ક્લિયર પ્રીમિયમ વોટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સથવારે જુદા જુદા લોકેશન્સ પર 100% રિસાયકલ કરી શકાય તેવી બેન્ચો મૂકાઇ

Spread the love

અમદાવાદ 25મી સપ્ટેમ્બર 2024: બોટલ્ડ વોટર ઉદ્યોગમાં અગ્રણી ક્લિયર પ્રીમિયમ વોટર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ સાથે ભાગીદારીમાં એક પાયલોટ પ્રોજેક્ટ સફળતા પૂર્વક પૂરો કર્યો છે. રિસાયકલ્ડ પ્લાસ્ટિકમાંથી બનેલી 100% રિસાયકલ કરી શકાય તેવી બેન્ચો શહેરના જુદાજુદા વિસ્તારોમાં મૂકવામાં આવી છે.  આ પહેલ ક્લિયર પ્રીમિયમ વોટરના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસોનો એક ભાગ છે.

આ ઝુંબેશના ભાગરૂપે જે મુખ્ય સ્થળોએ ઇકો-ફ્રેન્ડલી બેન્ચ મૂકવામાં આવી છે તેમાં પ્રહલાદ નગર, દક્ષિણ બોપલ અને મકરબા સહિત સમગ્ર અમદાવાદનો સમાવેશ થાય છે.  આ બેન્ચો માત્ર બેસવા માટે જ કામ નહી આવે પરંતુ લોકોને પ્લાસ્ટિક કચરાનો શું ઉપયોગ કરી શકાય તે તરફ પણ પ્રેરિત કરશે. આમ આ પ્રોજેક્ટ પર્યાવરણની જાળવણીમાં ફાળો આપવા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અંગે જાગૃતિ ફેલાવવામાં ક્લિયર પ્રીમિયમ વોટરની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ક્લિયર પ્રીમિયમ વોટરના સ્થાપક અને સીઈઓ નયન શાહે જણાવ્યું હતું કે, “આ પહેલ સસ્ટેનેબિલિટી અને સોશિયલ વેલફેર માટે અમારી અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. પ્લાસ્ટિકના કચરાને ઉપયોગી સાધનોમાં ફેરવીને અમે કાર્બન ફૂટ પ્રિન્ટને ઘટાડવાનું લક્ષ્ય રાખીએ છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથેની અમારી ભાગીદારી હરિયાળા ભવિષ્ય તરફ જવા માટેની પહેલ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખે કહ્યું હતું કે, “સ્વચ્છતા સર્વેક્ષણ 2024 માટે અમારી પ્રતિબદ્ધતાના ભાગરૂપે અમે રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલના વિઝનને આગળ વધારી રહ્યા છીએ.  એ.એમ.સી. રિયાકલ્ડ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા હંમેશા તૈયાર છે. અમે ક્લિયર પ્રીમિયમ વોટર સાથે રિસાયકલ કરી શકાય તેવી બેન્ચો પ્રહલાદ નગર,  મકરબા અને દક્ષિણ બોપલ જેવા મુખ્ય વિસ્તારોમાં મૂકી છે. આ પહેલ કંપનીની સીએસઆર પ્રતિબદ્ધતા અને જવાબદારીનો એક ભાગ છે.  આ પહેલ માત્ર રિસાયક્લિંગ વિશે જાગૃતિ જ નહીં પરંતુ નાગરિકો માટે ખૂબ જ જરૂરી સુવિધા પણ પૂરી પાડે છે.  AMCમાં અમે સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ માટે પ્રતિબદ્ધ છીએ.”

ક્લિયર પ્રીમિયમ વોટર માટે આ પાયલોટ પ્રોજેક્ટ તેમની કંપનીની સસ્ટેનેબલ જર્ની માટે એક મહત્વપૂર્ણ સીમા ચિહ્નરૂપછે. તે ભવિષ્યના પર્યાવરણીય પ્રયત્નો માટે બેન્ચમાર્ક સેટ કરે છે અને વધુ હરિયાળું શહેર અને સમુદાય બનાવવા માટે કોર્પોરેટ જવાબદારીની નિર્ણાયક ભૂમિકા શું હોઇ શકે તે દર્શાવે છે.


Spread the love

Check Also

ઈડીઆઇઆઇમાં સર્કુલર ઈકોનોમી, સસ્ટેનેબિલિટી અને એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ પર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત

Spread the loveઅમદાવાદ ૧૩મી નવેમ્બર ૨૦૨૪ : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (ઈડીઆઇઆઇ) અમદાવાદ દ્વારા ૬ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *