બ્રહ્મ ખુદ વિચાર પ્રસ્તુત કરે એ સાર્થક બ્રહ્મ વિચાર છે.

Spread the love

સત્યનો આશ્રય લઈને આપણા વિશે આપણે શું છીએ એ કહેવાવું જોઈએ.

એકમાત્ર આધાર જે શાશ્વત છે-એ હરિનામ છે.

વેદાંતમાંજ્ઞાનીઓને જ્ઞાનથી પણ મુક્ત થવું-એ છેલ્લી અવસ્થા કહી છે.

“માર્ગી તો અમારો પંથ છે,દાદા ગાર્ગી સુધી પહોંચ્યા”

દેવભૂમિ ઋષિકેશનાં ગંગા તટ પર પ્રવાહિત રામકથાનાં સાતમા દિવસે કથાનો આરંભ એક મંત્રથી કર્યો.જે મંત્ર વિષ્ણુદાદાએ લખેલો છે:

નાહંમૂર્ખો ન વિદ્વાનં ન ચ જરઠ તનુનૈવબાલૌ યુવા વા નૈવ સ્ત્રી….

બ્રહ્મ વિચાર ત્રણ સ્વરૂપે કરી શકાય:એક સીધો, અવિનાશી બ્રહ્મ વિશે વિચારીને,બીજામાં કોઈ શાસ્ત્ર ભગવત ગીતા,રામાયણ,ગ્રંથનો આધાર લઈને કરી શકાય.અને ત્રીજું સ્વયં બ્રહ્મ પોતાના વિશે વિચાર પ્રસ્તુત કરે.

આધાર લઈને વિચારીએ તો થાય કે આધાર કેટલો ટકાઉ હશે!આપણે પણ નાશવંત છીએ.પણ જનક, લોમસ,વશિષ્ઠ,વિશ્વામિત્ર સીધા વિચાર કરે છે.એમાં પણ મુશ્કેલી એ છે કે કેટલો પણ બ્રહ્મવિચાર કરે અંતે નેતિ-નેતિ કહેવું પડે છે,ઇતિ-ઇતિ કહી શકાતું નથી.

એટલે વિશેષ સાર્થક અને ફળદાયી બ્રહ્મવિચાર બ્રહ્મ ખુદ પ્રસ્તુત કરે એ છે.

બાપુએ લંકાકાંડનોઅંગદ સંધિ લઈને રાવણ પાસે જાય છે એ ઉદાહરણ આપીને કહ્યું કે બંને વચ્ચેનો સંવાદ,એવો જ પરશુરામના આગમન વખતેનો સંવાદ-લોકો એમાં વિશેષ રસ લેતા હોય છે.રાવણ અને અંગદનાં સંવાદમાં રાવણનેઅંગદ વારંવાર ક્યાં ક્યાં પરાજિત થાય છે એ બતાવે છે ત્યારે રાવણ કહે છે કે એ તારી વ્યાખ્યા છે.પણ હું મારા વિશે શું માનું છું એ પણ સાંભળ!

આપણા વિશે કોઈ અન્ય કહે તો કેટલું સત્ય છે એ કહેવું મુશ્કેલ છે.ગાંધીબાપુએ સત્યના પ્રયોગો ખુદ લખ્યા.મહાદેવભાઇ દેસાઈ ડાયરી લખે છે એમાં ગાંધીજીએ જે નથી લખ્યું એ પણ છે.

પણ ખરેખર બ્રહ્મ વિશે બ્રહ્મને જ બોલવા દઈએ. સત્યનો આશ્રય લઈને આપણા વિશે આપણે શું છીએ એ કહેવાવું જોઈએ.એકમાત્ર આધાર જે શાશ્વત છે એ હરિનામ છે.

અહીં શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ પોતાના વિશે આઠ શ્લોકમાંઅર્જુનને કહે છે એ બ્રહ્મવિચાર છે કારણ કે ભગવાન ખુદ બ્રહ્મ છે.બાપુએ કહ્યું કે મારી દ્રષ્ટિએ ચાર કૈલાશછે:મનથીજઈએ તો સારા વિચાર આવે,બુદ્ધિથી જઈએ તો શાસ્ત્રોક્ત પ્રજ્ઞા પુષ્ટ થાય,ચિતથીકૈલાશ તરફ જઈએ તો ચિત્તવૃત્તિનો નિરોધ થાય અને મૂળ કૈલાશ જ્યાં સમષ્ટિનો અહંકાર શિવ આપણને પ્રાપ્ત થશે.

આ ચાર વસ્તુ સાધકને દીક્ષિત કરે છે.ગીતાજીમાંસર્વારંભ શબ્દ છે,રામચરિત માનસ અનારંભ શબ્દ લખે છે.

એક અવસ્થા આવે પછી બધા જ આરંભથી નિવૃત્તિ લેવાની વાત છે.વેદાંતમાંજ્ઞાનીઓને જ્ઞાનથી પણ મુક્ત થવું એ છેલ્લી અવસ્થા કહેવાય છે.

તો અહીં વિષ્ણુ દાદા લખે છે કે:હું મૂર્ખ નથી, વિદ્વાન પણ નથી,હું બુઢો પણ નથી બાળક પણ નથી અને યુવાન પણ નથી,હું સ્ત્રી પુરુષ કે નાન્યેતર પણ નથી, આમાંથી હું કંઈ નથી.તો અહીં દેહનું સત્ય,સંબંધનું સત્ય,આત્માનું સત્ય રજૂ કરીને એટલું જ કહ્યું કે હું ભૂંજાયેલાચણા જેવો છું.મારામાં હવે કોઈ અંકુર નહીં ફૂટે પણ સમાજને હું ઉપયોગી થઈ શકીશ.

દાદાનું સામીપ્ય ન મળ્યું સાંન્નિધ્ય ઘણું મળ્યું છે,પણ એકમાત્ર અફસોસ છે કે અમે એને જોઈ ન શક્યા! સંન્યાસ લેવાનું કોઈ કારણ ન હતું.પણ કોઈક જનમની જાગેલી ચેતનાને કારણે સંન્યાસી બન્યા માર્ગી તો અમારો પંથ છે પણ દાદાએ વિચાર્યું હશે કે ગાર્ગી સુધી પણ પહોંચવું છે.જીવના રૂપમાં મારા માટે એ શિવ છે એટલે દાદાની પ્રસ્થાનત્રયી એની ત્રણ આંખો છે.એક આંખ ખુલે તો બ્રહ્મસૂત્ર શરૂ થાય, વચ્ચેની આંખ ખુલે તો ભક્તિ સૂત્ર શરૂ થાય અને બીજી આંખ ખુલે તો ભગવદ ગીતાની કરુણા ખુલતી

Box

કથા વિશેષ:

*ગીતાજીમાં બ્રહ્મ ખુદ પોતાનાં વિચાર પ્રસ્તુત કરે છે.

જેને ધર્મામૃતઅષ્ટક કહી શકાય.*

ગીતાજીનાં ૧૨માં આધ્યાયનાં ૧૩ થી ૨૦ સુધીનાં આઠ શ્લોક જે ધર્મામૃતઅષ્ટક આ પ્રકારે કૃષ્ણએ બ્રહ્મ વિચાર કહ્યો છે.

અદ્વેષ્ટાસર્વભૂતાનાંમૈત્રઃ કરુણ એવ ચ।

નિર્મમોનિરહઙ્કારઃસમદુઃખસુખઃ ક્ષમી॥૧૩॥

(જે સર્વ ભૂતોમાંદ્વૈષભાવવિનાનો,અકારણ પ્રેમી,અહેતુ દયાળુ,મમત્વ વિનાનો,અહંકાર વિનાનો,સુખ દુ:ખમાં સમ,મારામાં દ્રઢનિશ્ચયવાળો,મારામાં અર્પેલ મન-બુધ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે.)

સન્તુષ્ટઃસતતં યોગી યતાત્માદૃઢનિશ્ચયઃ।

મય્યર્પિતમનોબુદ્ધિર્યોમદ્ભક્તઃ સ મે પ્રિયઃ॥૧૪II

યસ્માન્નોદ્વિજતે લોકો લોકાન્નોદ્વિજતે ચ યઃ।

હર્ષામર્ષભયોદ્વેગૈર્મુક્તોયઃ સ ચ મે પ્રિયઃ॥૧૫॥

(જે હર્ષ,અમર્ષ-બીજાની ઉન્નતિને જોઇને સંતાપ કરનાર-ભય અને ઉદ્વેહથી રહિત છે.)

અનપેક્ષઃશુચિર્દક્ષઉદાસીનોગતવ્યથઃ।

સર્વારમ્ભપરિત્યાગીયોમદ્ભક્તઃ સ મે પ્રિયઃ॥૧૬॥

(સર્વ આરંભોનો ત્યાગી છે,ભક્તિયુક્ત છે)

યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ।

શુભાશુભપરિત્યાગીભક્તિમાન્યઃ સ મે પ્રિયઃ॥૧૭

સમઃશત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયો:।

શીતોષ્ણસુખદુઃખેષુસમઃ સઙ્ગવિવર્જિતઃ॥૧૮॥

શત્રુ મિત્રમાં,માન-અપમાનમાં સમ છે,ઠંડી-ગરમી,સુખ-દુ:ખ વગેરે દ્વંદોમાં સમ અને આસક્તિ વિનાનો છે.)

*તુલ્યનિન્દાસ્તુતિર્મૌનીસન્તુષ્ટો યેન કેનચિત્।

અનિકેતઃસ્થિરમતિર્ભક્તિમાન્મેપ્રિયો નરઃ॥૧૯॥*

(નિંદા-સ્તુતિને સમાન સમજનાર,મનનશીલ,સ્થિર બુધ્ધિવાળોભક્તિમાન મને પ્રિય છે.)

નિવાસસ્થાયે તુ ધર્મ્યામૃતમિદંયથોક્તંપર્યુપાસતે

શ્રદ્દધાનામત્પરમાભક્તાસ્તેઽતીવ મે પ્રિયાઃ॥૨૦II

(જે અહીં પ્રગટ આ અમૃતરૂપીજ્ઞાનનું સમ્માન કરે છે, મારામાં શ્રદ્ધા ધરાવે છે, મને પરમ લક્ષ્ય માનીને તે ઉદ્દેશ્યથી મારી ભક્તિમાં પરાયણ રહે છે, તેઓ મને અત્યંત પ્રિય છે.)


Spread the love

Check Also

પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસેનને મોરારિ બાપુની શ્રદ્ધાંજલિ

Spread the loveઅમદાવાદ 16મી ડિસેમ્બર 2024: પરમ સ્નેહી અને સમર્થ તબલાવાદક પદ્મશ્રી, પદ્મભૂષણ પદ્મવિભૂષણ ઝાકીરહુસેન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *