મહિલાઓ માટે ટ્રાવેલ ગાઈડઃ દુબઈમાં સુરક્ષિત રીતે હોળી મનાવવાના તરીકા

Spread the love

નેશનલ ૧૨ માર્ચ ૨૦૨૫: દુબઈ, જ્યાં  લગભગ 200 રાષ્ટ્રીયતાના લોકો રહે છે, તે વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાં શામેલ છે.  નામ્બિયો સેફ્ટી ઇન્ડેક્સ 2024 અનુસાર, દુબઈનો સેફ્ટી સ્કોર 83.7 છે, જે તેને મહિલા મુસાફરો માટે એક આદર્શ સ્થળ બનાવે છે. અહીં મહિલાઓ દિવસ કે રાત દરેક સમયે સુરક્ષિત રીતે ફરી શકે છે. હોળીના લાંબા વીકેન્ડ સાથે, દુબઈ એ મહિલાઓ માટે એક ઉત્તમ સ્થળ છે જેરંગોનાતહેવારહોળી, તેમના પરિવાર અથવા મિત્રો સાથે સુરક્ષિત અને વૈભવી વાતાવરણમાં ઉજવવા માંગે છે.

દુબઇમાં મહિલાઓ અને પરિવારો માટે ખાસ સુવિધાઓ છે, જેમાં ગુલાબી છતવાળી ટેક્સીઓ અને મેટ્રોમાં મહિલાઓ અને બાળકો માટે અલગ કેબિનનો સમાવેશ થાય છે. તેમજ સાંસ્કૃતિક આકર્ષણો અને ઉત્તમ હોસ્પિટાલીટી સર્વિસ પણ આ ઉત્સવને ખાસ બનાવી શકે છે. આવો જાણીએ કેવી રીતે મહિલાઓ દુબઈમાં હોળીની મજા માણી શકે છે.

દુબઈ ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સેન્ટર (ડીઆઈએફસી)  ની મધ્યમાં આવેલી આ ઐતિહાસિક હોટેલમાં ખાસ કરીને મહિલા મહેમાનો માટે ડિઝાઇન કરવામાં આવેલા આલિશાન ડિલક્સ રૂમની શ્રેણી આપવામાં આવી છે. અહીં માત્ર મહિલા સ્ટાફ જ સેવા પૂરી પાડે છે. શહેરના સુંદર દૃશ્યો ઉપરાંત, ઓરડાઓમાં સૌંદર્ય પ્રસાધનો અને સ્કીનકેર ચિલર, બાથરોબ્સ, સ્લીપર અને આલીશાન બાથરૂમ સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહેમાનો અહીં વેલનેસની સુવિધા પણ માણી શકે છે.

જુમેરાહ બીચ પર સ્થિત આ ક્લબ મહિલાઓ માટે એક ઉત્તમ સ્થળ છે. અલ અસલ્લાસ્પા, ફિટનેસ સેન્ટર, સ્વિમિંગ પૂલઅને પ્રાઇવેટ બીચ છે. આ ક્લબમાં વોટર સ્પોર્ટ્સ, આર્ટ એક્ઝિબિશન, ફેશન શો અને ફૂડ એક્ટિવિટીઝ પણ છે. મહિલાઓ દૈનિક પાસ લઈને બીચ, સ્વિમિંગ પૂલ કે જીમ જેવી સુવિધાઓનો લાભ પણ લઈ શકે છે.

દેરાના ગોલ્ડ સોકની નજીક આવેલું આ મ્યુઝિયમ યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)માં મહિલાઓના ઈતિહાસ અને યોગદાનને દર્શાવે છે. ‘ગર્લ્સ હાઉસ’તરીકે જાણીતું આ મ્યુઝિયમ કલાકારો, કાર્યકર્તાઓ અને વિદ્વાનોના જીવન સાથે સંબંધિત વસ્તુઓ, ફોટોગ્રાફ્સ, ઇન્ટરવ્યુ, પત્રો અને ડાયરીઓ પ્રદર્શિત કરે છે. મહિલાઓના વિચારો અને યોગદાનને સમજવા માટે આ એક ઉત્તમ સ્થળ છે.

દર સોમવારે પલાઝો વર્સાસે દુબઈના  સ્પામાં મહિલાઓ માટે  એક ખાસ દિવસ ઉજવવામાં આવે છે.સ્પા ટ્રીટમેન્ટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ મળે છે  અને મહિલાઓને કોમ્પ્લિમેન્ટરી ડ્રિંક પણ આપવામાં આવે છે.

જો તમે દુબઈમાં મહિલાઓની ટ્રિપ્સ વિશે વધુ જાણવા માંગતા હોવ, તો visitdubai.com મુલાકાત લો.


Spread the love

Check Also

યુવાઓને ડિપ્લોમસીનું કૌશલ્ય ભવિષ્યના ઘડતર માટે અત્યંત ઉપયોગી નીવડશે: શાશ્વત પંડયા

Spread the love LJ યુનિવર્સિટી ખાતે ગુજરાતની સૌથી મોટી યૂથ પાર્લામેન્ટ યોજાઇ ગુજરાત, અમદાવાદ ૧૬ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *