માય એફએમ ૯૪.૩ના અયોધ્યા દીપોત્સવ-વર્લ્ડ રેકોર્ડ પહેલમાં રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇને ૫૧,૦૦૦ દીવાઓનું યોગદાન આપ્યું

Spread the love

અમદાવાદ 22 ઑક્ટોબર 2024 – ગુજરાતની સૌથી મોટી રોટરી ક્લબ રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇનમાય એફએમ 94.3ની રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે આયોજીત અયોધ્યા દીપોત્સવમાં ૫૧,૦૦૦ દિવાઓનું યોગદાન આપ્યું છે.

આ વર્ષે અયોધ્યા દીપોત્સવ ૨૫ લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને પોતાનો જ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે, જેમાં સ્કાયલાઇનનું યોગદાન ૨ ટકા છે.

ક્લબના ૩૦૦થી વધુ સભ્યોમાંથી પ્રત્યેક સભ્ય દ્વારા આ પ્રયાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી છે. પ્રત્યેક સભ્ય એ ૧૧ થી ૨૫૦૦ સુધીના દાનની સાથે એક અથવા વધુ દિવાઓનું યોગદાન આપ્યું છે. આ વિશાળ સામૂહિક પ્રયાસ સમગ્ર દેશમાં એકતા, સમુદાય અને પ્રકાશ ફેલાવવા માટે ક્લબની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

માય એફએમ ૯૪.૩ની આરજે ચાર્મીએ અમદાવાદમાં ફેશન ટીવી કાફેની મુલાકાત લીધી અને એક સમારોહમાં સ્કાયલાઇનના સભ્યો સાથે વ્યક્તિગતરૂપથી દિવા એકત્રિત કર્યા હતા. તમામ સભ્યો એ એવાતથી ઉત્સાહિત હતા કે, તેઓના દ્વારા આપવામાં આવેલા દિવા આ વર્લ્ડ રેકોડ સમારોહનો ભાગ બની ગયા છે.

આ અવસરે રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇનના પ્રમુખ સૌરભ ખંડેલવાલે ગૌરવભેર જણાવ્યું હતું કે, “ગુજરાતની સૌથી મોટી રોટરી ક્લબના રૂપમાં અમારા ૩૦૦થી વધુ સભ્યો દ્વારા આ ઐતિહાસિક આયોજનમાં યોગદાન આપવું એ સન્માનની વાત છે. દરેક દિવા દિવાળીની ભાવનાનું પ્રતિક છે, જે  પ્રકાશ, આશા અને એકતાને સાથે લાવે છે. અયોધ્યા દીપોત્સવ વર્લ્ડ રેકોડનો ભાગ બનવું એ રોમાંચક છે,પરંતુ આનાથી વધુ સાર્થક એ છે કે આપણે સમગ્ર દેશમાં આનંદ અને સકારાત્મકતા ફેલાવવા માટે એક વસ્તુનો ભાગ બન્યા છીએ.

તેમણે ઉમેર્યું, “અમારા ૫૧,૦૦૦ દિવાઓ અને ૨૫ લાખ અન્ય દિવાઓની સાથે અયોધ્યામાં પ્રકાશનો દરિયો બનાવશે અને અમને આ ભવ્ય કાર્યક્રમનો ભાગ બનવાનો ગર્વ છે. આ પ્રેરણાદાયી પહેલમાં અમને સામેલ કરવા બદલ અમે માય એફએમ ૯૪.૩ અને આરજે ચાર્મીનો આભાર માનીએ છીએ.

અયોધ્યા દીપોત્સવ ઈતિહાસ રચવા જઇ રહ્યો છે, આવામાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન આ ભવ્ય ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ બનવા બદલ ગર્વ અનુભવે છે, જે પ્રભાવશાળી સમુદાય સેવાના પ્રત્યે તેના સતત સમર્પણને દર્શાવે છે.


Spread the love

Check Also

સેમસંગ ટીવી પ્લસ દ્વારા સેમસંગ સ્માર્ટ ટીવી પર ખાસ વાયાકોમ 18 તરફથી ચાર નવી ફાસ્ટ ચેનલ્સ રજૂ કર્યાની ઘોષણા

Spread the love ગુરુગ્રામ, ભારત 13 નવેમ્બર 2024: ભારતમાં બ્રાન્ડની ફ્રી એડ-સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટીવી (ફાસ્ટ) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *