કચ્છની પવિત્ર ભૂમિ પરથી કથાનો વિરામ થયો; આગામી-૯૫૩મી કથા ૮ માર્ચથી સોનગઢ-વ્યારાથી શરૂ થશે

Spread the love

સત્યની સાથે જે ચાલતું હોય એ સાહિત્ય છે.

સાહિત્યએ આપણને ઊભા કર્યા છે.

પરમપવિત્ર,પરમધામ,શાશ્વત પુરુષ,દિવ્યપુરુષ,આદિપુરુષ,અજપુરુષ,વિભુ, વ્યાપકપુરુષ એટલે ઈશ્વર.

પ્રસિધ્ધિની ટોચ પર ગયા પછી સત્વ,રજ અને તમથી દુર રહી શકે એ ઈશ્વર છે.

ધર્મની દ્રષ્ટિએ ન જુઓ પણ સાહિત્યની દ્રષ્ટિએ પણ રામાયણ જુઓ.

બુદ્ધિમાનોએ રામાયણ કથા સાહિત્યની દ્રષ્ટિએ પણ સાંભળવી જોઈએ.

“હું રામકથા તરફ રામકથા માટે જ ગયો,કથા માટે જ કથામાં આવજો.”

કથા બીજ પંક્તિઓ:

જૌં સબકે રહ ગ્યાન એકરસ;

ઇસ્વર જીવહિ ભેદ કહહું કસ

-ઉત્તરકાંડ દોહો-૭૮

ઇસ્વર અંસ જીવ અબિનાસી;

ચેતન અમલ સહજ સુખરાસી

-ઉત્તરકાંડ દોહો-૧૧૭

ભગવાન કોટેશ્વર તેમજ ત્રિકમરાયજી મંદિર અને ઝૂલેલાલજી મંદિરના પટાંગણમાં ચાલી રહેલી રામકથાના આજે વિરામ-વિશ્રામ દિવસ પર ઉપસંહારક વાત કરતા કચ્છના તમામ ધર્મસ્થાનો અને તમામ કલાવિદ્યાને પ્રણામ-નમન કરીને બાપુએ કથાના નિમિતમાત્ર મનોરથી તન્ના પરિવાર તેમજ સમગ્ર આયોજન તરફ પોતાનો પ્રસન્નતા ભાવ વ્યક્ત કર્યો.

રામચરિત માનસમાં એક ઈશ્વર બીજા ઈશ્વરનો પરિચય આપે છે.પણ એ પહેલાં સ્પષ્ટતા કે ઈશ્વર બે નથી,એક જ છે.ભારતનું આખું અધ્યાત્મ એકેશ્વર વાદમાં માને છે,દેવતાઓ બે હોઈ શકે.આ સનાતન ધર્મનો સિદ્ધ થયેલો શુદ્ધ મત છે.સત્ય એક જ છે, સત્ય ઈશ્વર છે.એક જ ઈશ્વરને આપણી રુચિ, ભાવના,શ્રદ્ધા પ્રમાણે આપણે દર્શન કરતા હોઈએ છીએ.લીલામાં બે દેખાય,બાકી ઈશ્વર એક જ છે.ઈશ્વર શબ્દ વધુને વધુ ભગવાન શંકર સાથે જોડાયેલો છે.તો પણ રામ,કૃષ્ણ,જગદંબા પણ ઈશ્વર જ છે.એક લાખ ઘડામાં પાણી ભરીએ અને સવારે સૂરજ ઉગે તો બધા ઘડામાં સુરજ દેખાય છે પણ સૂરજ એક જ છે.! એક ઈશ્વર બીજા ઈશ્વર માટે શબ્દ પ્રયોગ કરે એ ઈશ્વરનું ઈશ્વરત્વ છે. શિવરૂપી ઈશ્વર રામરૂપી ઈશ્વર માટે કહે છે:

પુરૂષ પ્રસિધ્ધ પ્રકાશ નિધિ,પ્રગટ પરાવર નાથ;

રઘુકુલ મનિ સોઇ સ્વામી મમ,કહિ સિવ નાયઉં માથ.

શિવ-ઈશ્વરની દ્રષ્ટિથી ઈશ્વર કેવો દેખાય છે?જેમ ઘાયલકી ગત ઘાયલ જાને-આપણે-જીવ-ઈશ્વરનું પ્રતિપાદન નહીં કરી શકીએ,એનું ભજન જ થાય. ઈશ્વરની આંખે ઈશ્વર દેખાય.અહીં પુરુષ શબ્દ કહ્યો છે.પુરુષના અર્થ વેદમાં પાંચ થાય છે:એક અર્થ થાય છે-પરબ્રહ્મ પરમાત્મા.બીજો અર્થ-વિરાટ પુરુષ. ત્રીજો અર્થ-વિશ્વેશ્વર,વિશ્વનાથ,વિશ્વરૂપ.ચોથો અર્થ- જેમાં સ્ત્રી પણ સમાહિત છે.નરની સામે નારી શબ્દ મૂકી શકીએ.વેદની દ્રષ્ટિએ પુરુષ શબ્દ આવે ત્યાં સ્ત્રી જુદી નથી.એટલે ભગવાન શંકર અર્ધનારેશ્વર પણ કહેવાય છે.અર્થ-પુરુષવાચક શબ્દ છે,વાણી-સ્ત્રીવાચક શબ્દ છે.વાણી હોય તો અર્થ થાય.અહીં બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે!

ઋગ્વેદના ૧૬માં શ્લોકમાં પુરુષસૂક્ત છે ત્યાં નવ વખત પુરુષ શબ્દનો પ્રયોગ થયો છે.જેનો અર્થ પુરુષસૂક્તમાં પૂર્ણ(પૂર્ણાંક)ની વંદના થઈ છે એવો કરી શકાય.

દેવી ભાગવતમાં તો ઠીક આપણી મા ની અંદર પણ જૂઓ!સમગ્ર ઐશ્વર્ય,સમગ્ર ધર્મ,સમગ્ર જ્ઞાન,સમગ્ર વૈરાગ્ય,સમગ્ર શ્રી અને સમગ્ર યશ છે-આ ષડેશ્વર-એટલે જગદંબા-માતા પણ ઈશ્વર છે. સાહિત્યનો અર્થ-સત્યની સાથે જે ચાલતું હોય એ સાહિત્ય છે.સાહિત્યનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ મહાભારત છે સાહિત્યનો અર્થ એવો થાય:હું સાથે છું,સાથે ચાલુ છું,તારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાડીને હું પાછું ફરીશ.મૂળમાં ભજન હોવું જોઇએ,નહીંતર સાહિત્ય છીછરું થઈ જાય છે.

તુલસી લખે છે અસમયના સખામાં સાહસ,સાહિત્ય અને સત્યવ્રત છે.વ્યાસ અને વાલ્મિકી ન હોત તો શું થાત?સાહિત્યએ આપણને ઉભા કર્યા છે. મહાભારતના પ્રસંગનું અહીં રસિક વર્ણન કરવામાં આવ્યું.

પરમપવિત્ર,પરમધામ,શાશ્વત પુરુષ,દિવ્યપુરુષ, આદિપુરુષ,અજપુરુષ,વિભુ,વ્યાપકપુરુષ એટલે ઈશ્વર.પ્રસિધ્ધિની ટોચ પર ગયા પછી સત્વ,રજ અને તમથી દુર રહી શકે એ ઈશ્વર છે.માયા જગત અને જીવ ત્રણેથી બહાર નીકળી ગયા એ પરાવર કહેવાય આવું પુરુષ તત્વ ત્રણ તત્વો-વેદજ્ઞાન,વિજ્ઞાન અને સાહિત્યથી ઓળખાય છે.એટલે જ કહું છું ધર્મની દ્રષ્ટિએ ન જુઓ પણ સાહિત્યની દ્રષ્ટિએ પણ રામાયણ જુઓ.બુદ્ધિમાનોએ રામાયણ કથા સાહિત્યની દ્રષ્ટિએ પણ સાંભળવી જોઈએ.

હું રામકથા તરફ રામ કથા માટે જ ગયો,કથા માટે જ કથામાં આવજો.

બાકી રહેલી કથામાં સેતુબંધ બાદ-પુરુષાર્થનો સેતુ, આકાશ માર્ગ અને કૃપાનાં સેતુ પરથી સેના પાર કરી લંકામાં ભીષણ યુદ્ધ થયું.રાવણને નીજ પદ આપી સીતાજી સહિત પુષ્પક આરૂઢ થઈ રામ અયોધ્યા આવ્યા અને વશિષ્ઠએ રામને રાજ તિલક કર્યું.

એ પછી ગરુડના સાત પ્રશ્નો,ભુશુંડીનું ચરિત્ર કહીને ચારેય ઘાટ પરથી ગવાતી રામકથાનું સમાપન કરતી વખતે બાપુએ અહીં પણ સમાપન વેળાએ પ્રસન્નતાનો ભાવ રાખ્યો અને જણાવ્યું કે હનુમાનજીને પ્રાર્થના કરીએ કે મહાકુંભનું છેલ્લું સ્નાન પણ વિઘ્ન વગર પસાર થાય.

આ શિવરાત્રી આવી રહી છે એની એડવાન્સમાં બધાને ખૂબ જ વધાઈ સાથે રામકથાનું સુકૃત-સુફળ ભગવાન કોટેશ્વર,ત્રિકમરાય,મા કમલાજી, ઝુલેલાલજી સહિત કચ્છના તમામ તીર્થસ્નાનોને અર્પણ કરીને કથાને વિરામ આપવામાં આવ્યો.

આગામી-૯૫૩મી રામકથા સોનગઢ-વ્યારા પાસે સુરતથી ૮થી૧૬ માર્ચ દરમિયાન યોજાશે.

જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ તેમજ ચિત્રકૂટધામ-તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ ઉપરાંત સંગીતની દુનિયા પરિવાર યુ-ટ્યુબ ચે લ પર નિયત નિયમિત સમયે નિહાળી શકા


Spread the love

Check Also

‘NPS બાય પ્રોટિયન’ એપ્લિકેશન અપગ્રેડ થઈ: યુવા રોકાણકારો માટે નિવૃત્તિ આયોજન વધુ સરળ બનશે

Spread the love એપ નવા અને જૂના NPS ખાતા ધારકો માટે ઉપલબ્ધ બનશે નવી એપ્લિકેશન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *