કોહીરાએ રાજકોટમાં લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમનું લોકાર્પણ કર્યું

Spread the love

રાજકોટ 27 ઓક્ટોબર 2024: લેબગ્રોન ડાયમંડ જ્વેલરીમાં અગ્રણી નામ કોહિરાએ રાજકોટમાં તેનો નવો શોરૂમનો પ્રારંભ કર્યો છે,જે શહેરમાં વૈભવી અને ટકાઉ ડાયમંડ જ્વેલરીની શ્રેણીને રજૂ કરે છે. 

ઉદ્ધાટન સમારોહમાં ફેમશ અભિનેત્રી સુશ્રી જાનકી બોડીવાલા હાજર રહ્યા હતા, જેણે આ કાર્યક્રમમાં વધારાની ચમક ઉમેરી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ ધારાસભ્ય આર.સી.ફાલદુ, કેબિનેટ મંત્રી ભાનુ બાબરીયા, રિયાસતના માંધાતાસિંહ જાડેજા, વી.કે. જ્વેલ્સ એન્ડ કોહિરાના ડાયરેક્ટર હિરેન કોટક અને જૂનાગઢ ટુડેના એડિટર-ઈન-ચીફ કૃષ્ણકાંત રૂપારેલીયા સહિતના મહાનુભાવો લોન્ચિંગ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. 

કોહિરાનો નવો શોરૂમ 0.03 થી 10 કેરેટ સુધીની કાળજીપૂર્વક તૈયાર કરાયેલ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની વિશાળ પસંદગી દર્શાવે છે,જે પર્યાવરણીય ચેતનાને અનુરૂપ લક્ઝરી ઓફર કરે છે. કોહિરા હીરા IGI-પ્રમાણિત અને ટાઇપ IIA ગુણવત્તાના બનેલા છે, જે દરેક ટુકડા સાથે શુદ્ધતા અને તેજસ્વીતાની ખાતરી આપે છે. 

કોહિરાના લોન્ચિંગ પર હિમાંશુ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, “અમે રાજકોટમાં કોહિરાની વિશિષ્ટ ઓફર રજૂ કરવા માટે રોમાંચિત છીએ. અહીં અમારા પ્રથમ શોરૂમના પ્રારંભ સાથે અમે પ્રિમિયમ કેટેગરીને વધુ સુલભ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. અમારા સંગ્રહો આધુનિક ગ્રાહકો માટે બનાવવામાં આવ્યા છે જેઓ સૌંદર્ય અને ટકાઉપણું બંનેને મહત્ત્વ આપે છે અને અમને ભારતમાં ડાયમંડ જ્વેલરીને પુનઃવ્યાખ્યાયિત કરવાનો અનુભવ પ્રદાન કરવામાં ગર્વ છે. 

કોહીરાના જયમીન રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, “કોહીરા ખાતે, અમે લેબગ્રોન ડાયમંડમાં સર્વોચ્ચ ગુણવત્તા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ, અને અમારા વિઝનને વિસ્તારવા માટે રાજકોટ શ્રેષ્ઠ શહેર છે. અમે દરેકને અમારી સાથે આ માઈલસ્ટોન ઉજવવા અને લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના ભાવિનો પ્રથમ અનુભવ કરવા માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ.” 

કોહિરા તેના શોરૂમના ભવ્ય ઉદઘાટન પ્રસંગે ગ્રાહકો માટે અનેક ખાસ અને આકર્ષક ઓફર્સ રજૂ કરી રહી છે. તેમાં દરેક ખરીદી સાથે ફ્રી ચાંદીના સિક્કાનો સમાવેશ થાય છે, દરેક ડાયમંડ જ્વેલરી પર મેકિંગ ચાર્જ પર 100% સુધીનું ડિસ્કાઉન્ટ, એક ભાગ્યશાળી ગ્રાહકને 14 કેરેટ ગોલ્ડ અને ડાયમંડ નેકલેસ જીતવાની તક સામેલ છે. 1.5 લાખથી વધુની ખરીદી પર 1 ગ્રામ સોનાનો સિક્કો, લાખના ડાયમંડ અને પસંદગીની વસ્તુઓ પર એક લાખથી વધુની કિંમતની ખરીદી પર 20%ની છૂટ મળશે. ઓફર્સ 29 ઓક્ટોબર સુધી ઉપલબ્ધ છે. 

અદભૂત જ્વેલરી માત્ર રૂ.5999 રૂપિયાથી શરૂ થશે, કોહિરા 100% એક્સચેન્જ અને બાયબેક ગેરંટી સાથે દરેક સ્વાદ અને બજેટને પૂરી કરે છે. રાજકોટમાં કોહિરાની લેબગ્રોન ડાયમંડની સુંદરતા અને ચમકને ઉજાગર કરવા અમારી સાથે જોડાઓ.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદ: યુવા સ્કેટર્સે સ્પર્ધાના ચોથા દિવસે શાનદાર પ્રદર્શન કર્યું

Spread the loveઅમદાવાદ 23 નવેમ્બર 2024: શનિવારે SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદના ચોથા દિવસે સ્કેટિંગમાં ગ્લોબલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *