ઇન્ડિયન બેંકે કમર્શિયલ વ્હિકલ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઓફર કરવા ટાટા મોટર્સ સાથે એમઓયુ કર્યું

Spread the love

એલએનજી અને ઇલેક્ટ્રિક વ્હિકલ સહિત કમર્શિયલ વ્હિકલ માટે વિશેષ અને સરળ ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ ઓફર કરાશે 


મુંબઇ 17 ઓક્ટોબર 2024: ભારતમાં જાહેરક્ષેત્રની અગ્રણી બેંકો પૈકીની એક ઇન્ડિયન બેંકે ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હિકલ નિર્માતા ટાટા મોટર્સના દેશભરમાં કમર્શિયલ વ્હિકલ ગ્રાહકો અને અધિકૃત ડીલરશીપને આકર્ષક ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે ટાટા મોટર્સ સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે. બેંક સ્પર્ધાત્મક વ્યાજદરો અને સુવ્યવસ્થિત ક્રેડિટ પ્રોસેસિંગ સાથે કસ્ટમાઇઝ્ડ ફાઇનાન્સિયલ પેકેજ ઓફર કરશે. આ ભાગીદારી ટાટા મોટર્સની કમર્શિયલ વ્હિકલની એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ) અને ઇલેક્ટ્રિક શ્રેણી સહિત સમગ્ર કમર્શિયલ વ્હિકલ પોર્ટફોલિયો માટે વિશિષ્ટ ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ પ્રદાન કરશે. ટાટા મોટર્સ અને ઇન્ડિયન બેંક ડીલર ફાઇનાન્સિંગ માટે પણ તેમની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો કરશે.

આ જાહેરાત વિશે પ્રતિક્રિયા આપતાં ઇન્ડિયન બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આશુતોષ ચૌધરીએ કહ્યું હતું કે, અમે ટાટા મોટર્સના ડીલરશીપ અને ફ્લીટ ઓપરેટર્સને વિશિષ્ટ ફાઇનાન્સિયલ સોલ્યુશન્સ ઓફર કરવા ટાટા મોટર્સ સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર કરતાં ઉત્સાહિત છીએ. અમારા ફાઇનાન્સિયલ પેકેજીસ ગ્રાહકો અને ડીલર્સ બંન્નેને તેમના ઉદ્દેશ્યો હાંસલ કરવામાં મદદરૂપ બનશે તથા તેમની એકંદર ફાઇનાન્સિયલ ક્ષમતામાં વધારો કરશે. અમે ટાટા મોટર્સના ગ્રાહકોને તેમના વ્યવસાયિક લક્ષ્યો સાકાર કરવામાં મદદરૂપ બનવા ઉત્સુક છીએ.

ટાટા મોટર્સના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ – ટ્રક્સ – રાજેશ કૌલે આ પહેલ વિશે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, અમે ઇન્ડિયન બેંક સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર કરતાં ખુશી અનુભવીએ છીએ, જે અમારા ગ્રાહકોને સરળ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં મદદ કરશે. ધિરાણની ઉપલબ્ધતા સુવ્યવસ્થિત કરીને સરળ ફાઇનાન્સિંગ વિકલ્પો દ્વારા અમે અમારા ડીલર નેટવર્ક માટે ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમ મજબૂત કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ, જેથી તેમને બિઝનેસ વિકસાવવામાં મદદ મળી રહેશે તથા અમારા મૂલ્યવાન ગ્રાહકોને વધુ અનુકૂળતા પ્રદાન કરી શકાશે.

ટાટા મોટર્સ સબ-1-ટનથી 55-ટન કાર્ગો વ્હિકલ્સ અને 10-સીટરથી 51-સીટર માસ મોબિલિટી સોલ્યુશન્સના સૌથી વિશાળ કમર્શિયલ વ્હિકલ પોર્ટફોલિયો ઓફર કરે છે. આ મજબૂતાઇથી એન્જિનિયર કરાયેલા કમર્શિયલ વ્હિકલને સંપૂર્ણ સેવા 2.0 પહેલના માધ્યમથી વ્યાપક વ્હિકલ લાઇફસાઇકલ મેનેજમેન્ટ માટે મૂલ્યવર્ધિત સેવાઓની એક શ્રેણીનો સહયોગ મળી રહે છે. મહત્તમ ફ્લીટ મેનેજમેન્ટ માટે ટાટા મોટર્સના કનેક્ટેડ વ્હિકલ પ્લેટફોર્મ ફ્લીટ એજ ઓપરેટર્સને તેમના વ્હિકલના અપટાઇમમાં વધારો કરવા અને માલીકીનો કુલ ખર્ચ ઘટાડવામાં મદદરૂપ બને છે. ભારતના સૌથી વિશાળ સર્વિસ નેટવર્ક તરફથી24X7 સપોર્ટ દ્વારા ટાટા મોટર્સ સમગ્ર ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન્સમાં નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *