એસએસ ઇનોવેશન્સે બીજા ગ્લોબલ SMRSC 2025 માં ભારતના પ્રથમ મોબાઇલ ટેલિ-સર્જિકલ યુનિટ મંત્રાએમનું અનાવરણ કર્યું

Spread the love

  • એસએસ ઇનોવેશન્સે બીજા ગ્લોબલ SMRSC ખાતે એસએસઆઈ મંત્રા ટેલિ-સિંક મોબાઇલ યુનિટ, ” એસએસઆઈ મંત્રાએમ ” નું અનાવરણ કર્યું. આ આધુનિક મોબાઇલ સર્જિકલ યુનિટ અદ્યતન રોબોટિક-સહાયિત સર્જરી અને રીઅલ-ટાઇમ ટેલી સર્જરી ક્ષમતાઓ સાથે દૂરના વિસ્તારોમાં ઉચ્ચ ગુણવત્તાની સર્જિકલ સંભાળ સુલભ બનાવશે.
  • વિવિધ ખંડોના 150 થી વધુ અગ્રણી નિષ્ણાતો સહિત 1200 થી વધુ ડોકટરોએ રોબોટિક સર્જરીના ભવિષ્ય અને પ્રગતિ વિશે ચર્ચા કરી.
  • ગુરુગ્રામમાં એસએસ ઇનોવેશન્સના મુખ્ય મથકથી 1700 કિમી દૂર બેંગ્લોરની એસ્ટર સીએમઆઈ હોસ્પિટલમાં ટેલિસર્જરી કરવામાં આવી હતી, જે રિમોટ સર્જિકલ સંભાળમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે.

નવી દિલ્હી ૦૯ માર્ચ ૨૦૨૫: ભારતની પ્રથમ અને એકમાત્ર સ્વદેશી સર્જિકલ રોબોટિક સિસ્ટમ એસએસઆઈ મંત્રાના ઉત્પાદક એસએસ ઇનોવેશન્સે ગુરુગ્રામના ધ લીલા ખાતે 2જી ગ્લોબલ એસએસઆઈ મલ્ટી-સ્પેશિયાલિટી રોબોટિક સર્જરી કોન્ફરન્સ (SMRSC) 2025નું આયોજન કર્યું હતું. આ બે દિવસીય કાર્યક્રમમાં વિશ્વભરના 1200 થી વધુ પ્રખ્યાત તબીબી વ્યાવસાયિકો એકત્ર થયા હતા, જેમને આ પ્લેટફોર્મ દ્વારા રોબોટિક સર્જરીની પરિવર્તનશીલ સંભાવના વિશે શીખવાની તક મળી. SMRSC 2025 માં કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ જાહેરાતમાં, એસએસઇનોવેશન્સે એસએસઆઈ મંત્રા ટેલિ-સિંક મોબાઇલ યુનિટ – ” એસએસઆઈ મંત્રાએમ” નું અનાવરણ કર્યું – જે ભારતમાં રોબોટિક સર્જરી અને ટેલિમેડિસિનનું પરિવર્તન લાવનારી આ પ્રકારની પ્રથમ પહેલ છે. આ અદ્યતન મોબાઇલ ટેલિ-સર્જિકલ યુનિટ એસએસ ઇનોવેશન્સની તબીબી ટેકનોલોજીને આધુનિક બનાવવા, તબીબી સંભાળના માળખામાં પરિવર્તન લાવવા અને અદ્યતન સર્જિકલ સંભાળની સુલભતા વધારવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ દ્વારા, એસએસ ઇનોવેશન્સ મેડિકલ-ટેકની સીમાઓને આગળ વધારવા, સર્જિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તન લાવવા અને રોબોટિક સર્જરી અને હેલ્થ ટેક ઇનોવેશનમાં વૈશ્વિક નેતા તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવવાનો પ્રયાસ ચાલુ રાખે છે.

એસએસઆઈ મંત્રાએમ ના લોન્ચ પર બોલતા, એસએસઇનોવેશન્સના સ્થાપક, ચેરમેન અને સીઈઓ ડૉ. સુધીર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “એસએસઆઈ મંત્રાએમ ફક્ત એક મોબાઇલ ટેલિસર્જિકલ યુનિટ કરતાં વધુ છે. આ વૈશ્વિક આરોગ્યસંભાળમાં આધુનિક ફેરફારો લાવવા માટેની એક ચળવળ છે. હાઇ-સ્પીડ ટેલિકોમ્યુનિકેશન અને સેટેલાઇટ કનેક્ટિવિટી સાથે, તે ભૌગોલિક અવરોધોને દૂર કરે છે અને વંચિત સમુદાયો માટે જીવન બચાવનાર રોબોટિક-સહાયિત સર્જરી સુલભ બનાવે છે. ટેલિસર્જરીના અવકાશથી આગળ વધીને, એસએસઆઈ મંત્રાએમ સર્જિકલ શિક્ષણ, ટેલિ-મેન્ટરિંગ અને રીઅલ-ટાઇમ દર્દી ડેટા એનાલિટિક્સ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. સતત સંશોધન અને નવીનતા દ્વારા, એસએસઆઈ એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે અદ્યતન રોબોટિક સર્જરી તે લોકોની પહોંચમાં હોય જેમને તેની સૌથી વધુ જરૂર હોય.

પ્રખ્યાત સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી અને ભવિષ્યવાદી ડૉ. મિચિયો કાકુએ તબીબી ટેકનોલોજીના ભવિષ્ય પર વાત કરતા કહ્યું, “રોબોટિક સર્જરીમાં નવી ક્રાંતિ લાવવા બદલ SSI ને ખૂબ ખૂબ અભિનંદન. આજે એક નવા યુગની શરૂઆત થઈ છે અને એસએસઆઈ આ પરિવર્તનનું નેતૃત્વ કરી રહ્યું છે, જે તબીબી ક્ષેત્રને એક નવું પરિમાણ આપશે. પણ આ તો માત્ર શરૂઆત છે. આ પગલું આવનારા ભવિષ્યને પરિમાણ આપશે, આપણે સર્જરીમાં ક્વોન્ટમ મિકેનિક્સના એકીકરણને જોઈ રહ્યા છીએ. આ ફક્ત રોબોટિક સર્જરી નથી પણ ક્વોન્ટમ મિકેનિકલ રોબોટિક સર્જરી છે, જે એક એવો વિકાસ છે જે દવામાં ક્રાંતિ લાવી રહ્યો છે. એસએસઆઈ આ પરિવર્તનનું સુકાન સંભાળશે; હું આગામી મોટી ક્રાંતિની રાહ જોઉં છું જ્યાં ક્વોન્ટમ મિકેનિક્સ અને રોબોટિક સર્જરી તબીબી વિશ્વમાં નવીનતાને આગળ વધારવા માટે એકસાથે આવશે.”

ઇનોવેટરઅને શિક્ષણ સુધારક શ્રી સોનમ વાંગચકે જણાવ્યું હતું કે, “જેમ એક ડૉક્ટર બીમાર વ્યક્તિને સાજો કરી શકે છે, તેમ એક પર્યાવરણીય ઇજનેર પૃથ્વીની સમસ્યાઓ ઓળખી શકે છે અને તેમાં સુધારો કરી શકે છે, તેનું સંતુલન પુનઃસ્થાપિત કરી શકે છે. નવીનતા, ટકાઉ ટેકનોલોજી અને સમુદાય-લક્ષી ઉકેલો દ્વારા, અમે બધા માટે ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવાનો ધ્યેય રાખીએ છીએ. સ્વસ્થ પૃથ્વી એ માત્ર એક દ્રષ્ટિ નથી, પરંતુ ઉભરતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે એક આવશ્યકતા છે.

સર્જિકલ રોબોટિક્સના પિતામહ, ઇન્ટ્યુટિવ સર્જિકલના સ્થાપક અને એસએસઆઈ ઇન્ટરનેશનલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના વાઇસ ચેરમેન ડૉ. ફ્રેડરિક મોલે જણાવ્યું હતું કે, “એસએસઆઈ મંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રગતિથી હું ખૂબ જ પ્રભાવિત છું, તેમણે ટૂંકા ગાળામાં જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. આ સિદ્ધિ ડૉ. સુધીર શ્રીવાસ્તવ અને એસએસઆઈ ખાતે એન્જિનિયરિંગ ટીમની પ્રતિભાનો પુરાવો છે. રોબોટિક્સ ક્ષેત્રમાં કામ કર્યા પછી, હું આના જેવું કંઈક પ્રાપ્ત કરવામાં સામેલ ઘણા પડકારોને સમજું છું. એસએસઆઈ ની સર્જનાત્મકતા, દૃઢ નિશ્ચયને કારણે જ આપણે આ સ્થાન પર પહોંચ્યા છીએ. જેમ જેમ રોબોટિક્સ સતત વિકસિત થઈ રહ્યું છે અને વધુ બુદ્ધિશાળી બની રહ્યું છે, તેમ તેમ આપણે ક્ષમતાઓના નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ જે દર્દીઓ અને માનવતા બંનેની સુખાકારી સુનિશ્ચિત કરશે. મને ખુશી છે કે મને આ યાત્રામાં જોડાવાની તક મળી.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *