ચિત્રકૂટધામ ખાતે મોરારિબાપુ દ્વારા સંતવાણીના આરાધકોને એવોર્ડ અપાશે

Spread the love

અમદાવાદ 15 નવેમ્બર 2024: પૂજ્ય મોરારીબાપુના પિતાજી પૂજ્ય શ્રી પ્રભુદાસબાપુની તિથીએતલગાજરડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પ્રતિવર્ષ પૂજ્ય મોરારિબાપુ દ્વારા સંતવાણીના આરાધકોની વંદના પણ કરવામાં આવે છે. તા.૧૭/૧૧ ને સવારે ૯ વાગ્યે શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ગામની ૬ દીકરીઓના સમુહલગ્ન યોજવામાં આવશે. તે દિવસોમાં શ્રી ચિત્રકૂટધામ દ્વારા મહુવા હવેલીમાં શ્રી ઠાકોરજીનો બડો મનોરથ યોજાશે. એ પ્રમાણે પૂજ્ય પ્રભુદાસબાપુના પુણ્ય સ્મરણમાં મોરારિબાપુની પ્રેરણા અને આશિષથી ગુજરાતના સંતવાણીના ભજનિકો અને વાદ્યકારોને આગામી તા.૧૭/૧૧/૨૪ ની રાત્રીએ ૮ કલાકે શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડામાં પૂજ્ય બાપુના શુદ્ધ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં: (૧) સંતવાણી સર્જકનીવંદના હેઠળ ભક્ત કવિશ્રી ધીરા ભગત(ગઢડા) જેમના પ્રતિનિધિ: શ્રી. નારાયણભાઈ રબારીને એનાયત કરવામાં આવશે.(૨) શ્રી રામદાસજીગોડલીયા(જુનાગઢ,) ભજનિક (૩) શ્રી ચંદુભાઈડાભી,(જુનાગઢ,) વાદ્ય સંગત-બેન્જો (૪) શ્રી ભૂપતપેંટર(રાજકોટ,) વાદ્ય સંગત તબલાં (૫) શ્રી વિજયકુમાર ગોસાઈ (જુનાગઢ,) વાદ્ય સંગત, મંજીરાં. આ કાર્યક્રમમાં અનેક જાણીતા ભજનિકો, વાદ્યકારો અને ભજન પ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પૂજ્ય બાપુના ઉદ્બોધન બાદ સંતવાણી યોજાશે.


Spread the love

Check Also

ઈડીઆઇઆઇમાં સર્કુલર ઈકોનોમી, સસ્ટેનેબિલિટી અને એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત

Spread the loveઅમદાવાદ ૧૩મી નવેમ્બર ૨૦૨૪ : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (ઈડીઆઇઆઇ) અમદાવાદ દ્વારા ૬ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *