જિંદાલ વર્લ્ડવાઈડ લિ. મજબૂત Financial Result વચ્ચે 4:1 બોનસ શેર ઇશ્યૂની જાહેરાત કરી

Spread the love

અમદાવાદ 07 જાન્યુઆરી 2025 – ભારતની અને આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ ઉદ્યોગમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ગુણવત્તા અને વિશ્વાસનું નિર્માણ કરતી જિંદાલ વર્લ્ડવાઈડે તેના શેરહોલ્ડર્સને પુરસ્કૃત કરવા માટે એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી છે. આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં 4:1 ના અનુપાતમાં બોનસ ઇક્વિટી શેરના ઇશ્યૂને મંજૂરી આપવામાં આવી, જે કંપનીની નવીનતા અને ઉત્તમતાના યાત્રામાર્ગમાં એક મહત્વપૂર્ણ મંચ છે.

મંજુર કરેલા યોજના મુજબ, શેરહોલ્ડર્સને રેકોર્ડ તારીખે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, દર 1 (એક) રૂપીયા મૂલ્યના ભરેલા ઇક્વિટી શેર માટે 4 (ચાર) નવા સંપૂર્ણ ચૂકવેલા ઇક્વિટી શેર મળી શકશે. આ બોનસ શેર ફ્રી રિઝર્વ્સ અને/અથવા સિક્યોરિટીઝ પ્રીમિયમ ખાતાના મૂડીકરણ દ્વારા આપવામાં આવશે.

આ નિર્ણય જિંદાલ વર્લ્ડવાઈડ લિ.ના નાણાકીય મજબૂતાઈ અને ભવિષ્યના વૃદ્ધિ પર companyનો વિશ્વાસ દર્શાવતો છે, જ્યારે શેરહોલ્ડર્સ માટે મૂલ્ય બનાવવાની તેમની અખંડ પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે.

નાણાકીય હાઇલાઇટ્સ:
Revenue: Q2 FY24 માટે ₹567.59 કરોડ, જે Q1 FY24 ના ₹520.43 કરોડ કરતા વધુ છે; FY23-24 માટે કુલ આવક ₹1,859.36 કરોડ રહી.
Profit: Q2 FY24 માં ₹17.47 કરોડ રહ્યો, Q1 FY24 ના ₹17.43 કરોડ કરતાં થોડું વધારે, FY23-24 માટે કુલ ₹70.03 કરોડ.
Earnings Per Share (EPS): FY23-24 માટે ₹3.49, જ્યારે Cash EPS ₹4.53 રહ્યો.
ઓપરેટિંગ પ્રોફિટ માજિર્ન (OPM): 8.00%, અને શુદ્ધ નફાકીય માજિર્ન (NPM): 3.77% FY23-24 માટે, જે કંપનીના મજબૂત નફાકીય કાર્યક્ષમતા દર્શાવે છે.

જિંદાલ વર્લ્ડવાઈડ લિ.ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ બોનસ ઇશ્યૂ થકી અમે અમારા શેરહોલ્ડર્સનો આભાર માનીએ છીએ. છેલ્લા 30 વર્ષમાં, અમે ઝડપથી આગળ વધ્યાં છીએ. આ પગલું બધા શેરધારકો માટે ઉત્તમ પુરવાર થશે.”


Spread the love

Check Also

ખેતાન એન્ડ કંપની, મેકમાયટ્રિપ અને શાર્દુલ અમરચંદ મંગળદાસ લિંક્ડઇનની 2025 ની ટોચની મિડસાઇઝ કંપનીઓની યાદીમાં ટોપ-3માં

Spread the love કાનૂની, ટેક, હેલ્થકેર સેકટરની કંપનીઓ ટોચના 15 માંથી 10 સ્થાનો પર કબજો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *