વ્યાપાર જગત ગ્રોથ શો 2024 આઇપીઓની વિચારણા કરતી એસએમઇને માર્ગદર્શન આપશે, ઉત્કૃષ્ટ ઉદ્યોગસાહસિકતાની ઉજવણી કરશે

Spread the love

મુંબઈ 15 ઑક્ટોબર 2024: ધ બ્રોઘર રિયાલ્ટી દ્વારા 18-19 ઓક્ટોબરના રોજ મુંબઇમાં પ્રતિષ્ઠિત બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) ખાતે વ્યાપર જગત ગ્રોથ શો 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉદ્યોગસાહસિકોને એસએમઇથી પબ્લિક ઓફરિંગ સુધીની વિકાસગાથા વિશે માર્ગદર્શન અપાશે તથા ઉદ્યોગસાહસિકતા ઉત્કૃષ્ટતાની ઓળખ કરીને તેની ઉજવણી કરાશે.

આ કાર્યક્રમનું આયોજન 1 મિલિયન આંત્રપ્રિન્યોર્સ ઇન્ટરનેશનલ ફોર્મ અને VyapaarJagat.com દ્વારા કરાઇ રહ્યું છે, જેની થીમ “નેવિગેટિંગ એસએમઇ ટુ આઇપીઓ” છે.

વ્યાપાર જગત ગ્રોથ શો 2024માં વિવિધ ઉદ્યોગોના 1,000થી વધુ ઉદ્યોગસાહસિકોની સાથે-સાથે 25થી વધુ એક્ઝિબિટર્સ અને 25થી વધુ પ્રભાવશાલી વક્તાઓ ભાગ લેશે. આ બે-દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ્ય માહિતીની આપ-લે, સહકારને પ્રોત્સાહન આપવાનો તથા બિઝનેસ લીડર્સ, રોકાણકારો, ઇન્ફ્લ્યુઅન્સર્સ અને ઉભરતાં ઉદ્યોગસાહસિકોને નેટવર્કિંગની બેજોડ તક પ્રદાન કરવાનો છે.

આ શોમાં એક્ઝિબિટર્સ અને શોકેસમાં અદ્યતન ઇન્ડસ્ટ્રી ઇનોવેશન અને સોલ્યુશન્સ પ્રદર્શિત કરાશે તથા રોકાણકારો અને ઇન્ડસ્ટ્રી લીડર્સ સાથે નેટવર્કિંગની વિશેષ તક પ્રદાન કરાશે. તેમાં ચાર નવા બિઝનેસ સર્કલ પણ લોંચ કરાશે, જે નવા સહયોગ અને વૃદ્ધિની તકોને બળ આપશે. આ ઉપરાંત શોમાં 50થી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ સાથે ઉદ્યોગસાહસિકતામાં ઉત્કૃષ્ટતાની પણ ઉજવણી કરાશે.

VyapaarJagat.comના સંસ્થાપક પ્રવીણ પરમારે જણાવ્યું હતું કે, વ્યાપક જગત ગ્રોથ શો 2024 ભારતીય ઉદ્યોગસાહસિકતાના જુસ્સાની ઉજવણી કરે છે. અમે વ્યવસાયોને એસએમઇથી આઇપીઓ સુધીની તૈયારી માટે માર્ગદર્શન આપવા કેટલાંક પ્રતિષ્ઠિત અને પ્રભાવી વક્તાઓને એક મંચ ઉપર લાવી રહ્યાં છીએ. અમારું લક્ષ્ય ઉદ્યોગસાહસિકોને નોલેજ, ટુલ્સ અને નેટવર્કથી સશક્ત કરવાનો છે, જેથી તેઓ પોતાની વૃદ્ધિને વેગ આપી શકે તથા ભારતની આર્થિક સફળતામાં યોગદાન આપી શકે. આ કાર્યક્રમને જબરદસ્ત પ્રતિસાદ મળવાની આશા છે, જે ભારતીય બિઝનેસ લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

આ શોમાં વ્યાપાર રત્ન એવોર્ડ્સ, ફેમપ્રિન્યોર એવોર્ડ્સ અને ગ્રીનપ્રેન્યોર એવોર્ડ્સ મુખ્ય હાઇલાઇટ છે, જે પોતાના ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપવાના ઉદ્યોગસાહસિકોની ઓળખ કરીને તેમનું સન્માન કરશે.

આ વર્ષના કાર્યક્રમમાં ટોચના કોર્પોરેટ્સના સિનિયર એક્ઝિક્યુટિવ્ઝ સહિત અગ્રણી ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ દ્વારા માહિતીસભર સત્ર યોજવામાં આપશે, જેઓ એસએમઇથી લઇને આઇપીઓ સુધીની જટિલ કામગીરીમાં કેવી રીતે આગળ વધવું તેના વિશે વિસ્તારથી જાણકારી આપશે.

આ કાર્યક્રમ એક અનુકૂળ મોબાઇલ એપ પણ ઓફર કરે છે, જેનાથી ઉદ્યોગસાહસિકો રોકાણકારો, સ્પીકર્સ અને ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ સાથે વન-ઓન-વન મીટીંગ યોજી શકશે. તેનાથી મજબૂત અને લાંબાગાળાના વ્યવસાયિક સંબંધો વિકસિત કરવામાં મદદ મળી રહેશે. એક્સક્લુઝિવ નેટવર્કિંગ ડીનર દ્વારા સહભાગિઓ પાસે રોકાણકારો, ઇન્ફ્લ્યુઅન્સર્સ અને સમાન વિચારધારા ધરાવતા ઉદ્યોગસાહસિકો સાથે જોડાવાની તક મળશે, જેથી તેમની વૃદ્ધિમાં યોગદાન આપવાનું સુનિશ્ચિત કરી શકાશે.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *