‘NPS બાય પ્રોટિયન’ એપ્લિકેશન અપગ્રેડ થઈ: યુવા રોકાણકારો માટે નિવૃત્તિ આયોજન વધુ સરળ બનશે

Spread the love

Protean NPS Press Reles logo 2025
  • એપ નવા અને જૂના NPS ખાતા ધારકો માટે ઉપલબ્ધ બનશે
  • નવી એપ્લિકેશન એન્ડ્રોઇડ અને iOS વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ
  • નવા વપરાશકારો ‘NPS બાય પ્રોટીન’ એપને ગૂગલ પ્લે સ્ટોર અને iOS પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશે
    ગૂગલ પ્લે સ્ટોર: https://play.google.com/store/apps/details?id=nps.nps
    iOS સ્ટોર: https://apps.apple.com/in/app/nps-by-protean-egov/id1095960980
  • હાલના વપરાશકર્તાઓએ એપ્લિકેશનને ફક્ત અપડેટ કરવાની રહેશે

મુંબઈ 23 ફેબ્રુઆરી 2025: ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ટેકનોલોજીના પ્રણેતા પ્રોટિયન eGov ટેક્નોલોજીસ (અગાઉ NSDL e-Gov) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને અટલ પેન્શન યોજના (APY) માટે ભારતની સૌથી મોટી સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી (CRA)એ તેમની પેન્શન મેનેજમેન્ટ એપ્લિકેશન, ‘NPS બાય પ્રોટિયન’ને અપગ્રેડ કરી છે, જેને ડિજિટલને સમજી શકતી આજની યુવા પેઢી માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે.

તમે ભલે પહેલાથી જ NPS સાથે સંકળાયેલા હોવ અથવા NPS સાથે તમારી નિવૃત્તિ આયોજન યાત્રા શરૂ કરી રહ્યા હોવ, આ નવી એપ્લિકેશન તમને એક જ જગ્યાએ બધા ઉકેલો આપશે. એન્ડ્રોઇડ અને iOS બંને ગ્રાહકો માટે ઉપલબ્ધ, નવી એપ યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ, સાહજિક નેવિગેશન અને વધુ સુરક્ષા સુવિધાઓ આપે છે. આજની યુવા પેઢી માટે ખાસ રચાયેલ, આ એપ્લિકેશન તેમના માટે નવું NPS ખાતું બનાવવાની, યોગદાન આપવાની અને તેનું સંચાલન કરવાની પ્રક્રિયાને ખૂબ સરળ બનાવશે.

નવી ‘NPS બાય પ્રોટિયન’ એપની કેટલીક મુખ્ય વિશેષતાઓઃ

  • સરળ નોંધણી: નવા NPS વપરાશકર્તાઓ e-KYC, ડિજિ લોકર અથવા CKYCનો ઉપયોગ કરીને સરળતાથી નોંધણી કરાવી શકે છે.
  • પર્સનલાઈઝ્ડ રિટાયરમેન્ટ પ્લાનિંગઃ આરામદાયક નિવૃત્તિનાં સપનાં જોઈ રહ્યા છો? એપ્લિકેશનનું નવું રિટાયરમેન્ટ ગોલ પ્લાનર તમને તમારી અનન્ય જરૂરિયાતો અને લક્ષ્યોના આધારે તમારી રોકાણની વ્યૂહરચનાનો નકશો બનાવવામાં મદદ કરે છે. વહેલી શરૂઆત કરો અને તમારી બચતને વધતી જુઓ!
  • વધુ સુરક્ષિત: MPIN અને બાયોમેટ્રિક આધારિત લોગિનથી આ એપ પહેલા કરતાં વધારે અને મજબૂત સુરક્ષાની ખાતરી આપે છે.
    સીમલેસ ટાયર-II એકાઉન્ટ એક્ટિવેશનઃ તમારા ટાયર-II એકાઉન્ટને એક્ટિવેટ કરવું હવે અમારી બિલ્ટ-ઇન-બાય-સ્ટેપ ગાઇડ સાથે પહેલા કરતાં વધુ સરળ બની ગયું છે.
  • સરળ ફંડ ટ્રાન્સફર: નવા ઉમેરાયેલા “વન-વે સ્વિચ” ફીચરથી વપરાશકર્તાઓ તેમના ટાયર-II એકાઉન્ટમાંથી ટાયર-I એકાઉન્ટમાં સરળતાથી ફંડ ટ્રાન્સફર કરી શકે છે.

આ પ્રસંગે, પ્રોટિયન EGV ટેકનોલોજીસના મેનેજિંગ ડિરેક્ટર અને CEO શ્રી સુરેશ સેઠીએ જણાવ્યું હતું કે, “ઈનોવેશન દ્વારા પ્રોટિયન સમાજના દરેક વર્ગને ફાઇનાન્શિયલ ઈન્ક્લુઝનનું પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં દેશમાં પેન્શન સ્કીમને દરેક સુધી પહોંચાડવાનો સરકારનો મજબૂત ઇરાદો દર્શાવવામાં આવ્યો હતો. NPS અને APY માટે અગ્રણી સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી (CRA) તરીકે, અમે તેને બજારના વિસ્તરણ માટે એક વિશાળ તક તરીકે જોઈએ છીએ. અમારી નવી એપનું સુધારેલું વર્ઝન યોગ્ય સમયે આવ્યું છે, કારણ કે ભારતના યુવાનો રોકાણના વિવિધ વિકલ્પો વિશે જાગૃત થયા છે અને સક્રિયપણે તેમની નિવૃત્તિનું આયોજન કરી રહ્યા છે. નવું એપ્લિકેશન વર્ઝન નવા યુગની ડિજિટલ ઓનબોર્ડિંગ ક્ષમતાઓ, લક્ષ્ય આયોજન અને સહેલાઇથી લોગિન સાથે ઘણા નવીન સુવિધાઓ સાથે ગ્રાહકો માટે સંચાલનને સરળ બનાવે છે.”

“NPS બાય પ્રોટિયન” એપ્લિકેશન પેન્શન મેનેજમેન્ટમાં એક મોટી પહેલનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભારતીયોને, ખાસ કરીને યુવા રોકાણકારોને, તેમની નિવૃત્તિ બચતને સંભાળવા અને સરળતા સાથે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમમાં ભાગ લેવા માટે સશક્ત બનાવે છે.


Spread the love

Check Also

કચ્છની પવિત્ર ભૂમિ પરથી કથાનો વિરામ થયો; આગામી-૯૫૩મી કથા ૮ માર્ચથી સોનગઢ-વ્યારાથી શરૂ થશે

Spread the loveસત્યની સાથે જે ચાલતું હોય એ સાહિત્ય છે. સાહિત્યએ આપણને ઊભા કર્યા છે. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *