ooh

માઝાની નવી કેમ્પેઈન સાથે જીવનની રોજબરોજની જીતને ઉજવણીમાં ફેરવી દો

Spread the love

કેમ્પેઈન વિડિયો લિંક કરો– HERE (https://www.youtube.com/watch?v=ItO29hI1bTE)

નવી દિલ્હી ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતનું અત્યંત વહાલું મેંગો ડ્રિંક માઝા દ્વારા દરેક ઘૂંટડામાં કેરી ખાવાના આસ્વાદની ખુશી પ્રદાન કરતાં લાખ્ખો કેરી પ્રેમીઓની અગ્રતાની પસંદગી બની રહી છે. અસલ હાફુસ કેરીના રસની સારપથી બનાવવામાં આવેલા માઝાની કેમ્પેઈન માઝા હો જાયે સાથે કોકા-કોલા ઈન્ડિયાની ઘરમાં વૃદ્ધિ પામેલી બ્રાન્ડ ઉજવણીનો નવો દાખલો બેસાડી રહી છે.

આ કેમ્પેઈનના મૂળ શક્તિશાળી સાંસ્કૃતિક અંતર્દ્રષ્ટિમાં ખૂંપેલા છે. ભારત તેની ભવ્ય ઉજવણીઓ અને સિદ્ધિઓ પર ભાર આપવા માટે ઓળખાય છે ત્યારે આપણા જીવનને આકાર આપતી નાની નાની જીત મોટે ભાગે ધ્યાન બહાર રહી જતી હોય છે. આ અવસર ગૌરવનું બહુ ભાન ધરાવે છે અને તે હકદાર હોય તે સન્માન તેને ભાગ્યે જ મળે છે. આથી માઝા હવે આ નાની ઉજવણીઓ માટે પરફેક્ટ ટ્રીટ તરીકે આવી છે, જે સાધારણ અવસરોને અસાધારણ મહેસૂસ કરાવશે.

માઝા રોજબરોજની જીતને વધાવી લેવા માટે પરફેક્ટ છે અને આ માન્યતા કેમ્પેઈનની ફિલ્મમાં સુંદર રીતે ગૂંથવામાં આવી છે. તે થોડો, અવસરનો આનંદ લો અને નાની ખુશીઓમાં પોતાને ટ્રીટ કરવાની યાદ અપાવે છે. માઝાએ આ ઓળખ્યું છે અને આ રોજબરોજની જીતને પહોંચ અને સરાહના આપવા માટે સાદી છતાં શક્તિશાળી રીત પ્રદાન કરે છે.

આ કેમ્પેઈન પર વિચાર પ્રગટ કરતાં કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથ વેસ્ટ એશિયાના ન્યુટ્રિશન કેટેગરીના માર્કેટિંગના ડાયરેક્ટર અજય કોનાલેએ જણાવ્યું હતું કે, “માઝા લગભગ પાંચ દાયકાથી ભારતીય ગ્રાહકોને અત્યંત અસલ કેરીનો અનુભવ પ્રદાન કરી રહી છે અને આપણા દેશમાં સૌથી વહાલી પીણાંની બ્રાન્ડમાંથી એક બની રહી છે. અમે હવે અમારા ગ્રાહકોના રોજબરોજના જીવનમાં તેની અસલ કેરીનો અનુભવ લાવીને માઝાની સુસંગતતાને મજબૂત બનાવવા માટે અમારી બ્રાન્ડની વ્યૂહરચનામાં ઉત્ક્રાંતિ લાવી દીધી છે. અમે અમારા ગ્રાહકોની ઉત્ક્રાંતિ પામતી ડિજિટલ જીવનશૈલીઓ સાથે સુમેળ સાધતાં અમારા ગ્રાહકોનો સહભાગી અભિગ પણ વધાર્યો છે.’’

આ કેમ્પેઈનની સંકલ્પના ડબ્લ્યુપીપીના ઓપનએક્સના ભાગરૂપે ઓગિલ્વી ઈન્ડિયાની છે.

કેમ્પેઈન પાછળની ક્રિયેટિવ ઈનસાઈટ પર બોલતાં ઓગિલ્વી ઈન્ડિયાના ચીફ ક્રિયેટિવ ઓફિસર સુકેશ નાયકે જણાવ્યું હતું કે, “માઝાના નવા પોઝિશનિંગે અમને બ્રાન્ડ માટે નવી દુનિયાની ખોજ કરવાનો માર્ગ આપ્યો છે. આથી અમે ભારતના ‘આમ લોગ’ એ ખુદ બોટલ પર પાત્રો સાથે નાની જીતની ઉજવણી વિશે વાર્તાઓ આદાનપ્રદજાન કરવાનું નક્કી કર્યું છે. તમારા અને મારા જેવા રોજબરોજના લોકો માઝા સાથે તેમની નાની જીતની ઉજવણી કરવાની રીત ધરાવે છે. અને સર્વ ચરણ અને મિડિયામાં આ સંપૂર્ણ કેમ્પેઈનનો તે જ સાર છેઃ માઝા ઉપાડી લેવાનું અને જીવનમાં દરેક નાની જીતન માટે ઉજવણી કરવાનું પીણું છે.’’

નવી કેમ્પેઈન જીવનની સૌથી સાદી ખુશીઓ માટે સંગાથી બનવાની માઝાની કટિબદ્ધતા પર ભાર આપે છે, જે તેને સર્વ વયજૂથોમાં ઊંડાણથી સુસંગત બનાવે છે. કેરીઓ સાથે ભારતનું પ્રેમપ્રકરણ ઊજવવા અને નાની જીત માટે આખરી ટ્રીટ તરીકે પોતાને સ્થાનબદ્ધ કરતાં માઝાએ અંગત ગૌરવના અવસરો માટે સમૃદ્ધ હાફુસની ફ્લેવર અને સ્વાદિષ્ટ કેરીનો અનુભવ લાવવાનું ચાલુ રાખ્યું છે.


Spread the love

Check Also

સાધનો કરીશું ત્યારે જ ચિત્તની શુદ્ધિ થશે અને ચિત્તની સુધી થાય ત્યારે અંદર રહેલો ઈશ્વર ઓળખાશે

Spread the loveચિત્તની શુધ્ધિ પાંચ રીતે થાય છે. ચિત્તની ત્રણ દશા છે:ઘોર,ઘનઘોર અને અઘોર. ચિત્ત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *