ક્યૂ એન્ડ આઈ ટુડે સુરતમાં આવ્યું

Spread the love

સુરત ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫: ઈન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ દ્વારા ક્યૂ એન્ડ આઈ એ સુરતમાં શિક્ષણના ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતી એક અગ્રણી શૈક્ષણિક ઇવેન્ટ ક્યૂ એન્ડ આઈ ટુડેનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં શહેરની 50 થી વધુ પ્રતિષ્ઠિત શાળાઓ એકત્ર થઈ હતી, જેનાથી શિક્ષણ જગતના નેતાઓ અને સ્વપ્નદ્રષ્ટાઓ વચ્ચે સહયોગ કરવા માટે એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રમાં નવીનતા અને સહયોગની વધતી જતી જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેનાથી એ સુનિશ્ચિત થયું કે ઇન્સ્ટિટ્યુશનસ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે સજ્જ છે. ટેકનોલોજી એકીકરણ, શિક્ષકોની વિકસતી ભૂમિકા અને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા જરૂરી કૌશલ્યો જેવા મહત્વપૂર્ણ વિષયો પર મુખ્ય ચર્ચાઓ કેન્દ્રિત હતી. ઉપસ્થિત લોકો એ પેનલ ચર્ચાઓમાં ભાગ લીધો, સાથીદારો સાથે નેટવર્ક બનાવ્યું અને ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી મૂલ્યવાન માહિતી મેળવી હતી.

આ કાર્યક્રમની શરૂઆત વિવિધ શાળાઓના ડિરેક્ટરો, આચાર્યો અને નિર્ણય કર્તાઓના આગમન સાથે થઈ હતી, જેમાં સ્વાગત પ્રવચન અને પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરાયું. ત્યારબાદ “વ્યક્તિગત શિક્ષણનું ભવિષ્ય: ટેકનોલોજી વર્ગખંડોને કેવી રીતે બદલી રહી છે” વિષય પર પેનલ ચર્ચા થઈ હતી, જેનાથી સમગ્ર કાર્યક્રમ દર્શકો માટે ઇન્ટરેક્ટિવ અને આકર્ષક બની ગયો હતો.

આ કાર્યક્રમમાં ગતિશીલ વાર્તાલાપનો સમાવેશ થયો, જેનું સમાપન શિક્ષણ ક્ષેત્રમાં ડિરેક્ટરો અને આચાર્યોના અસાધારણ યોગદાનને સન્માનિત કરતા એવોર્ડ સમારોહ સાથે થયું.

આ કાર્યક્રમની સફળતા પર ટિપ્પણી કરતા, થોમસન ડિજિટલ અને ક્યૂ એન્ડ આઈ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ વિનય સિંહે જણાવ્યું હતું કે, “ક્યૂ એન્ડ આઈ ટુડે શૈક્ષણિક નેતાઓ માટે આંતરદૃષ્ટિ શેર કરવા અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક અદ્ભુત પ્લેટફોર્મ રહ્યું છે. આવતીકાલના શિક્ષણાર્થીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે શિક્ષણના ભવિષ્યને આકાર આપવા માટે આટલું સમર્પણ જોવું પ્રેરણાદાયક છે.”

આ પુરસ્કારોની અંતર્ગત આચાર્યો અને શાળાઓને દૂરંદેશી નેતૃત્વ, સર્વાંગી અને કૌશલ્ય શિક્ષણ, નવીન અભ્યાસક્રમ અને શિક્ષક વિકાસ જેવી કેટેગરીમાં તેમની શ્રેષ્ઠતા માટે માન્યતા આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પુરસ્કાર પ્રાપ્તકર્તાઓમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, સિંઘાનિયા પબ્લિક સ્કૂલ, ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમી સ્કૂલ, ગજેરા ઇન્ટરનેશનલ સ્કૂલ, એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ, જીડી ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ, કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ, શાંતિ એશિયાટિક સ્કૂલ, શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ, સુરત, નંદુબા ઇંગ્લિશ એકેડેમી, અલકેમી સ્કૂલ, લોટસ સ્કૂલ વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય સ્થળોએ જ્યાં ક્યૂ એન્ડ આઈ ટુડેનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં લખનૌ, આગ્રા, ઇન્દોર, જયપુર, જમ્મુ, બરેલી, વારાણસી, કરનાલ, દેહરાદૂન, ફરીદાબાદ, ચંદીગઢ, ચેન્નાઈ, સિલિગુડી, ભોપાલ, પુણે, અમદાવાદ, નોઈડા, પ્રયાગરાજ, કાનપુર, ગુવાહાટી, હલ્દવાની, હૈદરાબાદ, નાગપુર અને બીજા ઘણાનો સમાવેશ થાય છે, જે સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યો અને પ્રદેશોને આવરી લે છે.

વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો: www.QandItoday.com


Spread the love

Check Also

એમેઝોન પે દ્વારા ઉપલબ્ધ એક્સક્લુઝીવ ડીલ્સ અને રિવોર્ડ્સની મદદથી આખરે ઉનાળાથી બચવાનો તમારો પ્લાન બનાવો!

Spread the love ગુજરાત, અમદાવાદ ૦૩ એપ્રિલ ૨૦૨૫: ઉનાળો આવી ગયો છે, જે તમારા સપનાની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *