સેમસંગ દ્વારા ભારતમાં સેમસંગ હેલ્થ માટે નવું મેડિકેશન્સ ટ્રેકિંગ ફીચર રજૂ કરાયું

Spread the love

ઉપભોક્તાઓ હવે ઔષધિ લેવાના સમયનું સુવિધાજનક રીતે પગેરું રાખવા અને તે લેવા વિશે ઉપયોગી ટિપ્સ પ્રાપ્ત કરવા માટે સેમસંગ હેલ્થ એપનો ઉપયોગ કરી શકે છે.

મેડિકેશન્સ ફીચર ભારતીય ગ્રાહકોની જરૂરતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

ગુરુગ્રામ 25 ઓક્ટોબર 2024 ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ઉપભોક્તાઓ તેમના સ્વાસ્થ્યનું વધુ વ્યાપક રીતે ધ્યાન રાખી શકે તે માટે મદદરૂપ થવા સેમસંગ હેલ્થ એપ2માં મેડિકેશન્સ ટ્રેકિંગ ફીચર1નો ઉમેરો કર્યો હોવાની ઘોષણા કરી છે.

આ ફીચરથી ઉપભોક્તાઓ તેમની મુકરર દવાઓ અને ઓવર-ધ- કાઉન્ટર દવાઓનું પગેરું રાખી શકશે અને મહત્ત્વપૂર્ણ માહિતી અને ટિપ્સ પણ પ્રાપ્ત કરી શકશે. આ ફીચર ખાસ કરીને સમયસર દવાઓ લેવાનું આવશ્યક હોય તેવા હાયપરટેન્શન, ડાયાબીટીસ, પીસીઓએસ, પીસીઓડી અને અન્ય હઠીલા રોગો માટે દવાઓ લેતા હોય તેવા દવાઓ સમયસર લેવા માટે પગેરું રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

“સેમસંગ તેના ગ્રાહકોને પ્રથમ મૂકતી બ્રાન્ડ છે અને ગ્રાહકોના રોજિંદા જીવનમાં સુધારણા લાવવા પ્રોડક્ટો અને સેવાઓ પર સતત કામ કરે છે. અમે લોકો માટે કનેક્ટિંગ ડિવાઈસીસ અને સેવાઓ દ્વારા તેમના સ્વાસ્થ્યને બહેતર રીતે તેઓ સમજી શકે અને માવજત કરી શકે તે માટે પરિપૂર્ણ સ્વાસ્થ્ય મંચ નિર્માણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સેમસંગ હેલ્થ એપમાં ભારત માટે મેડિકેશન્સ ફીચર ઉપરાંત અમે માનીએ છીએ કે ઉપભોક્તાઓ તેમની દવાઓ વધુ સુવિધાજનક રીતે લઈ શકશે, તેનું પાલન વધુ સારી રીતે કરી શકશે અને તેને કારણે તેમનું સ્વાસ્થ્ય સારી રીતે જાળવી શકશે,”એમ સેમસંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, નોઈડાના મેનેજિંગ ડાયરેક્ટર ક્યુંગયુન રૂએ જણાવ્યું હતું.

મેડિકેશન્સ ફીચર સેમસંગ ખાતે આરએન્ડડી, ડિઝાઈન અને કન્ઝ્યુમર એક્સપીરિયન્સ ટીમો વચ્ચે એકત્રિત પ્રયાસોનું પરિણામ છે. તે ભારતીય ગ્રાહકોની જરૂરતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. સેમસંગ હેલ્થ એપમાં ચુનંદી દવાનાં નામ એન્ટર કરવા પર મેડિકેશન્સ ફીચર ઉપભોક્તાઓને સામાન્ય વિવરણ તેમ જ તેની શક્ય આડઅસરો સહિત વિગતવાર માહિતી પૂરી પાડશે.

ઉપરાંત નવું ફીચર દવાથી દવાની આંતરક્રિયામાંથી માઠી પ્રતિક્રિયા અને અન્ય સુસંગત સુરક્ષાની માર્ગદર્શિકા પર માહિતી આપશે. ઉપભોક્તાઓ તેમની દવાઓ લેવાનો સમય અને તે રિફિલ કરવાનો સમય પણ સેમસંગ હેલ્થ એપ થકી યાદગીરી માટે એલર્ટસ સ્થાપિત કરી શકે છે.

આ એલર્ટસ વ્યક્તિગત ઉપભોક્તાની જરૂર અનુસાર સ્થાપિત કરી શકાશે, જેથી દવાઓને ઉપભોક્તાઓ માટે તેમના મહત્ત્વને આધારે અગ્રતા આપી શકે, જેમ કે, સેમસંગ હેલ્થ નમ્રથી સખત સુધીની શ્રેણીઓની યાદગીરીઓ મોકલશે. ગેલેક્સી વોચ ઉપભોક્તાઓને સીધા તેમના કાંડા પર યાદગીરી પ્રાપ્ત થશે, જેથી તેઓ તેમના ફોનથી દૂર હોય તો પણ દવાઓ લેવાનું યાદ રાખી શકશે.

સેમસંગ હેલ્થ એપ સ્લીપ મેનેજમેન્ટ3, માઈન્ડફુલનેસ પ્રોગ્રામ્સ અને અનિયમિત હૃદયના લયની જાણકારી4ની ક્ષમતાઓ પ્રદાન કરતી એડવાન્સ્ડ હેલ્થ ઓફરોની શ્રેણી પૂરી પાડે છે. મેડિકેશન ટ્રેકિંગ ફીચરની ભારતમાં રજૂઆતથી તેના ઉપભોક્તાઓ માટે પરિપૂર્ણ સુખાકારી અનુભવ નિર્માણ કરવાની સેમસંગની કટિબદ્ધતા પર ભાર અપાશે, જેથી ઉપભોક્તાઓ સ્વસ્થ અને વધુ પરિપૂર્ણ જીવન જીવી શકશે.

મેડિકેશન્સ ટ્રેકિંગ ફીચર ભારતમાં એપ અપડેટ્સ થકી સેમસંગ હેલ્થ એપ પર ઉપલબ્ધ થશે.

1 સેમસંગ હેલ્થ મેડિકેશન્સ ફીચરનો હેતુ ઉપભોક્તાઓ તેમની દવાની યાદી અને સમયસૂચિ યાદ રાખે તે માટે તેમને મદદરૂપ થવાનું છે. તેમાં આપેલી માહિતી ટાટા 1 મિગ્રા પાસેથી લાઈસન્સ્ડ પુરાવા આધારિત કન્ટેન્ટ છે.

2 એન્ડ્રોઈડ અથવા તે પછીના સ્માર્ટફોન અને સેમસંગ હેલ્થ એપ વર્ઝન 6.28 અથવા તે પછીના સ્માર્ટફોન આવશ્યક છે. ફીચર્સ માટે ઉપલબ્ધતા ડિવાઈસ દ્વારા ભિન્ન હોઈ શકે છે.

3 સ્લીપ ફીચર્સ સામાન્ય સુખાકારી અને ફિટનેસના હેતુથી જ છે. માપન તમારી અંગત અગ્રતા માટે જ છે. કૃપા કરી સલાહ માટે તબીબી વ્યાવસાયિકનો સંપર્ક કરો.

4 આઈએચઆરએન ફીચર ચુનંદી બજારમાં જ ઉપલબ્ધ છે. વેર ઓએસ ડિવાઈસીસ વર્ઝન 4.0 અથવા તે પછીનાં ડિવાઈસ પર ઉપલબ્ધ. તે એફિબના સૂચિત અનિયમિત લયની દરેક ઘટના પર નોટિફિકેશન પૂરું પાડવા માટે નથી અને નોટિફિકેશનની ગેરહાજરી કોઈ રોગ પ્રક્રિયા મોજૂદ છે તેનો સંકેત આપવાના હેતુથી નથી. અન્ય જ્ઞાત એરિથમાયસ સાથેના ઉપભોક્તાઓ માટે તે નથી. ફીચર્સ સેમસંગ હેલ્થ મોનિટર એપ થકી સપોર્ટેડ છે. ઉપલબ્ધતા બજાર અથવા ડિવાઈસ દ્વારા ભિન્ન હોઈ શકે છે. સોફ્ટવેર એઝ અ મેડિકલ ડિવાઈસ (એસએએમડી) તરીકે મંજૂરી / નોંધણી પ્રાપ્ત કરવામાં બજારનાં નિયંત્રણોને લીધે તે ફક્ત હાલમાં સેવા ઉપલબ્ધ છે તે બજારોમાંથી ખરીદી કરેલાં વોચીસ અને સ્માર્ટફોન્સ પર જ કામ કરશે (જોકે ઉપભોક્તા બિન- સેવાની બજારમાં જાય ત્યારે સેવાઓ નિયંત્રિત થઈ શકે છે). આ એપ ઉંમર 22 અને વધુમાં માપન માટે જ ઉપયોગ કરી શકાશે.

SNI Samsung Announces New Medications Tracking Feature for Samsung Health in India


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *