2030 સુધીમાં 2 મિલિયન વુમન (મહિલાઓ)ને ભારતની એગ્રી-વેલ્યુ ચેઈનના અગ્રિમ હરોળમાં લાવવા માટે કોર્ટેવા એગ્રિસાયન્સનો સાહસિક પ્રોગ્રામ

Spread the love

નવી દિલ્હી, ભારત 24 સપ્ટેમ્બર 2024: કોર્ટેવા એગ્રીસાયન્સ, વૈશ્વિક કૃષિ અગ્રણી, 2030 સુધીમાં ભારતની એગ્રી-વેલ્યુ ચેઈનની અગ્રિમ હરોળમાં 2 મિલિયન વુમન (મહિલાઓ)ને લાવવા માટેનો સર્વગ્રાહી પ્રોગ્રામ લોન્ચ કરી રહી છે. લક્ષ્યાંકિત સહાયતા, ટૂલ્સ, અને સંસાધનો પૂરા પાડીને, કોર્ટેવાનો ઉદ્દેશ ખેડૂતો, સંશોધકો તથા ઉદ્યોગ સાહસિકો જેવી મહિલાઓને સક્ષમ બનાવવાનો છે. આ પહેલ અંતર્ગત સંસાધનો સુધી સમાન પહોંચ તેમજ નિર્ણાયક ભૂમિકા ભજવવામાં પ્રોત્સાહન, ઉત્પાદકીયતા સુધારા ટેકનિકનો વિસ્તાર, તેમજ ખાદ્ય સુરક્ષાનું સ્તર ઊંચુ લાવવાને પ્રોત્સાહન અપાય છે. આ પ્રોગ્રામ પરંપરાગત કોર્પોરેટ જવાબદારીઓથી બે ડગલાં આગળ વધીને જાતિય સમાનતા, સાતત્યપૂર્ણ વિકાસ અને આર્થિક વૃદ્ધિને એકીકૃત કરતી ચળવળની દોરવણી કરે છે.

આ પહેલના લોંચ સમયે, કોર્ટેવા એગ્રીસાયન્સના પ્રેસિડેન્ટ સાઉથ એશિયા- સુબ્રતો ગીડે કહ્યું હતું કે, “મહિલાઓ એ ગ્રામિણ જીવન અને કૃષિની કરોડરજ્જુ છે. કોર્ટેવા ખેડૂની વધુ સારી પદ્ધતિઓ, શિક્ષણ અને સાતત્યપૂર્ણ ખેતીની પ્રણાલિઓ સુધી મહિલાઓને પહોંચ પૂરી પાડીને તેઓની આવક અને જીવનમાં સુધારો આણવા કટિબદ્ધ છે. અમને આશા છે કે આ રીતે ધ્યાન આપવાથી વિકસિત રાષ્ટ્ર બનાવા પથ પર ભારતની સફર ઝડપી બનશે. આ સામાજિક જવાબદારીને ગળે લગાવીને વિકસિત ભારતની દિશામાં એક કદમ આગળ વધવાનો મને ગર્વ છે.”

કોર્ટેવા એગ્રીસાયન્સ ખાતેના ગવર્નમેન્ટ એન્ડ ઈન્ડસ્ટ્રી અફેર્સ ડાયરેક્ટર (એશિયા પેસિફિક) અનુજા કાડિયને ભાર મૂક્યો હતો કે, “અમારી 2 મિલિયન પહેલ જાતિય સમાનતા, આર્થિક વૃદ્ધિ અને પર્યાવરણની સાતત્યતાને જોડે છે. મહિલાઓને વિવિધ ટૂલ્સ, જ્ઞાન અને સંસાધનોથી સજ્જ કરીને કોર્ટેવા સાતત્યપૂર્ણ વિકાસમાં મહિલાઓના નેતૃત્ત્વ માટેનો માર્ગ મોકળો કરે છે અને આ રીતે આર્થિક સશક્તિકરણ, ખાદ્ય સુરક્ષા અને સાતત્યપૂર્ણતાના ભારતના ધ્યેયોનું સમર્થન કરે છે.”

અમારો પ્રોગ્રામ એગ્રી વેલ્યુ ચેઈનમાં મહિલાઓને આના માટે સક્ષમ બનાવે છે:

  • મહિલાઓના નેતૃત્તવ હેઠળનું ખેત ઉત્પાદક સંઘ અને મહિલા ખેડૂતોનો વિકાસઃ ફક્ત મહિલાઓ માટેના ખેત ઉત્પાદક સંઘ (એફપીઓ) અને સહકારી મંડળીઓ દ્વારા, કોર્ટેવાનો ઉદ્દેશ એગ્રી-વેલ્યુ ચેઈન ફરતે મહિલાઓને એકીકૃત કરતી સમ્મિલિત ઈકોસિસ્ટમની રચના કરવાનો છે. ડાયરેક્ટ સીડેડ રાઈસ (ડીએસઆર), કાર્બન સિક્વેસ્ટ્રેશન, સોઈલ હેલ્થ મેનેજમેન્ટ, અને જળ સંચય જેવી ક્લાઈમેટ-સ્માર્ટ પ્રણાલિઓને પ્રોત્સાહન આપીને, કોર્ટેવા ગ્રામિણ મહિલાઓની આર્થિક વૃદ્ધિ સાથે પર્યાવરણીય એકરૂપતા પણ એકીકૃત કરી રહી છે.
  • STEMમાં મહિલાઓનો વિકાસ: કોર્ટેવા દ્વારા મહિલા STEM વિદ્યાર્થીને ક્ષમતા-નિર્માણ પૂરું પાડીને ભવિષ્યના નેતૃત્ત્વ ઉપરાંત સંશોધકોને તૈયાર કરીને કૃષિ ક્ષેત્રને વધુ સાતત્યપૂર્ણ, સમ્મિલિતતાપૂર્ણ બનાવાઈ રહ્યું છે.
  • ગ્રામિણ અને કૃષિ સમુદાયોનો વિકાસ: કોર્ટેવા સ્વચ્છ પાણી, અને સંગ્રહ સુવિધાઓ જેવા માળખામાં સુધારામાં રોકાણ કરી રહી છે. આ પહેલો કૃષિ ઉત્પાદકીયતાને ઉત્તેજન આપીને સુનિશ્ચિત કરી રહી છે કે મહિલા ખેડૂતો પાસે સફળ થવા જરૂરી સંસાધનો ઉપલબ્ધ રહે. તુદપરાંત કોર્ટેવાના પ્રોગ્રામ દ્વારા આરોગ્ય, સુખાકારી, નાણાકીય સાક્ષરતા, અને વ્યાપાર કૌશલ્યોને પણ પ્રાથમિકતા આપવા માટે આવશ્યક સેવાઓ સુધી પહોંચ પૂરી પડાશે, અને આ રીતે મહિલા ખેડૂતોને તંદુરસ્ત અને વધુ સમૃદ્ધ જીવન જીવવાની સાથે સાતત્યપૂર્ણ કૃષિ વિકાસની ભેખધારી બનાવવામાં આવી રહી છે.

કોર્ટેવાની 2 મિલિયન પહેલ મહિલાઓને કૃષિ વિકાસ અને સંશોધનની ચાલક બનાવી રહી છે. આ પ્રયાસોનો ઉદ્દેશો અદ્યતન સંશોધન, આર્થિક વિકાસ, ખાદ્ય સુરક્ષાને આગળ ધપાવીને વધુ સમ્મિલિત કૃષિ ક્ષેત્રનું નિર્માણ કરવાનો છે.


Spread the love

Check Also

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

Spread the love387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *