ચેન્નઈ, 9 ડિસેમ્બર 2024:એશિયામાં સામાજિક રોકાણકારોના સૌથી મોટા નેટવર્ક એવીપીએનએ ભારતના ચેન્નઈમાં તેની સાઉથ એશિયા સમિટ 2024નો પ્રારંભ કર્યો છે.‘નવી વાસ્તવિકતાઓ, નવી તકો’ની થીમ પર કેન્દ્રીત આ સમિટ ક્લાઇમેટ એક્શન, આરોગ્ય પર પ્રભાવ, યુવાનોના સશક્તિકરણ અને આજીવિકા તથા જાતીય સમાનતા જેવી બાબતોમાં પ્રભાવશાળી ઉકેલોને આગળ વધારીને દક્ષિણ એશિયાના સામાજિક પડકારોને ઉકેલવા પર કેન્દ્રીત છે.બે દિવસ ચાલનારી આ સમિટમાં વિશ્વના કેટલાક પ્રભાવશાળી અગ્રણીઓ, સામાજિક રોકાણકારો, નીતિ ઘડનારાઓ અને ઇમ્પેક્ટ લીડર્સ એકઠાં થશે, જેથી કરીને આ ક્ષેત્રના સૌથી ચિંતાજનક સામાજિક-આર્થિક અને પર્યાવરણીય મુદ્દાઓને લક્ષિત ઉકેલો અને સામાજિક રોકાણોને આગળ વધારી શકાય.
આ સમિટમાં 40 સેશનો હશે અને સમગ્ર વિશ્વના 90 જેટલા વક્તાઓ પોતાના વક્તવ્યો આપશે, જેમાં ભારત સરકાર, નીતિ આયોગ, સિંગાપુર યુનિવર્સિટી ઑફ સોશિયલ સાયેન્સિસ, બ્લ્યુ પ્લેનેટ, રિલાયન્સ ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે. આ સમિટમાં ભાગ લેનારા પ્રતિષ્ઠિત વક્તાઓમાં સામેલ છેઃ ગ્રેટર ચેન્નઈ કૉર્પોરેશન (જીસીસી)ના કમિશનર શ્રી જે. કુમાર ગુરુબારન, તામિલનાડુ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી સુપ્રિયા સાહુ, તામિલનાડુ સ્કિલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના નાન મુધલવનના મેનેજિંગ ડિરેક્ટર ઇનોસેન્ટ દિવ્યા (આઇએએસ) વગેરે.
આ પ્રસંગે વાત કરતાં એવીપીએનના સીઇઓ સુશ્રી નૈના સબરવાલ બત્રાએ જણાવ્યું હતું કે, ‘સાઉથ એશિયા સમિટ 2024 એ પ્રાસંગિક દ્રષ્ટિકોણોને આગળ વધારવા તથા ભેગા મળીને નવીન, સ્થાનિક ઉકેલો સર્જવા માટેનું એક મહત્વનું પ્લેટફૉર્મ છે. ક્રોસ-સેક્ટર પાર્ટનર્શિપ અને ફાઇનાન્સિંગના ઇનોવેટિવ મોડેલો મારફતે અમે એસડીજી ફાઇનાન્સમાં રહેલા અંતરાલને દૂર કરવા માટે મૂડીના અખંડ પ્રવાહને ઉજાગર કર્યો છે. પહેલીવાર સંસ્કૃતિ અને નવીનીકરણના મામલે ખૂબ જ સમૃદ્ધ ગણાતા શહેર ચેન્નઈમાં આ સમિટ યોજવી એ ખૂબ જ રોમાંચક અનુભવ છે, ફક્ત સામાજિક અને પર્યાવરણીય પરિવર્તન માટે વ્યાપ વધારી શકાય તેવા કોઈ ચોક્કસ પ્રદેશના મોડેલ અંગે સંવાદ અને ઊંડી જાણકારીને પ્રોત્સાહન આપવા માટે જ નહીં પરંતુ દક્ષિણ એશિયા, એશિયા અને સમગ્ર વિશ્વની વચ્ચે આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા માટે પણ.આ વિશિષ્ટ પહેલ મારફતે દક્ષિણ એશિયા નવીનીકરણ અને સહયોગ માટેના હબ તરીકે ભારતને રજૂ કરીને પોતાની ક્ષમતાઓને શૅર કરી શકે છે અને વિશ્વના શ્રેષ્ઠ વ્યવહારોમાંથી ઘણું બધું શીખી શકે છે.’
આ સમિટનો ક્લાઇમેટ એક્શન ટ્રેક શહેરોના સ્થાયી વિકાસ માટેની પહેલ પર પ્રકાશ પાડશે. એન્કર પાર્ટનર તરીકે બ્લ્યુ પ્લેનેટ હોવાથી ચેન્નઈના પેરુનગુડી ડમ્પસાઇટ ખાતે યોજાનારી ક્લાઇમેટ પાથફાઇન્ડર્સ વર્કશોપ આ સમિટનું મુખ્ય આકર્ષણ હશે, જેમાં સામેલ થનારા પ્રતિનિધિઓ શહેરી કચરાંને સ્થાયી ઉકેલોમાં રૂપાંતરિત થવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવી શકશે.
બ્લ્યુ પ્લેનેટના સહ-સ્થાપક અને સીઇઓ શ્રી પ્રશાંત સિંહે જણાવ્યું હતું કે, ‘કચરાંનું મેનેજમેન્ટ એ ક્લાઇમેટ એક્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને દક્ષિણ એશિયાના ખૂબ જ વધારે વસ્તીગીચતા ધરાવતા શહેરોમાં. કચરાંને એક સંસાધન તરીકે લઇને આપણે નવીન ઉકેલો લાવી શકીએ છીએ, જે અપસાઇકલ અને રીપર્પઝને પ્રોત્સાહન આપે છે અને લેન્ડફિલ્સ ઘટાડી સર્ક્યુલર ઇકોનોમીને આગળ વધારે છે. બ્લ્યુ પ્લેનેટની ઇન્ટીગ્રેટેડ ટેકનોલોજીઓ કચરાંને ઊર્જા, ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી અને સ્થાયી ઉત્પાદનોમાં રૂપાંતરિત કરે છે. એવીપીએન સાઉથ એશિયા સમિટ 2024 અને ક્લાઇમેટ પાથફાઇન્ડરની વર્કશૉપ આ પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરવા અને શહેરી કચરાંનાં સ્થાયી ઉકેલોમાં રોકાણનો ઉપયોગ કરવા માટેનું એક મહત્વનું પ્લેટફૉર્મ પૂરું પાડે છે. નવીનીકરણ અને સામાજિક સમાવેશન મારફતે અમારો ઉદ્દેશ્ય સ્થિતિસ્થાપક સમુદાયો અને ઇકોસિસ્ટમનું નિર્માણ કરીને, પર્યાવરણની સુરક્ષાની સાથે વિકાસનો તાલમેલ બેસાડીને આબોહવા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે.’
આ સમિટમાં યોજનારા હેલ્થકૅર સેશનોમાં મેડિકલ ઍક્સેસને વિસ્તારવા માટે ડિજિટલ ઉકેલો અને સમુદાય પર આધારિત મોડેલો પર પ્રકાશ પાડવામાં આવશે અને તેની સાથે-સાથે જાતીય સમાનતા પરની ચર્ચાઓ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને આગળ વધારવા સ્ત્રીઓના આર્થિક સશક્તિકરણ અને જેન્ડર-લેન્સ પર કેન્દ્રીત હશે. યૂથ અને લાઇવલિહૂડ ટ્રેક સફળ કૌશલ્યવિકાસ અને ઉદ્યોગસાહસિકતાની પહેલને પ્રદર્શિત કરશે, ડિજિટલ ઇકોનોમીમાં અર્થપૂર્ણ રોજગારીના માર્ગો પર ભાર મૂકશે. એકંદરે, આ થીમ્સ વ્યૂહાત્મક રોકાણ અને સહયોગ મારફતે દક્ષિણ એશિયામાં સ્થાયી સામાજિક પ્રભાવ પ્રત્યેની એવીપીએનની કટિબદ્ધતા પર ભાર મૂકે છે.
સાઉથ એશિયા સમિટ 2024 એ એવીપીએનના કેટલાક પ્રમુખ કાર્યક્રમોમાંથી એક છે, જે વર્ષ 2025ના પ્રારંભમાં દક્ષિણ-પૂર્વ એશિયા અને ઉત્તર-પૂર્વ એશિયામાં પ્રાદેશિક સમિટ્સની શ્રેણીનો પ્રારંભ કરાવશે.સપ્ટેમ્બર 2025માં હોંગ કોંગમાં યોજાનારી એવીપીએન ગ્લોબલ કૉન્ફરન્સની સાથે તેનું સમાપન થશે, જેમાં સમગ્ર વિશ્વના સામાજિક રોકાણકારો એશિયા-પેસિફિકના વિશેષ પડકારોને ઉકેલવા માટે એકઠાં થશે. આ પ્રાદેશિક સમિટ્સનો ઉદ્દેશ્ય સ્થાનિક મુદ્દાઓ પર પ્રકાશ પાડવાનો, વૈશ્વિક પડકારો માટે સમુદાયના નેતૃત્વ હેઠળના ઉકેલોને પ્રોત્સાહન આપવાનો છે.