સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ

Spread the love

જી. ડી. ગોયંકા ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા સુરતના આંગણે JEE/NEET માટે આધુનિક ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામનો શુભારંભ

વિખ્યાત શિક્ષણવિદ આનંદ કુમાર 10મી નવેમ્બર, 2024ના રોજ સુરત ખાતે ‘મિશન કામયાબ’ના નામે એક અનોખો શૈક્ષણિક કાર્યક્રમ સુરતની પ્રખ્યાત જી.ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલમાં શરૂ કરી રહ્યા છે. આ પ્રોગ્રામ ખાસ કરીને JEE અને NEETના અભ્યાસાર્થીઓ માટે શરુ કરવામાં આવી રહ્યો છે. જેમાં આ કોર્સ સંબંધિત ઉચ્ચ ગુણવત્તાલક્ષી શિક્ષણ સામાન્ય વિદ્યાર્થી પણ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ શાળાના પટાંગણમાં જ આપવામાં આવશે. આ કાર્યક્રમની રૂપરેખા નીચે પ્રમાણે છે:

‘મિશન કામયાબ’નો દૈનિક 6 કલાકનો કાર્યક્રમ: આ કાર્યક્રમમાં દરેક ધારા માટે જરૂરી મુખ્ય વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે: NEET માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને બાયોલોજી અને JEE માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત ઉપરાંત બોર્ડની આવશ્યકતા મુજબ અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશન જેવા વૈકલ્પિક કોર્સની પણ પસંદગી મળે છે. આનંદ કુમારે આ સમગ્ર કાર્યક્રમમાં અંગત રસ લઈ ફેકલ્ટીની પસંદગી, તાલીમ અને અભ્યાસક્રમના વિકાસમાં વિશેષ દેખરેખ રાખી છે. આ ઉપરાંત તેઓ સતત વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને માર્ગદર્શન આપે છે, જેથી દરેક યોગ્ય વિદ્યાર્થી સાચું માર્ગદર્શન પ્રાપ્ત કરી સફળતા મેળવી શકે. 

MKAT સ્કોલરશીપ કાર્યક્રમ: આ કાર્યક્રમ દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવે છે. આ યોજના અંતર્ગત ટોચના 40 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 100% સુધી ની સ્કોલરશીપ આપવામાં આવે છે. આ


Spread the love

Check Also

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ દ્વારા ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભારતની વિકાસ પામી રહેલી ક્રિએટિવ ઈકોનોમી પર પ્રકાશ પાડે છે.

Spread the love ગાંધીનગર ૦૪ એપ્રિલ ૨૦૨૫: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ (IICS) દ્વારા કર્ણાવતી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *