શ્રી પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વરધામનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

Spread the love

  • 8 ડિસેમ્બર સુધી આચાર્ય ભગવંતોના નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાશે
  • આવતીકાલે 5 ડિસેમ્બર ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે

અમદાવાદ 04 ડિસેમ્બર 2024: પ.પૂ. ગચ્છાધીપતિ શ્રી કુલચંદ્રસૂરિશ્વરજી મ.સાની પ્રેરણાથી તથા પૂ. પંન્યાસ શ્રી કુલદર્શન વિજયજી મ.સાના માર્ગદર્શનમાં નિર્માણ પામેલા શ્રી પાર્શ્વ પ્રેમ 24 જિનેશ્વરધામ એ જૈન તથા દ્રવિડ શૈલિનાં સમન્વય યુક્ત વિશ્વનું પ્રથમ જીનાલય છે. જેમાં સુંદર કલાકૃતિ યુક્ત જિનાલય, ભોજનશાળા, ધર્મશાળા, બિમાર – વૃદ્ધ સાધુ – સાધ્વિજી ભગવંતોના સ્થિરવાસ માટે વૈયાવચ્ચ ધામ પણ નિર્માણ થશે.

જીનાલયમાં મુળનાયક 51 ઇંચના ચૌમુખજી, 4 પરમાત્મા બિરાજમાન છે. આ સાથે જૈન ધર્મની વર્તમાન ચોવીસીના 24 તિર્થંકર પરમાત્મા, ૯ અધિષ્ઠાયક દેવી- દેવતા જિનાલયમાં જિવંતતાની  અનુભુતી કરાવે છે. ગુરુ ભગવંતોની સ્મૃતિમાં ૪ સુંદર ગુરુ-મંદિર પણ નિર્માણ પામેલ છે. આ જીનાલય સંગેમરમરના પાષાણથી નિર્માણ થયેલી દક્ષિણી શૈલીનું કલાકૃતિ યુક્ત શ્રી પાર્શ્વ પ્રેમ 24 જીનેશ્વર ધામ અમદાવાદ તથા સમગ્ર ગુજરાતભરમાં એશ્વર્ય સમાન કલાકૃતિ છે.

જેનો ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 29 નવેમ્બરથી પ્રારંભ થયેલા એકાદશાન્હિ્કા મહોત્સવ છે. પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દરરોજ વિવિધ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાશે. જે આ મુજબ રહેશે.

  • 3 ડિસેમ્બર, મંગળવારે પરમાત્મા જન્મ કલ્યાણક ઉજવણી થઈ.
  • 6 ડિસેમ્બર શુક્રવારે પરામાત્માના દિક્ષા કલ્યાણક અંતર્ગત પરમાત્માના દિક્ષા, વર્ષીદાનનો ભવ્ય વરધોડો રથયાત્રા સાથે ઉજવણી થશે.
  • 6 ડિસેમ્બરની રાતના શુભ મુર્હુતમાં પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય સહ અનેક આચાર્યો દ્વારા પરમાત્માની અંજની વિધી કરાશે.
  • 7 ડિસેમ્બર નાં રાત્રે માયાભાઈ આહિર દ્વારા જૈન ધર્મ નું મહત્વ સમજાવતો ડાયરો
  • 8 ડિસેમ્બર રવિવારે મંગળ- મુહુર્તે પુ.પૂ ગચ્છાધિપતિશ્રીઓ તથા આચાર્યશ્રીઓ દ્વારા પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

મહોત્સવ દરમિયાન દરરોજ આચાર્યશ્રીઓ દ્વારા અનેકાનેક પૂજન- વિધી- વિધાનો, નવકારશી, શ્રી સંઘ સ્વામિવાત્સલ્ દરરોજ અલગ અલગ વ્યાખ્યાન, સંગીતકારો દ્વારા પરમાત્મ ભક્તિ સ્વરૂપ રાત્રે ભક્તિ ભાવના વિગેરે વિવિધ કાર્યક્રમો યોજાશે.

સમગ્ર પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ગુરુભગવંતો પુ.પુ તપા ગચ્છાધિપતિ શ્રી મનોહર કિર્તીસાગર સુરિશ્વરજી મ.સા, ગચ્છ નાયક પ.પૂ આ શ્રી હેમચંદ્ર સુરિશ્વરજી મ.સા, ગચ્છાધિપતિ પ.પૂ આ શ્રી પ્રદ્યુમ્ન વિમલ સુરિશ્વર મ.સા,  ગચ્છાધિપતિ પ.પૂ આ.શ્રી કુલચંદ્ર સુરિશ્વરજી મ.સા (કે.સી), મગરવાડા ગાદીપતિ યતિવર્ય શ્રી વિજય સોમજી મ.સા, પ.પૂ પન્યાસ શ્રી કુલદર્શન વિજયજી મ.સા, તથા અનેકાનેક આચાર્યશ્રીઓ, સાધુ- સાધ્વિજી ભગવંતો, સંત- મહંતો, શ્રેષ્ઠીશ્રીઓ વગેરે નિશ્રા પ્રદાન કરશે.

 

 


Spread the love

Check Also

ટ્રુક એ તેની ગેમિંગ સિરીઝમાં બડ્સ ક્રિસ્ટલ ડાયનોને INR 999/- ની વિશેષ લોન્ચ કિંમતે રજૂ કર્યા

Spread the love ક્રિસ્ટલ ડાયનો 21 એપ્રિલથી Amazon.in, ફ્લિપકાર્ટ અને Truke.in પર વેચાણ માટે ઉપલબ્ધ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *