ગુરુગ્રામ, ભારત 16મી જાન્યુઆરી 2025: ભારતમાં સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેના પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ ગેલેક્સી Z Fold6 અને ગેલેક્સી Z Flip6 પર ઘણી બધી ફેસ્ટિવ ઓફર્સ જાહેર કરવામાં આવી છે. આ વિશેષ કિંમતો ગ્રાહકોને સેમસંગના ફોલ્ડેબલ્સ સ્માર્ટફોન્સ અનુભવવા માટે અદભુત તક આપશે.
મૂળ કિંમત INR 164999થી શરૂ કરતાં ગેલેક્સી Z Fold6 24 મહિનાની નો- કોસ્ટ ઈએમઆઈ ઓફર સાથે INR 15000ના ઈન્સ્ટન્ટ કેશબેક સાથે ઉપલબ્ધ છે. ગેલેક્સી Fold6 હવે માસિક ફક્ત INR 4167ના ઈએમઆઈ પર (24 મહિનાના સમયગાળા માટે) ઉપલબ્ધ છે.
મૂળ કિંમત INR 109999થી શરૂ કરતાં ગેલેક્સી Z Flip6 24 મહિનાની નો- કોસ્ટ ઈએમઆઈ ઓફર સાથે INR 20000ના ઈન્સ્ટન્ટ કેશબેક સાથે ઉપલબ્ધ છે. ગેલેક્સી Flip6 હવે માસિક ફક્ત INR 2500ના ઈએમઆઈએ ઉપલબ્ધ થશે.
નવી ગેલેક્સી Z સિરીઝે અજોડ મોબાઈલ અનુભવોની શ્રેણી અભિમુખ બનાવવા માટે ઉત્તમ રીતે તૈયાર કરાયેલા સૌથી બહુમુખી અને સાનુકૂળ ફોર્મ ફેક્ટરનો લાભ લઈને ગેલેક્સી AIનો નવો ધ્યેય શરૂ કર્યો છે. ગેલેક્સી Z Fold6નું લાર્જ સ્ક્રીન ઉપયોગ કરવાનું હોય, ગેલેક્સી Z Flip6નું ફ્લેક્સ વિંડો કે સૌથી આઈકોનિક ફ્લેકસમોડ બનાવવાનું હોય, ગેલેક્સી Z Fold6 અને Z Flip6 AI ક્ષમતાઓ મહત્તમ બનાવવા માટે વધુ તકો પૂરી પાડશે.
ફોર્મ ફેક્ટર ઈનોવેશનના સેમસંગના ઈતિહાસના પાયા પર નિર્મિત ગેલેક્સી AI સંદેશવ્યવહાર, ઉત્પાદકતા અને ક્રિયાત્મકતાના નવા યુગને ગતિ આપવા માટે શક્તિશાળી, ઈન્ટેલિજન્ટ અને ટકાઉ ફોલ્ડેબલ અનુભવનો ઉપયોગ કરે છે. ગેલેક્સી Z Fold6 અને Z Flip6 ગેલેક્સી માટે કક્ષામાં અવ્વલ CPU, GPU અને NPU પરફોર્મન્સને જોડતાં અત્યાધુનિક સ્નેપડ્રેગન મોબાઈલ પ્રોસેસર સ્નેપડ્રેગન ® 8 Gen 3 મોબાઈલ પ્લેટફોર્મ સાથે સમૃદ્ધ છે.