સમાવેશક ધિરાણ પ્રથાઓ મારફતે ઉજ્જીવન વ્યાપક નાણાકીય પહોંચ સુનિશ્ચિત કરીને પિરામિડનાં તળિયાનાં સ્થાને રહેલા વ્યક્તિઓ અને કારોબારોને નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરવામાં અને ઉપર તરફ પ્રગતિ કરવામાં સહાય કરી રહી છે.

એસએફબીની વૃદ્ધિ અને વિકાસની સાથે નાણાકીય રીતે સમાવેશી ભારતનાં નિર્માણમાં તેમની ભૂમિકા આગામી વર્ષોમાં વધુ પ્રમુખ રહેશે, જે તેમને દેશની નાણાકીય ઇકોસિસ્ટમ માટે અનિવાર્ય બનાવશે.


Spread the love

Check Also

એબ્ડોમિનલ કેન્સર સામે જાગૃતિ દોડ – કેન્સર દિવસ માટે મલ્ટી-સીટી વોકેથોનના રૂપમાં એક પ્રભાવશાળી પ્રારંભ

Spread the loveરાષ્ટ્રવ્યાપી વોકેથોન એબ્ડોમિનલ કેન્સરની  સમયસર તપાસ અને સારવારના મહત્વ પર ભાર મૂકે છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *