હ્રદયસ્પર્શી કૌટુંબિક ફિલ્મ “બિન્ની એન્ડ ફેમિલી” દર્શકોને અંદરથી ઝણઝણાવી દે છે

Spread the love

અમદાવાદ 06 ઓક્ટોબર 2024: ઘણી હિટ ફિલ્મોથી ભરેલા આ વર્ષમાં, બિન્ની એન્ડ ફેમિલી એક જબરદસ્ત હિટ તરીકે ઉભરી આવી છે, જે પ્રેક્ષકોના દિલના તાર ઝણઝણાવી દે છે. તેણે બોલીવુડના કૌટુંબિક ફિલ્મોના સુવર્ણ યુગની યાદોને ફરી તાજી કરી છે.

વિવેચકોના પણ ખૂબ વખાણ મેળવી રહેલી આ ફિલ્મ તમામ ઉંમરના દર્શકોને ગમી રહી છે. આ ફિલ્મ પ્રેક્ષકોને પરિવારો સહિત થિયેટરોમાં પાછા ખેંચી રહી છે. બે પેઢીઓ વચ્ચેના સંબંધોનું અનોખી રીતે ચિત્રણ કરવાને કારણે થિયેટરો પેક જઇ રહ્યા છે. બીજા જ સપ્તાહમાં મળી રહેલા ઊંચા પ્રતિસાદને કારણે દેશભરના શહેરોમાં વધુ શો ઉમેરવામાં આવ્યા છે.

બાલાજી ટેલિફિલ્મ અને મહાવીર જૈન દ્વારા ફુકરેના દિગ્દર્શક મૃગદીપ સિંહ લાંબા સાથે પ્રસ્તુત કરાઇ રહેલી બિન્ની એન્ડ ફેમિલી એક મોર્ડન બળવાખોર યુવતી, બિન્ની અને તેના રૂઢિચુસ્ત દાદાની હૃદયસ્પર્શી વાર્તા છે. લંડનના બેકગ્રાઉન્ડમાં શૂટ થયેલી આ ફિલ્મ હળવા અંદાજમાં પરંપરા અને આધુનિકતા વચ્ચેના નાજુક ઇમોશનલ બેલેન્સને દર્શાવે છે. જનરેશનલ ગેપના દૂર કરવા માટેના પડકારો અને સફળતાઓને સરસ રીતે બતાવે છે. હમ આપકે હૈ કૌન અને વિવાહ જેવી બોલિવૂડ ક્લાસિક ફિલ્મોની શ્રેણીમાં મૂકી શકાય તેવી બિન્ની એન્ડ ફેમિલીને વર્ષની જોવી જ પડે તેવી કૌટુંબિક ફિલ્મ તરીકે વધાવવામાં આવી રહી છે.

અદાણી રિયલ્ટી દ્વારા સંચાલિત ધ બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબના પ્રમોટર રાકેશ શાહે આ ફિલ્મ અંગેના તેમના વિચારો શેર કરતાં જણાવ્યું હતું કે, “બિન્ની અને ફેમિલીની સુંદરતા સમાજને તે જે સંદેશો આપે છે તેમાં રહેલી છે. તે આપણને યાદ અપાવે છે કે કૌટુંબિક વ્યવસ્થાને ટકાવી રાખવા અને તેની વૃદ્ધિ માટે જનરેશનલ ગેપને પૂરવો જરૂરી છે. જ્યારે માતા-પિતાએ યુવા પેઢીની લાગણીઓ અને આકાંક્ષાઓને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, ત્યારે યુવાનોએ તેમના વડીલોના ડહાપણ અને અનુભવોની કદર કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ ફિલ્મ તે સંતુલનને સુંદર રીતે કેપ્ચર કરે છે.”

સુભાષ ઘાઈ, ડેવિડ ધવન અને કરણ જોહર જેવા બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ ફિલ્મની પ્રશંસા કરી છે. આજના સમયમાં તેની ઊંડી ઇમોશનલ ઇમ્પેક્ટ અને પ્રાસંગિકતાને સ્વીકારી છે. આ ફિલ્મમાં સુપ્રસિદ્ધ અભિનેતા પંકજ કપૂર, સારાભાઈ વિરુદ્ધ સારાભાઈના રાકેશ કુમાર રોશેશ અને એનિમલ ફિલ્મના સ્ટાર ચારુ શંકરને દર્શાવતી સ્ટારકાસ્ટ છે. વધુમાં, આ ફિલ્મ અભિનેતા વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવનની ફિલ્મ ઉદ્યોગમાં ધમાકેદાર એન્ટ્રી કરાવે છે. તેના મનમોહક અભિનયે ખાસી ચર્ચા જગાવી છે. તેના આગામી પ્રોજેક્ટ્સમાં સલમાન ખાન સાથેના એક પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.

 બિન્ની એન્ડ ફેમિલી એ કુટુંબની શક્તિ અને પેઢીઓ વચ્ચે એકબીજાની સમજણના મહત્વની યાદ અપાવે છે. જો તમે હજી સુધી તેનો અનુભવ ન કર્યો હોય, તો તમારા કુટુંબીઓને ભેગા કરો અને લાગણીશીલ અને મનોરંજક ફિલ્મનો આનંદ માણવા માટે નજીકના થિયેટરમાં જાઓ જે તમારા મન પર કાયમી છાપ છોડી દેશે એ ચોક્કસ છે.


Spread the love

Check Also

ઓડિશાના માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝીએ રાજ્યમાં નેસ્લે ઇન્ડિયાની આગામી ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો

Spread the love ઓડિશામાં આવેલ ખોરધા ફેક્ટરી એ નેસ્લે ઇન્ડિયાની પૂર્વ ભારતમાં પ્રથમ ફેક્ટરી છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *