જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયા (JCI) ઝોન 8 દ્વારા વિધાનસભાની મુલાકાત

Spread the love

ગુજરાત, અમદાવાદ ૧૩ માર્ચ ૨૦૨૫: જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયા (JCI) ઝોન 8 ના સભ્યો આગામી 18મી માર્ચ, મંગળવાર ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભાની મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન આશરે 500 જેટલા JCI સભ્યો, ઝોન ગવર્નિંગ બોર્ડ સભ્યો, પૂર્વ ઝોન પ્રમુખશ્રીઓ વગેરે ઉપસ્થિત રહેશે.

આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે ખાસ મુલાકાત યોજાશે. સાથે જ સચિવાલય ભવન ખાતે વિધાનસભા સત્રની કામગીરીનું અવલોકન કરવામાં આવશે. જેઓ આ મુલાકાત દરમિયાન વિવિધ સામાજિક અને યુવા વિકાસ સંકળાયેલા માંગણીના મુદ્દાઓ અંગે ચર્ચા કરશે અને લેવાયેલા નિર્ણયો માટે સાક્ષી બનશે.

JCI (Junior Chamber International) એક વૈશ્વિક યુવા સંસ્થા છે, જે છેલ્લા 108 વર્ષથી 120 કરતાં વધુ દેશોમાં 18 થી 40 વર્ષના યુવાનો માટે કાર્યરત છે. આ સંસ્થાએ વિશ્વભરમાં અનેક નામાંકિત નેતાઓના ઘડતર માં મહત્વની ભૂમિકા નિભાવેલી છે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *