વારાણસી નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
Share
Spread the love
બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મિરઝાપુર અને ભદોઈથી વારાણસી તરફ આવી રહેલા એક ટ્રેક્ટરને બેકાબૂ બનેલા ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી અને એ ટક્કર એટલી બધી ભયાનક હતી કે ટ્રેક્ટરમાં સવાર દસ લોકોના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતાં. આ કરુણ ઘટનાના સમાચાર પૂજ્ય મોરારીબાપુને મળતા તેમણે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રાશિ બનારસ સ્થિત રામકથાના શ્રોતા શ્રી કિશનભાઇ જાલાન દ્વારા પહોંચતી કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.