ચોટીલા નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the love

અમદાવાદ 26 નવેમ્બર 2024: પ્રાપ્ત વિગતો અનુસાર લીંબડી તાલુકાના શિયાણી ગામે રહેતા લોકો એક પીકઅપ વાહન લઇને પિતૃકાર્ય અર્થે સોમનાથ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું વાહન ચોટીલા નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારનાં ચાર બહેનોના કરુણ મોત નિપજયા હતા અને અનેક લોકોને ઈજા પહોંચી હતી. આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને પુજ્ય મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦ હજારની સંવેદના રાશિ અર્પણ કરી છે. આ રાશિ લીંબડી સ્થિત રામકથાના શ્રોતા (શ્રી કેતન વ્યાસ ) દ્વારા પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.


Spread the love

Check Also

દેહને હંમેશા દેવ, મનને મંત્ર, મતિને પાર્વતી માનો

Spread the love ચિત્તને પોતાના ગૃહના પતિમાં પરોવો અને અહંકારને શિવરૂપ બનાવો. પોતાની નીજતાને જગતમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *