મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારોને સહાય

Spread the love

ગુજરાત, અમદાવાદ 01 ડિસેમ્બર 2024: થોડા દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં ગોંદિયા નજીક ખજરી ગામે મહારાષ્ટ્ર પરિવહનની બસ એક બાઈક સવાર ને બચાવવા જતાં અકસ્માતનો ભોગ બની હતી અને તે દુઃખદ ઘટનામાં ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.

એ સિવાય સેલવાસ નજીક અકસ્માતમાં સુરતના ચાર આશાસ્પદ યુવાનોના મોત નિપજયા હતા. વિવિધ અકસ્માતમાં આ પ્રમાણે ૧૯ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૮૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા શ્રી પ્રવીણભાઈ તન્ના અને તેમના સાથીદારો દ્વારા આ સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે અને એ જ પ્રમાણે નવસારી સ્થિત રામકથાના શ્રોતા શ્રી પ્રગનેશ પટેલ દ્વારા સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. 


Spread the love

Check Also

ડાર્ક પેટર્ન્સના સતત વ્યાપ વચ્ચે એમેઝોન ભારતનું સૌથી વિશ્વસનીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનીને ઉભર્યું: ડેટમ ઈન્ડેક્સ

Spread the love ૭૩% પ્લેટફોર્મ્સ ‘ફોર્સ્ડ એક્શન’ (બળજબરીપૂર્વક ક્રિયા કરાવવાની) ડિઝાઇનનો ઉપયોગ કરે છે, જ્યારે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *