બાયોફ્યુઅલસર્કલ દ્વારા ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મજબૂતી કરણઃ ભારતની બાયોએનર્જી ક્ષિતિજમાં પરિવર્તન લાવવા 70,000 ખેડૂતોને જોડે છે

Spread the love

10 રાજ્યમાં પાંત્રીસ આધુનિક વેરહાઉસીસ અને એન્હાન્સ બાયોમાસ એગ્રેગેશન સ્થાપિત કરવાની યોજના

ભારત 01 ઓક્ટોબર 2024બાયોએનર્જી સપ્લાય ચેઈન માટે અવ્વલ ડિજિટલ મંચ BiofuelCircle દ્વારા સક્ષમ બાયોમાસ અગ્રેગેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવા ગ્રામીણ ભારતમાં તેની પહોંચ વિસ્તારવામાં આવી રહી છે. કંપની ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્ર પ્રદેશ સહિત મુખ્ય કૃષિ રાજ્યોમાં તેનાં ગ્રામીણ વેરહાઉસીસની સંખ્યા 15થી 35 સુધી લઈ જઈને બેગણી કરવાની યોજના ધરાવે છે. કંપનીનું મોબાઈલ મંચ ગ્રામીણ બાયોમાસ વેપારોને પ્રમોટ કરવા માટે જીપીએસ અને ટેલિમેટિક્સ આધારિત એપ્સ ડિપ્લોય કરશે. આ વિસ્તરણ નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 75 કરોડના કુલ રોકાણ સાથે બાયોમાસ કલેકશન સ્ટ્રીમલાઈન કરવા સાથે ગ્રામીણ વેપાર ઉદ્યોગજકતા બહેતર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. બાયોફ્યુઅલસર્કલે ઈક્વિટી રાઉન્ડ સફળતાથી પૂર્ણ કર્યો છે, જેમાં સ્પેક્ટ્રમ ઈમ્પેક્ટની આગેવાનીમાં રૂ. 45 કરોડ ઊભા કરાયા હતા અને બાકી રોકાણ માટે જિયો ફાઈનાન્સ સાથે મુદતી લોનના કરાર પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા.

આ પહેલ ભારતમાં ડાંગરના ઠૂંઠા બાળવાની સમસ્યાને પહોંચી વળશે અને ઉત્તર પ્રદેશના બારાબંકીમાં બાયોફ્યુઅલસર્કલના પરલી સે ઉજ્જવલ ભવિષ્ય પ્રોગ્રામને અનુસરે છે. આ પ્રોગ્રામમાં ઠૂંઠાં ભેગાં અને પ્રક્રિયા કરવા માટે 40થી વધુ આધુનિક, ડિજિટલ રીતે અખંડ મશીનો ગોઠવવામાં આવ્યાં છે, જેથી 25,000 એકરમાં બાળવાથી ઊપજતા આશરે 30,000 મેટ્રિક ટન કૃષિ શેષથી છુટકારો થાય છે. રામનગર બાયોમાસ બેન્ક™ થકી 30 ગામના 5000 ખેડૂતોને લાભ થશે.

બાયોફ્યુઅલસર્કલના સહ-સંસ્થાપક અને સીઈઓ સુહાસ બક્ષીએ જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય નાણાકીય વર્ષ 2024-25ના અંત સુધી 70,000 ખેડૂતોને જોડવાનું છે અને 2,50,000થી વધુ મેટ્રિક ટન બાયોમાસ એકત્રિત કરવાનું છે. અમારું મંચ ખેડૂતોને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડીને કૃષિ કચરાને મૂલ્યવાન સંસાધાનમાં ફેરવે છે અને વર્તુળાકાર અર્થવ્યવસ્થામાં યોગદાન આપે છે.”

કંપનીનું મોડેલ 1000થી વધુ ટ્રેક્ટર ચલાવતા ગ્રામીણ ભાગીદારોને સહભાગી કરીને ગ્રામીણ વેપાર ઉદ્યોજકતાને ટેકો આપે છે. બાયોમાસ એકત્રીકરણ નાણાકીય વર્ષ 2023-24માં 2,32,000 મેટ્રિક ટન પરથી ત્રણ ગણું વધીને નાણાકીય વર્ષ 2024-25માં 8,00,000 મેટ્રિક ટન સુધી થવાની ધારણા છે. બાયોફ્યુઅલસર્કલ માર્ચ 2025 સુધી 10 રાજ્યમાં સંચાન કરવાની યોજના ધરાવે છે.

“અમે એવી સહભાગી ઈકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ, જ્યાં ગ્રામીણ સમુદાયો તેમની આર્થિક વૃદ્ધિ પ્રેરિત કરી શકે છે,” એમ બક્ષીએ ઉમેર્યું હતું. “ખેડૂતોને તેમના બાયોમાસ માટે બજારને આસાન પહોંચ પૂરી પાડીને અમે ગંભીર પર્યાવરણીય પડકારોને પહોંચી વળવા સાથે કચરાને સંપત્તિમાં ફેરવવા માટે મદદ કરી રહ્યા છીએ.”

બાયોફ્યુઅલસર્કલનું ડિજિટલ મંચ ખેડૂતોને ફર્મેન્ટેડ સેન્દ્રિય ખાતરનો પુરવઠો પણ રે છે, જે સક્ષમમ કૃષિ વ્યવહારોને ટેકો આપે છે અને કંપનીને સ્વચ્છ ઊર્જા સમાધાનમાં ભારતના રૂપાંતરમાં યોગદાન આપવા માટે સુસજ્જ બનાવે છે.

 


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદઃ ત્રીજા દિવસે ચેકમેટ ચેમ્પિયન્સ ઝળક્યા, ખેલાડીઓએ ‘કોચ ડે’ સેલિબ્રેટ કર્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *