પુણે 19 ફેબ્રુઆરી 2025: ભારતની અગ્રણી ખાનગી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીમાંથી એક, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ, ગ્લોબલ ઇન્શ્યોરન્સ એક્સલન્સ અવૉર્ડ (જીઆઇઇએ) ની જાહેરાત કરતા ખૂબ જ રોમાંચિત છે, આ અવૉર્ડનો હેતુ એશિયા, મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં જનરલ ઇન્શ્યોરન્સ અને હેલ્થ ઇન્શ્યોરન્સ એડવાઇઝરના ઉત્કૃષ્ટ યોગદાનની ઉજવણી અને સન્માન કરવાનો છે. ઇન્ડસ્ટ્રીમાં એક વિશ્વસનીય નામ, એશિયા ઇન્શ્યોરન્સ રિવ્યૂ (એઆઇઆર) ને 2025 માટેના પ્રતિષ્ઠિત અવૉર્ડની દેખરેખ અને સંચાલન માટે પસંદ કરવામાં આવેલ છે, જે આ ઇવેન્ટમાં વધુ વિશ્વસનીયતા અને આંતરરાષ્ટ્રીય કુશળતા ઉમેરશે.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા આયોજિત ઇવેન્ટ, ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે અગિયાર વિશિષ્ટ અવૉર્ડ કેટેગરીમાં ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના તમામ અસાધારણ એડવાઇઝરને સન્માનિત કરશે. અવૉર્ડનું મૂલ્યાંકન આંતરરાષ્ટ્રીય ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી નિષ્ણાતોની પેનલ દ્વારા કરવામાં આવશે, જેમના નામ આ મુજબ છે:
1) શ્રીરોનકશાહ, પ્રેસિડેન્ટ, જનરલઇન્શ્યોરન્સએસોસિએશનઑફસિંગાપુર |
2) શ્રીમતીઅનુષાથાવરાજા, રિજનલસીઇઓએશિયાપેસિફિક, આલિયાન્ઝએશિયાપેસિફિક |
3) શ્રીઅલાઅલ–ઝોહેરી, ચેરમેન, ઇન્શ્યોરન્સફેડરેશનઑફઇજિપ્ટ |
4) શ્રીએન્ટનીલીફુકવેંગ, ડેપ્યુટીચેરમેન, જનરલઇન્શ્યોરન્સએસોસિએશનઑફમલેશિયા |
5) શ્રીમો‘મેનમુખ્તાર, પ્રેસિડેન્ટ, ફેડરેશનઑફએફ્રો–એશિયનઇન્શ્યોરર્સએન્ડરિઇન્શ્યોરર્સ (એફએઆઇઆર) |
6) શ્રીચંદનાઅલુથગામા, ગ્રુપસીઇઓ, શ્રીલંકાઇન્શ્યોરન્સકોર્પોરેશન |
7) શ્રીઆરબાલસુંદરમ, સેક્રેટરીજનરલ, ઇન્શ્યોરન્સબ્રોકર્સએસોસિએશનઑફઇન્ડિયા |
વિજેતાઓની જાહેરાત વર્ષના અંતમાં કરવામાં આવશે અને ભારતમાં એક ભવ્ય અવૉર્ડ સમારોહની ઉજવણી આવશે.
ઇન્શ્યોરન્સ એડવાઇઝરીમાં શ્રેષ્ઠતાને માન્યતા આપવી
જીઆઇઇએ અવૉર્ડ 2025- એવા તમામ ઇન્શ્યોરન્સ એડવાઇઝર કે જેઓ ઇન્ડસ્ટ્રીના વાસ્તવિક મુખ્ય આધાર સ્તંભ છે, તેઓના અસાધારણ સમર્પણ, ઉત્કટતા અને સખત મહેનતને માન્યતા આપશે. જીઆઇઇએ અવૉર્ડ માટે, જનરલ અને હેલ્થ ઇન્શ્યોરન્સ સેક્ટરના એડવાઇઝરને વિવિધ અવૉર્ડ કેટેગરીમાં પોતાને નામાંકિત કરવા, તેમની ઉપલબ્ધિઓ દર્શાવવા અને અન્યોને પ્રેરણા આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે. આ અવૉર્ડનો હેતુ ઇન્શ્યોરન્સના મહાન વ્યવસાયની ઉજવણી કરવાનો છે, જે નાગરિકો સાથે તેમના સૌથી પડકારજનક સમય દરમિયાન ઊભા રહીને સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જીઆઇઇએ અવૉર્ડ ઇન્શ્યોરન્સ એડવાઇઝરની પરિવર્તનશીલ પ્રભાવની સાક્ષી પૂરે છે, જે ખરેખર સૌથી મહત્વપૂર્ણ હોય ત્યારે બદલાવ લાવે છે.
જીઆઇઇએ અવૉર્ડ 2025 માટે તમને જાણો છો તેવા એડવાઇઝર અથવા પોતાને નોમિનેટ કરવા માટે, ઑનલાઇન નૉમિનેશન ફોર્મ ભરો, જે વેબસાઇટ https://www.asiainsurancereview.com/giea2025/ પર ઉપલબ્ધ છે. નૉમિનેશનનો સમયગાળો 19 ફેબ્રુઆરી 2025 ના રોજ શરૂ અને 20 માર્ચ 2025 ના રોજ બંધ થાય છે. એડવાઇઝર પ્રકાશિત પાત્રતાના માપદંડ દીઠ બહુવિધ કેટેગરીમાં નોમિનેશન ફાઇલ કરી શકે છે.
અવૉર્ડ કેટેગરી નીચે આપેલ છે:
- એશિયા અને મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા (ભારત સહિત)માં શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ એડવાઇઝર
- એશિયા અને મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા (ભારત સહિત)માં શ્રેષ્ઠ મોટર ઇન્શ્યોરન્સ એડવાઇઝર
- એશિયા અને મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા (ભારત સહિત)માં શ્રેષ્ઠ પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ એડવાઇઝર
- ભારતમાં શ્રેષ્ઠ મલ્ટીલાઇન ઇન્શ્યોરન્સ એડવાઇઝર
- એશિયા અને મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા (ભારત સહિત)માં શ્રેષ્ઠ મલ્ટીલાઇન ઇન્શ્યોરન્સ એડવાઇઝર
- ભારતમાં શ્રેષ્ઠ પૉઇન્ટ-ઑફ-સેલ એજન્ટ
- એશિયા અને મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા (ભારત સહિત)માં શ્રેષ્ઠ મહિલા ઇન્શ્યોરન્સ એડવાઇઝર
- એશિયા અને મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા (ભારત સહિત)માં શ્રેષ્ઠ રુકિ ઇન્શ્યોરન્સ એજન્ટ
- ભારતમાં શ્રેષ્ઠ રિટેલ બ્રોકર
- એશિયા અને મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા (ભારત સહિત)માં શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ અવૉર્ડ
- એશિયા અને મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા (ભારત સહિત)માં લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ
જીઆઇઇએ અવૉર્ડ 2025 ના લૉન્ચ પર ટિપ્પણી કરતા, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સના એમડી અને સીઇઓ, શ્રી તપન સિંઘલે કહ્યું, “ઇન્શ્યોરન્સ એડવાઇઝર ઇન્ડસ્ટ્રીના ગુમનામ હીરો છે, જેઓ તેમના ગ્રાહકોને તેમની જરૂરિયાતના સૌથી મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભા રહી માર્ગદર્શન, સહાનુભૂતિ અને અતૂટ ટેકો પૂરો પાડે છે. તેમના યોગદાન ઘણીવાર ધ્યાનમાં લેવામાં આવતા નથી, પરંતુ તેઓ ઇન્શ્યોરન્સ સેક્ટરનો આધાર સ્તંભ છે, અને હવે સમય આવી ગયો છે કે આપણે તેમના અવિશ્વસનીય પ્રયાસોની ઉજવણી કરીએ. ગ્લોબલ ઇન્શ્યોરન્સ એક્સલન્સ અવૉર્ડ (જીઆઇઇએ) સાથે, અમારું લક્ષ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે અમારી પહોંચ અને પ્રભાવને વિસ્તૃત કરીને શ્રેષ્ઠતાને માન્યતા આપવા માટે બેંચમાર્ક વધારવાનું છે. અમે આ આવૃત્તિ માટે અવૉર્ડ પાર્ટનર તરીકે એશિયા ઇન્શ્યોરન્સ રિવ્યૂ સાથે ભાગીદારી કરવામાં આનંદ અનુભવીએ છીએ, જેમાં તેઓ આ પહેલમાં તેમની વિશ્વસનીયતા અને કુશળતા બતાવશે. તેમની વૈશ્વિક કુશળતા અને પ્રતિષ્ઠા જીઆઇઇએ અવૉર્ડમાં બેજોડ વિશ્વસનીયતા લાવે છે. સાથે મળીને, અમે વૈશ્વિક સ્તરે એડવાઇઝરના અસાધારણ યોગદાનને સન્માનિત કરવા માટે આતુર છીએ. આ પહેલ જનરલ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠતા, નવીનતા અને નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે અમારી અડગ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”
જાહેરાત અંગે બોલતા, એશિયા ઇન્શ્યોરન્સ રિવ્યૂના સીઇઓ, શીલા સુપ્પિયાએ જણાવ્યું, “જીઆઇઇએ અવૉર્ડ 2025 સમગ્ર ભારત અને તેની બહારના જનરલ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં સૌથી યોગ્ય એજન્ટો અને એડવાઇઝરને સન્માનિત કરશે, જે આ ક્ષેત્રના અગ્રગણ્ય તરીકે તેમની સખત મહેનતની ઉજવણી કરશે. તેમની દ્રઢતા અને ખંત વિના, જનરલ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં વૃદ્ધિ અને વિસ્તરણ જોવા મળી ન હોત જે તેને કામ કરવા માટે આવા જીવંત અને ગતિશીલ સ્થળ બનાવે છે. આ અવૉર્ડમાં, આપણે વ્યાપક ભૌગોલિક કવરેજ જોઈશું – જેમાં પહેલી વાર ભારતની બહારના એજન્ટો અને એડવાઇઝરનો સમાવેશ થશે. એશિયા ઇન્શ્યોરન્સ રિવ્યૂ આ ગતિશીલ વિકાસનો ભાગ બનવા માટે રોમાંચિત છે અને આ પ્રભાવશાળી પ્રયાસમાં અમને જોડવા બદલ બજાજ આલિયાન્ઝનો આભાર.”
ગ્લોબલ ઇન્શ્યોરન્સ એક્સલન્સ અવૉર્ડ (જીઆઇઇએ) એ જનરલ અને હેલ્થ ઇન્શ્યોરન્સ સેક્ટરમાંથી એડવાઇઝરને સંલગ્ન, પ્રેરિત અને ઉજવણી કરવા માટેનું એક ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ પ્લેટફોર્મ છે. જીઆઇઇએ સમગ્ર ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં નવીનતા અને શ્રેષ્ઠતાને પ્રેરણા આપવા માંગે છે.
અહીં જીઆઇઇએ અવૉર્ડ 2025 માટે પોતાને અથવા એડવાઇઝરને નોમિનેટ કરો: https://www.asiainsurancereview.com/giea2025/
*******