વટવા વોર્ડ પ્રમુખ તરીકે નિમણુંક પામનાર પ્રતિકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા યોજાશે

Spread the love

અમદાવાદ 06 જાન્યુઆરી 2025: ગત 27 ડિસેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા કર્ણાવતી મહાનગરના વોર્ડ પ્રમુખોની નિમણુંક કરવામાં આવી હતી જેમા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને વટવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી બાબુસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ વટવા વિધાનસભાના વટવા વોર્ડમાં પ્રતીકભાઈ પટેલ, વસ્ત્રાલ વોર્ડમાં પ્રદીપભાઈ પટેલ અને રામોલ-હાથીજણ વોર્ડમાં હિતેશભાઈ ભરવાડની વોર્ડ પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

વટવા વિધાનસભાના ત્રણેય વોર્ડમાં નિમણુંક પામેલા વોર્ડ પ્રમુખો સંગઠનના જાણકાર, ગ્રાસરૂટ પર કામ કરનાર અને સૌને સાથે રાખી ચાલનારા હોઈ કાર્યકર્તાઓમા આ નિમણુંકને લઇ અનેરો ઉત્સાહ અને ઉમંગ છે.

સર્વસ્વીકૃત નામોને લઇ કાર્યકર્તાઓમાં ખુશીની લહેર છવાઈ છે ત્યારે આવતીકાલ 7 મી જાન્યુઆરીના રોજ વટવા વિધાનસભા ભાજપ પરીવાર દ્વારા નવનિયુક્ત પ્રમુખોની અભિવાદન યાત્રા યોજાનાર છે.

વટવા વોર્ડ પ્રમુખ તરીકે નિમણુંક પામનાર પ્રતિકભાઈ પટેલની ભવ્ય અભિવાદન યાત્રા જે વોર્ડના આશરે 9 KM જેટલાં મુખ્ય માર્ગો પર યોજાનાર છે જેમાં 1000 જેટલાં બાઈક, 50 જેટલી કાર જોડાનાર છે જયારે 25 જેટલાં સ્થાનો પર સ્થાનિકો અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા નવનિયુક્ત પ્રમુખ શ્રીનું સ્વાગત અભિવાદન થનાર છે.

આ અભિવાદન યાત્રાને પગલે સમગ્ર વિધાનસભામાં ચૂંટણી વિના ચૂંટણી જેવો માહોલ સર્જાસે.


Spread the love

Check Also

ખેતાન એન્ડ કંપની, મેકમાયટ્રિપ અને શાર્દુલ અમરચંદ મંગળદાસ લિંક્ડઇનની 2025 ની ટોચની મિડસાઇઝ કંપનીઓની યાદીમાં ટોપ-3માં

Spread the love કાનૂની, ટેક, હેલ્થકેર સેકટરની કંપનીઓ ટોચના 15 માંથી 10 સ્થાનો પર કબજો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *