GIIS અમદાવાદ દ્વારા GIIS ઇન્ટર-સ્કૂલ સ્પોર્ટ્સ ફેસ્ટ 2024 સાથે નવા સ્પોર્ટ્સ એરેનાના સફળ પ્રારંભની ઉજવણી કરવામાં આવી

Spread the love

અમદાવાદ 17મી ડિસેમ્બર 2024 – ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ (GIIS) અમદાવાદે તેના અત્યાધુનિક સ્પોર્ટ્સ એરેનાના સફળ અનાવરણની ગર્વભેર જાહેરાત કરી છે, જે સુગ્રથિત વ્યક્તિઓના વિકાસની તેની પ્રતિબદ્ધતામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. નવી સુવિધાની ભવ્ય ઉજવણીમાં શરૂઆત કરવામાં આવી હતી, જે શારીરિક તંદુરસ્તી, માનસિક સ્થિતિસ્થાપકતા અને વિદ્યાર્થીઓમાં ટીમવર્ક અને ખેલદિલીના મૂલ્યોને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

નવનિર્મિત સ્પોર્ટ્સ એરેના વિવિધ પ્રકારની રમતગમતની સુવિધાઓ પ્રદાન કરે છે, જે વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ એથ્લેટિક સંભવિતતા ચકાસવા માટે પૂરતી તકો પૂરી પાડે છે. આ એરેનામાં બાસ્કેટબોલ, ફૂટબોલ, ક્રિકેટ, વોલીબોલ, એથ્લેટિક્સ, લોંગ જમ્પ પિટ, પિકલબોલઅને હેન્ડબોલ માટે સમર્પિત જગ્યાઓનો સમાવેશ થાય છે, જે તેને એથ્લેટિક વિકાસ માટેનું કેન્દ્રિય હબબનાવે છે.

નવા સ્પોર્ટ્સ એરેનાના ઉદઘાટનની યાદમાં, GIISઅમદાવાદેGIIS ઇન્ટર-સ્કૂલ સ્પોર્ટ્સ ફેસ્ટ 2024 નું આયોજન કર્યું હતું, જે બે દિવસીય ઇવેન્ટ હતી, જેમાં અમદાવાદની શાળાઓના યુવા એથ્લેટ્સએકઠા થયાહતા. આ ફેસ્ટિવલમાં ફૂટબોલ અને બાસ્કેટબોલમાં રોમાંચક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નીચેની શ્રેણીઓ સામેલ છેઃ

ફૂટબોલ:

અંડર-10 છોકરાઓ અને અંડર-15 છોકરાઓ અને છોકરીઓ

બાસ્કેટબોલ: અંડર-11 છોકરાઓ અને અંડર-14 છોકરાઓ અને છોકરીઓ

ફૂટબોલ અને બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં 22 શાળાઓની કુલ 48 ટીમોએ ભાગ લીધો હતો, જેના કારણે આ ઈવેન્ટનો ઉત્સાહ અને સ્પર્ધાત્મક ઊર્જામાં વધારો થયોહતો. LML સ્કૂલ, DPS ગાંધીનગર, ધ રિવરસાઇડ સ્કૂલ, એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ, આર્મી પબ્લિક સ્કૂલ અને અન્ય અનેક શાળાઓએ ભાગ લીધો હતો, આ બધાએ એકસાથે મળીને ખેલદિલીની સાચી ભાવનાની ઉજવણી કરી હતી.

આ ટુર્નામેન્ટના વિજેતાઓ નીચે પ્રમાણે હતાઃ

ફુટબોલ:

અંડર-10 છોકરાઓ: આનંદ નિકેતન, શીલજ

અંડર-15 છોકરાઓ: આનંદ નિકેતન, શીલજ

અંડર-15 છોકરીઓ: K N પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ

બાસ્કેટબોલ:

અંડર-11 છોકરાઓ: આનંદ નિકેતન,સુઘડ

અંડર-14 છોકરાઓ: GIIS અમદાવાદ

અંડર-14 છોકરીઓ: આનંદ નિકેતન, શીલજ

નવા સ્પોર્ટ્સ એરેનાના મહત્વ વિશે વાત કરતાં, GIIS અમદાવાદના આચાર્યશ્રી સીઝર ડી’સિલ્વાએ જણાવ્યું હતું કે, “અમારા નવા સ્પોર્ટ્સ એરેનાનો પ્રારંભ GIIS અમદાવાદ માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે, કારણ કે તે માત્ર શૈક્ષણિક રીતે નિપુણ વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ શારીરિક અને માનસિક રીતે પણ મજબૂત હોય તેવા વિદ્યાર્થીઓને પોષવાની અમારી દ્રષ્ટિ સાથે સુસંગત છે. સ્પોર્ટ્સ ફેસ્ટ આ સિદ્ધિની ઉજવણી કરવાની એક સંપૂર્ણ રીત છે, જે અમારા વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ પ્રદર્શિત કરવાની અને એક ટીમ તરીકે કામ કરવાની તક પૂરી પાડે છે. અમે માનીએ છીએ કે, રમતગમત; નેતૃત્વ, સ્થિતિસ્થાપકતા અને ચારિત્ર્ય વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને અમે વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ જે અમારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ટેકો આપે છે.”

રમતગમતના એરેનાનો પ્રારંભ અને GIIS ઇન્ટર-સ્કૂલ સ્પોર્ટ્સ ફેસ્ટ 2024 ની સફળતા એ GIIS અમદાવાદના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ટેકો આપતી વિશ્વ કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવાના વ્યાપક મિશનનો એક ભાગ છે. આ શાળાના રમતગમતની ઉત્કૃષ્ટતાના વારસામાં એક ઉત્તેજક નવા અધ્યાયની શરૂઆતને ચિહ્નિત કરે છે, જ્યાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંતુલનજાળવી રાખતા રમતગમતમાં પોતાની મહેનતને આગળ વધારી શકે છે.


Spread the love

Check Also

પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસેનને મોરારિ બાપુની શ્રદ્ધાંજલિ

Spread the loveઅમદાવાદ 16મી ડિસેમ્બર 2024: પરમ સ્નેહી અને સમર્થ તબલાવાદક પદ્મશ્રી, પદ્મભૂષણ પદ્મવિભૂષણ ઝાકીરહુસેન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *