LGએ ભારતમાં પ્રીમિયમ ફ્લેગશિપ સાઉન્ડબાર લૉન્ચ કર્યા

Spread the love

LGના નવાS95TR અને S90TY સાઉન્ડબાર્સ પાંચ અપ-ફાયરિંગ સ્પીકર અને ટ્રિપલ-લેવલ સ્પેશલ સાઉન્ડની સાથે પ્રીમિયમ ઇમર્સિવ ઑડિયો એક્સપીરિયન્સ આપશે 

નવી દિલ્હી 22 જાન્યુઆરી 2025 – LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડે વાયરલેસ ડોલ્બી એટમોસ® અને ટ્રુ વાયરલેસ રીયર સરાઉન્ડ સ્પીકર્સ ધરાવતા તેના નવા LG S95TR અને LG S90TYસાઉન્ડબાર્સ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. સાઉન્ડની સારી ગુણવત્તા, નવા ફીચર્સ તથા સ્લીક, આધુનિક ડીઝાઇનની સાથે તેની રચના હૉમ એન્ટરટેઇન્મેન્ટને સુધારવા માટે થઈ છે, આ મોડેલો LG ટીવી સાથે સુસંગત છે, જે સુધારેલા સીનેમેટિક અને ઑડિયો એક્સપીરિયેન્સની ખાતરી કરે છે.

LGનો S95TR સાઉન્ડબાર 810Wનો પાવર આઉટપૂટ ધરાવે છે અને આ ફ્લેગશિપ મોડેલ સચોટતાપૂર્વક ગોઠવવામાં આવેલા 17 સ્પીકરો ધરાવે છે, જે એક વ્યાપક સરાઉન્ડ સાઉન્ડનો અનુભવ કરાવે છે. તેનું એકૉસ્ટિક બ્રિલિયેન્સ ત્રિ-પરિમાણીય સાઉન્ડસ્કેપને નવા સ્તરે લઈ જઈ અત્યંત સ્પષ્ટ અવાજ સંભળાવીને સાઉન્ડસ્ટેજની ક્ષિતિજોને વિસ્તારે છે.

આ લૉન્ચ અંગે વાત કરતાં LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના હૉમ એન્ટરટેઇન્મેન્ટના ડિરેકટર શ્રી બ્રાયન જંગે જણાવ્યું હતું કે. ‘અમારા ફ્લેગશિપ સાઉન્ડબાર્સનું લૉન્ચ અમારા ગ્રાહકો માટે હૉમ એન્ટરટેઇન્મેન્ટને સુધારવા માટે ટેકનોલોજી પૂરી પાડવાની અમારી કટિબદ્ધતાની દિશામાં લેવામાં આવેલું એક નોંધપાત્ર પગલું છે. આ સાઉન્ડબારની રચના સેન્ટર-અપ-ફાયરિંગ સ્પીકર, 3D સ્પેશલ સાઉન્ડ ટેકનોલોજી અને LGના ટીવીની સાથે વાયરલેસ કેનેક્ટિવિટી જેવી વિશેષતાઓની સાથે ઇમર્સિવ ઑડિયો એક્સપીરિયેન્સ પૂરો પાડે છે. ભારતીય ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પૂરી કરવા માટે અમે નવીનીકરણની સાથે કાર્યદેખાવનું સંયોજન કર્યું છે.’

મુખ્ય વિશેષતાઓ

LG S95TR5 અપ-ફાયરિંગ સ્પીકરો ધરાવતી 9.1.5 ચેનલ, અપગ્રેડ કરેલા ટ્વીટર્સ અને પેસિવ રેડિયેશનના એકીકરણ જેવા ફીચર્સ ધરાવે છે. આ સાથે જ આ સાઉન્ડબાર સંતુલિત સાઉન્ડ માટે લૉ-ફ્રીક્વન્સી રીસ્પોન્સને 120Hz સુધી નીચે મોકલે છે અને પરિષ્કૃત ટ્વીટરો એ વાતની ખાતરી કરે છે કે સુધારેલા અવાજના અનુભવ માટે સર્વોચ્ચ ફ્રીક્વન્સીઓ સ્પષ્ટતા સાથે પૂરી પાડવામાં આવે. WOWCASTની મદદથી આ સાઉન્ડબારને સિલેક્ટ LG ટીવીની સાથે વાયરલેસ રીતે જોડી શકાય છે, જે વાયરલેસ ડોલ્બી એટમોસ અને DTS:X®2  જેવી સિનેમેટિક ટેકનોલોજીઓને માણવાનું ખૂબ જ સરળ બનાવી દે છે. LGનો WOW ઇન્ટરફેસ LG ટીવીના સાઉન્ડ સેટિંગ્સ મારફતે નેવિગેટ કરવાનો સાહજિક અને યુઝર-ફ્રેન્ડલી રસ્તો પૂરો પાડે છે અને એક બટન દબાવવાથી જ LGની WOW ઓર્કેસ્ટ્રા ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. સાઉન્ડબાર અનેસિલેક્ટ LG ટીવી સાથેનું ગઠબંધન ઑડિયો ચેનલના ફ્યુઝનની રચના કરી સાઉન્ડસ્ટેજને વિસ્તારે છે અને ઊંડાઈના સ્તરોને ઉમેરે છે, જે ઑડિટરી ઇમેજરીને સુધારે છે. LGની 3Dસ્પેશલ સાઉન્ડ ટેકનોલોજી વાસ્તવિક લાગતાં અવાજ અને જગ્યાની ગહન અનુભૂતિની મદદથી શ્રોતાઓને ઝકડી રાખવા માટે 3D એન્જિન મારફતે ચેનલ એનાલીસિસને લાગુ કરે છે. વધુમાં LG AI રૂમ કેલિબ્રેશન રૂમના વાતાવરણનું મૂલ્યાંકન કરે છે અને રૂમના એકૉસ્ટિક્સની સાથે તાદાત્મ્યમાં ઑડિયોને એન્હાન્સ કરવા માટે સેટિંગ્સને ઠીક કરે છે. AI રૂમ કેલિબ્રેશન પાછળના સરાઉન્ડ સ્પીકરના ઑડિયોને કેલિબ્રેટ કરવાની ક્ષમતા વધારે છે, જે ઑડિયો ઇમર્શનને સુધારે છે અને ઇન્સ્ટોલેશન માટેની સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે.

તો બીજી તરફ LG S90TY, 570Wના આઉટપૂટની સાથે 5.1.3 ચેનલનો સેટઅપ પૂરો પાડે છે. વળી, તે સેન્ટર અપ-ફાયરિંગ સ્પીકરની વિશેષતા પણ ધરાવે છે, તેમાં S95TR જેવા પાછળના વાયરલેસ સરાઉન્ડ સ્પીકરનો સમાવેશ થતો નથી.

કિંમત અને ઉપલબ્ધતાઃ

LG S95TRની કિંમત રૂ. 84,990 છે, જ્યારે LG S90TY રૂ. 69,990માં ઉપલબ્ધ છે. તેના ફીચર્સ અલગ-અલગ મોડેલ મુજબ અલગ-અલગ હોઈ શકે છે. આ સાઉન્ડબાર્સ રીટેઇલ અને LG.com સહિતના ઓનલાઇન પ્લેટફૉર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે www.lg.com/in/audioની મુલાકાત લો.


Spread the love

Check Also

ટ્રુક એ તેની ગેમિંગ સિરીઝમાં બડ્સ ક્રિસ્ટલ ડાયનોને INR 999/- ની વિશેષ લોન્ચ કિંમતે રજૂ કર્યા

Spread the love ક્રિસ્ટલ ડાયનો 21 એપ્રિલથી Amazon.in, ફ્લિપકાર્ટ અને Truke.in પર વેચાણ માટે ઉપલબ્ધ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *